કોરોનાની ત્રીજી લહેર આવશે, બાળકો માટે કેટલી ખતરનાક? જાણો દરેક પ્રશ્નનો જવાબ

કોરોના સંક્રમણની બીજી લહેર (Coronavirus Second Wave India) થી દેશનો એક મોટો ભાગ ગંભીર રીતે પ્રભાવિત છે. મહામારી હવે ઝડપથી ગ્રામીણ વિસ્તારોમાં પણ ઝડપથી ફેલાઇ ચૂકી છે.

Updated By: May 16, 2021, 01:00 PM IST
કોરોનાની ત્રીજી લહેર આવશે, બાળકો માટે કેટલી ખતરનાક? જાણો દરેક પ્રશ્નનો જવાબ

નવી દિલ્હી: કોરોના સંક્રમણની બીજી લહેર (Coronavirus Second Wave India) થી દેશનો એક મોટો ભાગ ગંભીર રીતે પ્રભાવિત છે. મહામારી હવે ઝડપથી ગ્રામીણ વિસ્તારોમાં પણ ઝડપથી ફેલાઇ ચૂકી છે. બીજી લહેરનો ત્રાહિમામ અત્યારે રોકાઇ નથે પરંતુ એક્સપર્ટ મહામારી (Corona Pandemic) ની ત્રીજી લહેરને લઇને આપણને થોડા સમયથી આગાહ કરી રહ્યા છે. 

એકપર્ટનું માનીએ તો ત્રીજી લહેર કયારે આવશે, તેના વિશે ચોક્કસ રૂપથી કંઇ કહી ન શકાય. પરંતુ તે દરમિયાન બાળકોને સુરક્ષિત રાખવા માટે શું રણનિતિ બનાવવામાં આવી રહી છે તેના પર દેશની પૂર્વ સ્વાસ્થ્ય સચિવ સુજાતા રાવે કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા છે. ન્યૂઝ એજન્સી ભાષાએ તેમને જે મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા હતા. આવો તમને વિસ્તારપૂર્વક જણાવીએ. 

આગામી 2 મહિનામાં મોટી માત્રામાં વેક્સીન ઉપલબ્ધ થશે, જાણો AIIMS ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ શું કહ્યું

થર્ડ વેવમાં બાળકોને કેટલો ખતરો?
પૂર્વ સ્વાસ્થ્ય અધિકારીને પૂછવામાં આવ્યું કે કેટલાક જાણકારોનું માનવું છે કે કોવિડ-19 (Covid-19) ની ત્રીજી લહેર આવશે ત્યારે બાળકો વધુ પ્રભાવિત થઇ શકે છે. આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે હાલ એવો કોઇ રિપોર્ટ આવ્યો નથી જેમાં વૈજ્ઞાનિક પુરાવાના આધારે આ વાત કહેવામાં આવી હોય કે કોવિડ 19નું નવું સ્વરૂપ બાળકો માટે વધુ હાનિકારક હશે. 

સ્થિતિ સ્પષ્ટ છે કે વાયરસની બી.617 સ્વરૂપ વધુ સંક્રમક છે. દેખરેખ, નિયંત્રણ, સારવાર અને તપાસ સંબંધી કહેવામાં આવેલા દિશા-નિર્દેશોનું પાલન કરવાથી વાયરસના પ્રસારને રોકી શકાય છે. અમે સ્વાસ્થ્ય વ્યવસ્થાને લઇને વધુ તૈયારી રાખવા સાથે સાવધાની વર્તવી જરૂરી છે.  

ખેડૂતના પુત્રે શરૂ કરી હતી દેશની મોટી ફાર્મા કંપની Dr Reddy's, હવે આખા દેશને લગાવશે રશિયાની વેક્સીન

કેવી હશે ત્રીજી લહેરનું સ્વરૂપ?
આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે આપણે આ સટીક રીતે કહી ન શકીએ કે ત્રીજી લહેર ક્યારે આવશે કેટલી ગંભીર હશે. જો લોકો કોરોના પ્રોટોકોલ (Covid Protocol) યોગ્ય રીતે કરે અને મોટી સંખ્યામાં રસીકરણ કરાવે તો ત્રીજી લહેર ઓછી ગંભીર થઇ શકે.  

'કેંદ્ર સરકાર સુનિશ્વિત કરે આપૂર્તિ'
કોરોનાનું પ્રસારણ રોકવા એટલે તેને ખતમ કરવાના મુખ્ય હથિયારની વાત કરીએ તો ઘણી હદે રસીકરણની તેજ ગતિ પર નિર્ભર હશે. આ મોરચા પર સરકાર લક્ષ્યથી પાછળ ચાલી રહી છે. વ્યાજબી રસીકરણ માટે કેંદ્ર સરકાર માટે કેંદ્ર સરકારને ભારતીય અને વિદેશી વેક્સીન નિર્માતાઓને રસીની આપૂર્તિ સુનિશ્વિત કરવી જોઇએ. 

'70% વસ્તીનું રસીકરણ જરૂરી'
પૂર્વ સ્વાસ્થ્ય સચિવને જ્યારે આ પૂછવામાં આવ્યું કે કોરોના વાયરસના બદલતા પ્રારૂપ વચ્ચે રસીકરણની રણનીતિ કેવી હોવી જોઇએ તો તેમણે કહ્યું 'દેશ અત્યારે કોવિડ 19 ની બીજી લહેર વચ્ચે છે. બીજી લહેરની અસર ઓછી કરવા માટે આપણી પાસે સમય ઓછો છે. આ દરમિયાન આપણે આ સુનિશ્વિત કરવું પડશે કે આપણે 70 ટકા વસ્તીનું રસીકરણ કરી દઇએ. ત્રીજી લહેર પહેલાં આપણે આમ કરવું પડશે. 

WHO ની ચેતાવણી: બાળકોને અત્યારે ન લગાવો કોરોના વેક્સીન, WHO એ અમીર દેશોને કરી અપીલ

'માઇક્રો લેવલ પર કરવું પડશે કામ'
પૂર્વ અધિકારીએ કહ્યું કે તેના માટે વિકેંદ્રીકરણ મહત્વપૂર્ણ સૂત્ર છે. આપણે જિલ્લાસ્તર પર સૂક્ષ્મ યોજના તૈયાર કરવી પડશે અને આ અભિયાનમાં નાગરિક સમાજ, ગ્રામ પંચાયતો તથા અન્ય પક્ષકારોને સામેલ કરવા પડશે. રસીકરણમાં શિક્ષકો, ડ્રાઇવરો, ઘરોમાં સામાન પહોંચાડનાર, ઔદ્યોગિક કર્મીઓ તથા કામકાજમાં નિયમિત સંપર્કમાં રહેનારને ત્વરિત રૂપથી રસી લગાવવી પડશે. ત્યારે આપણે વાયરસ સામે જીતી શકીશું.  

વાયરસનો દરેક ફેરફાર ચિંતાજનક નથી: સુજાતા રાવ
કોરોના વાયરસમાં થઇ રહેલા ફેરફાર કેટલો હાનિકારક હોય છે. એવામાં સામાન્ય લોકોને એવામાં કેટલી સતર્કતા વર્તવી જોઇએ. તેના જવાબમાં તેમણે અખ્યું કે વાયરસ શરીરમાં પોતાની કોપી બનાવતી વખતે ફેરફાર કરે છે, પરંતુ તેની કોપીઓમાં ખામીઓ હોય છે અને વાયરસની કોપી તેની સટીક કોપી હોતી નથી. કોઇપણ ફેરફાર 'મ્યૂટેશન' કહે છે. આપણે હંમેશા કોવિડ 19 પ્રોટોકના અનુરૂપ વહેવાર કરવો પડશે. વાયરસનો ફેરફાર ચિંતાનજનક નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube