ગુજરાતના સૌથી લાંબા ઓવરબ્રિજનું કામ વર્ષો બાદ પણ અધૂરું, કોણો થયો વિકાસ કોન્ટ્રાકટર કે પાલિકાનો?

વડોદરા કોર્પોરેશને વર્ષ 2017ના જૂન માસમાં રણજીત બિલ્ડકોન કંપનીને રાજ્યના સૌથી લાંબા ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરી સોંપી હતી. ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી 3.5 કિલોમીટરનો 222 કરોડના ખર્ચે બ્રિજ બની રહ્યો છે.

ગુજરાતના સૌથી લાંબા ઓવરબ્રિજનું કામ વર્ષો બાદ પણ અધૂરું, કોણો થયો વિકાસ કોન્ટ્રાકટર કે પાલિકાનો?

રવિ અગ્રવાલ/વડોદરા: રાજ્ય સરકાર વિશ્વાસથી વિકાસ યાત્રા ઉજવી રહી છે, ત્યારે વડોદરા પાલિકાનો વિકાસ રૂંધાયો છે. કારણ કે વડોદરામાં રાજ્યનો સૌથી લાંબો ફ્લાય ઓવરબ્રિજ છેલ્લા 5 વર્ષથી બની રહ્યો છે, જેનું કામ આજે પણ અધૂરું છે. જેને લઇ હવે ભાજપના ધારાસભ્ય જ અવાજ ઉઠાવી રહ્યા છે.

વડોદરા કોર્પોરેશને વર્ષ 2017ના જૂન માસમાં રણજીત બિલ્ડકોન કંપનીને રાજ્યના સૌથી લાંબા ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરી સોંપી હતી. ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી 3.5 કિલોમીટરનો 222 કરોડના ખર્ચે બ્રિજ બની રહ્યો છે. જેના તમામ નાણાં રાજ્ય સરકારે આપવાની જાહેરાત કરી હતી. એપ્રિલ 2020માં બ્રીજની કામગીરી પૂરી કરવાની સમયમર્યાદા હતી પણ આજે વર્ષ 2022 પણ પૂરું થવા આવ્યું છતાં બ્રિજની કામગીરી અધુરી છે. જેને લઈ ભાજપના ધારાસભ્યો જ હવે અવાજ ઉઠાવી રહ્યા છે. 

ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાએ બ્રીજની કામગીરી ખૂબ ધીમીગતિએ ચાલતી હોવાનો આક્ષેપ કર્યો હતો, ત્યારે આજે ધારાસભ્ય સીમાબેન મોહીલે પણ બ્રીજની કામગીરીમાં ખૂબ મોડું થયું હોવાની વાત કરી. તેમજ રાજ્ય સરકાર પર સમયસર નાણાં ન આપ્યાનો આક્ષેપ પણ કર્યો. તો મેયર કેયુર રોકડીયાએ પણ રાજ્ય સરકારે બ્રિજ માટે સમયસર નાણાં ન આપતા કામગીરીમાં મોડું થયું હોવાની વાત કરી હતી. તેમજ આગામી અઢી મહિનામાં બ્રિજ બનીને તૈયાર હશે તેવો પણ દાવો કર્યો છે.

રાજ્યના સૌથી લાંબા ઓવરબ્રિજ માટે રાજ્ય સરકારે તમામ 222 કરોડ આપવાની જાહેરાત તો કરી પણ નાણાં ન આપ્યા, જેથી કોર્પોરેશનને પોતાની સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી 46 કરોડ રૂપિયા બ્રિજ પાછળ ફાળવ્યા. તેમજ કોન્ટ્રાકટરને અત્યારસુધી 164 કરોડ રૂપિયાની જ ચૂકવણી થઈ છે. તાજેતરમાં રાજ્ય સરકારે બ્રિજ માટે 100 કરોડ ફાળવ્યા હતા, છતાં કામગીરી પોકળ ગતિએ ચાલી રહી છે. પાલિકાના વિપક્ષ નેતા અમીબેન રાવતે આક્ષેપ કર્યો છે કે 6 મહિના સુધી બ્રિજ બને તેવા કોઈ અણસાર દેખાતા નથી. તેમજ પાલિકાએ જે 54 કરોડ પોતાની તિજોરીમાંથી બ્રિજ પાછળ ખર્ચ્યા તે સરકારમાંથી પાછા લેવામાં આવે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને સુરતમાં 5 વર્ષમાં કેટલાય બ્રિજ બનીને તૈયાર થઈ ગયા જેનો લોકો ઉપયોગ પણ કરવા લાગ્યા છે, પણ વડોદરા પાલિકાના અણધડ વહીવટ અને બ્રીજની ડિઝાઇનમાં ખામીના કારણે રાજ્યનો સૌથી લાંબો ઓવરબ્રિજ હજી સુધી બનવાની રાહ જોઈ રહ્યો છે, ત્યારે શું વિધાનસભા ચૂંટણી પહેલાં બ્રિજ બનશે કે હજી લોકોને રાહ જોવી પડશે તે આગામી સમયમાં ખબર પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news