PDPને વધુ એક ઝટકો, પાર્ટીના આ ત્રણ વરિષ્ઠ નેતાઓએ આપ્યું એકસાથે રાજીનામું

જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)માં ગુપકાર ગઠબંધનને લઇને રાજકીય હલચલ તેજ છે. પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી (Mehbooba Mufti)ની પાર્ટી પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ને જમ્મૂ સંભાગમાં મોટો આંચકો લાગ્યો છે.

PDPને વધુ એક ઝટકો, પાર્ટીના આ ત્રણ વરિષ્ઠ નેતાઓએ આપ્યું એકસાથે રાજીનામું

શ્રીનગર: જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)માં ગુપકાર ગઠબંધનને લઇને રાજકીય હલચલ તેજ છે. પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી (Mehbooba Mufti)ની પાર્ટી પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ને જમ્મૂ સંભાગમાં મોટો આંચકો લાગ્યો છે. પીડીપી (PDP)ના ત્રણ મોટા નેતાઓએ રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપનાર પીડીપી (PDP)નેતા ધમન ભસીન, ફલૈલ સિંહ અને પ્રીતમ કોટવાલ સામેલ છે. ભસીન અને ફલૈલ સિંહ પાર્ટીના સંસ્થાપક સભ્ય હતા અને મુફ્તી મોહમંદ સઇદ (Mufti Mohammad Sayeed)ની નજીક હતા. 

'સાંપ્રદાયિક તત્વોએ પાર્ટીને હાઇજેક કરી લીધી'
ત્રણેયએ પાર્ટીમાંથી રાજીનામું આપતાં પત્ર પણ લખ્યો. તેમાં કહેવામાં આવ્યું કે સાંપ્રદાયિક તત્વોએ પાર્ટીને હાઇજેક કરી લીધી છે. એવામાં અમારી પાસે પાર્ટીને છોડવા સિવાય બીજો કોઇ વિકલ્પ બચતો નથી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે અમારા રાજકીય ભવિષ્યને દાવ પર લગાવતાં પીડીપી (PDP)ની સ્થાપનાના પહેલાં દિવસે ભ્રષ્ટ અને વંશવાદી નેશનલ કોંફ્રેંસનું અલ્ટરનેટિવનો સેક્યુલર વિકલ્પ આપવાના ઉદ્દેશ્યથી પાર્ટી જોઇન કરી હતી. 
PDP RESIGNATION

'પીડીપી નેશનલ કોંગ્રેંસની બી ટીમ બની ગઇ'
દિવંગત મુફ્તી મોહંમદ સઇદ નું પણ વિઝન આ જ હતું. પરંતુ તેમના એજન્ડાને ત્યાગી દેવામાં આવ્યો અને પીડીપી નેશનલ કોંફ્રેંસ (National Conference)ની બી ટીમ બની ગઇ છે. 

તમને જણાવી દઇએ કે 15 નવેમ્બરના રોજ પીડીપીના સંસ્થાપક સભ્ય મુફજ્જર હુસૈન બેગે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ડીડીસી ચૂંટણીમાં સીટોની વહેંચણીને લઇને રાજીનામું આપ્યું હતું. બેગ 1998માં પીડીપીની સ્થાપનાના સમયે પાર્ટી સાથે જોડાયેલા હતા. પાર્ટી સૂત્રોના અનુસાર બેગે પીડીપી સંરક્ષક મહબૂબ મુફ્તીએ પાર્ટી છોડવાના નિર્ણય વિશે જણાવી દીધું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news