Punjab News: પંજાબમાં બેકાબૂ ટ્રકે મચાવી તબાહી, ડ્રાઇવરની ભૂલથી 3ના દર્દનાક મોત, જુઓ ભયાનક વીડિયો

Punjab Accident Video: પંજાબના નવાંશહરમાં એક દર્દનાક દુર્ઘટના સામે આવી છે. ટ્રક ચાલકની બેદરકારીને કારણે ત્રણ લોકોએ જીવ ગુમવવા પડ્યા છે. આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 
 

Punjab News: પંજાબમાં બેકાબૂ ટ્રકે મચાવી તબાહી, ડ્રાઇવરની ભૂલથી 3ના દર્દનાક મોત, જુઓ ભયાનક વીડિયો

Punjab Accident Tragic Video: પંજાબના નવાંશહેર જિલ્લાના બેગરામ વિસ્તારમાં મંગળવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યારે એક પથ્થરોથી ભરેલા બેકાબૂ ટ્રકે એક કારને ટક્કર મારી દીધી. દુર્ઘટનામાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. ઘટના તે સમયે થઈ જયારે નવાંશહર જિલ્લાના બેહરામ વિસ્તારમાં પધવાડા-બંગા રાષ્ટ્રીય રાજમાર્ગ પર બીજી લેનથી આવી રહેલા ટ્રકે ટર્ન લીધો અને નિયંત્રણ ગુમાવી દીધું. 

જુઓ દુર્ઘટનાનો ખતરનાક વીડિયો

— Harish Deshmukh (@DeshmukhHarish9) September 13, 2022

સીસીટીવી કેમેરાના ફુટેજ અનુસાર ટ્રકને વિપરીત દિશાથી આવી રહેલી એક કારને કચડૃતા પોતાની તરફ વળતા પહેલા નિયંત્રણ ગુમાવતો જોઈ શકાય છે. બેહરામ ક્ષેત્રના પધવાડા-બંગા નેશનલ હાઈવે પર દુર્ઘટનામાં ટ્રકે કારનો ભુક્કો બોલાવી દીધો, જેમાં પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માતમાં માતા-પિતા અને પુત્રનું મોત થયું છે. આ સિવાય અન્ય એક કારને પણ નુકસાન પહોંચ્યું છે. પરંતુ તે કારમાં સવાર લોકો બચી ગયા હતા. 

આરોપી ડ્રાઇવર ફરાર
દુર્ઘટનાની માહિતી મળતા પંજાબ પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઘટનાસ્થળેથી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ આરોપીની ધરપકડ કરવા માટે દરોડા પાડી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news