બીજા પડાવનો ચૂંટણી પ્રચાર આજે શાંત થતા પહેલા PM મોદી અને રાજનાથનો જંગી રોડ શો

લોકસભા ઈલેક્શન 2019ના બીજા ચરણનું પ્રચાર મંગળવારે સાંજે થંભી જશે. 18 એપ્રિલના રોજ વોટિંગ થશે. 13 રાજ્યોની 97 સીટ પર ગુરુવારે વોટ આપશે. મંગળવારે 16 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના ભુવનેશ્વર અને સંભલપુરમાં રેલી કરશે. 

બીજા પડાવનો ચૂંટણી પ્રચાર આજે શાંત થતા પહેલા PM મોદી અને રાજનાથનો જંગી રોડ શો

નવી દિલ્હી :લોકસભા ઈલેક્શન 2019ના બીજા ચરણનું પ્રચાર મંગળવારે સાંજે થંભી જશે. 18 એપ્રિલના રોજ વોટિંગ થશે. 13 રાજ્યોની 97 સીટ પર ગુરુવારે વોટ આપશે. મંગળવારે 16 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના ભુવનેશ્વર અને સંભલપુરમાં રેલી કરશે. આ પહેલા ભુવનેશ્વરમાં તેઓ એરપોર્ટથી લીને રેલી સ્થળ સુધી મોટો રોડ શો પણ કરશે. તો બીજી તરફ, યુપીમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે લખનઉમાં નામાંકન દાખલ કરશે. આ સાથે જ એક મોટો રોડ શો પણ આયોજિત કરશે. યુપીની રાજનીતિમાં મંગળવારનો દિવસ સુહેલદેવ પાર્ટીના ઓમપ્રકાશ રાજભર પર પણ રહેશે. તેઓ ઈલેક્શનમાં 25 ઉમેદવાર ઉતારવાનો નિર્ણય લઈ શકે છે. 

રાજનાથ આજે કરશે ઉમેદવારી
કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ સવારે લગભગ 9.30 કલાકે ભાજપના પ્રદેશ કાર્યાલય પહોંચશે. અહીં તેઓ પાર્ટીના પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે. 10 કલાકે તેઓ કાર્યકર્તાઓને સંબોધન કરશે અને 10.30 કલાકે પાર્ટી કાર્યાલયથી તેમનો રોડ શો શરૂ થશે. સવારે 11.50 કલાકે તેઓ કલેક્ટર ઓફિસ પહોંચશે અન પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. તેમની સાથે મોહનલાલગંજ લોકસભા વિસ્તારના ઉમેદવાર કૌશલ કિશોર પણ પોતાની ઉમેદવારી ભરશે. 

રાહુલ ગાંધી 2 દિવસના કેરળ પ્રવાસે
મંગળવારે રાહુલ ગાઁધી પતનમથિટ્ટા લોકસભા વિસ્તારમાં પ્રચાર કરશે. પતનમથિટ્ટા જિલ્લામાં ફેમસ સબરીમાલા મંદિર આવેલું છે. 17 એપ્રિલના રોજ રાહુલ ગાંધી પોતાના ઈલેક્શન વિસ્તાર વાયનાડમાં રહેશે. 16 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે લખનઉના કાલિદાસ માર્ગ સ્થિત આવાસ પર સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભર સાથે પ્રેસ કોન્ફરન્સ કરશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news