PM મોદીએ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં મેડલ જીતવા બદલ આ ખેલાડીઓને પાઠવ્યા અભિનંદન
ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં પદક જીતનાર એથલીટ પ્રવીણ કુમાર, તીરંદાજ હરવિંદર સિંહ, શૂટર અવની લેખારાને પીએમ મોદીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.
Trending Photos
નવી દિલ્હી: ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં પદક જીતનાર એથલીટ પ્રવીણ કુમાર, તીરંદાજ હરવિંદર સિંહ, શૂટર અવની લેખારાને પીએમ મોદીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. જેમાં પ્રવીણ કુમારે ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં હાઈ જમ્પમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. જ્યારે તીરંદાજ હરવિંદર સિંહે કાંસ્ય ચંદ્રક જીત્યો છે અને શૂટર અવની લેખારાને ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં કાંસ્ય પદક પ્રાપ્ત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવીણ કુમારને ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં હાઈ જમ્પમાં રજત ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
Proud of Praveen Kumar for winning the Silver medal at the #Paralympics. This medal is the result of his hard work and unparalleled dedication. Congratulations to him. Best wishes for his future endeavours. #Praise4Para
— Narendra Modi (@narendramodi) September 3, 2021
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"#Paralympics માં રજત ચંદ્રક જીતવા બદલ પ્રવીણ કુમાર પર ગર્વ છે. આ ચંદ્રક તેમની મહેનત અને અપ્રતિમ સમર્પણનું પરિણામ છે. તેમને અભિનંદન. તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ. #Praise4Para"
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં આયોજિત પેરાલિમ્પિક રમતોત્સવમાં કાંસ્ય ચંદ્રક જીતવા પર તીરંદાજ હરવિંદર સિંહને અભિનંદન આપ્યા છે.
Outstanding performance by @ArcherHarvinder. He displayed great skill and determination, resulting in his medal victory. Congratulations to him for winning a historic Bronze medal. Proud of him. Wishing him the very best for the times ahead. #Paralympics #Praise4Para pic.twitter.com/qiwgMfitVz
— Narendra Modi (@narendramodi) September 3, 2021
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“@ArcherHarvinder દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન. તેમણે ઉત્તમ કૌશલ્ય અને દૃઢ સંકલ્પનું પ્રદર્શન કર્યુ, જેના પરિણામસ્વરૂપે તેઓ ચંદ્રક વિજેતા બન્યા. ઐતિહાસિક કાંસ્ય ચંદ્રક જીતવા બદલ તેમને અભિનંદન. તેમને આવનારા સમય માટે શુભકામનાઓ. #Paralympics #Praise4Para”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શૂટર અવની લેખારાને ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં કાંસ્ય પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
More glory at the Tokyo #Paralympics. Elated by the stupendous performance of @AvaniLekhara. Congratulations to her on bringing home the Bronze medal. Wishing her the very best for her future endeavours. #Praise4Para
— Narendra Modi (@narendramodi) September 3, 2021
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"ટોક્યો #Paralympics માં વધુ એક ગૌરવ. @AvaniLekhara ના અદભૂત પ્રદર્શનથી પ્રસન્ન. કાંસ્ય પદક દેશ માટે લાવવા બદલ તેણીને અભિનંદન. તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે