Film ના Trailer Launch પર ઉમટી ભીડ, કાચ તોડીને થિયેટરમાં ઘૂસ્યા લોકો

પવન કલ્યાણની ફિલ્મ વકીલ સાબનું ટ્રેલર હોળીના દિવસે રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો હતો, અને તેના માટે વિશાખાપટ્ટનમાં જાણીતા થિયેટરમાં સાંજે 4 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.

Film ના Trailer Launch પર ઉમટી ભીડ, કાચ તોડીને થિયેટરમાં ઘૂસ્યા લોકો

નવી દિલ્લીઃ કોઈ એક્ટરની પાછળ લોકો કેવા દિવાના હોય છે તેનું જીવતું જાગતું ઉદાહરણ સોમવારે જોવા મળ્યું હતું. જ્યારે તેલુગુ ઈન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર અને અભિનેતાથી નેતા બનેલા પવન કલ્યાણની દિવાનગી લોકોના માથે ચઢી ગઈ. વિશાખાપટ્ટનમના સંગમ શરત થિયેટરમાં પવન કલ્યાણની ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ રહ્યું હતું તે સમયે અફરા તફરીનો માહોલ સર્જાય ગયો. ટ્રેલર લોન્ચ સમયે લોકોની ભારે ભીડ ઉમટી પડતા ભાગદોડ મચી ગઈ.

IPL 2021: આ 8 બેટ્સમેનથી ડરે છે દુનિયાભરના બોલરો, જેમણે અનેકવાર છગ્ગા ફટકારીને સ્ટેડિયમની બહાર ફેંકી દીધો છે બોલ

Vakeel Saabનું ટ્રેલર લોન્ચઃ
પવન કલ્યાણની ફિલ્મ વકીલ સાબનું ટ્રેલર હોળીના દિવસે રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો હતો, અને તેના માટે વિશાખાપટ્ટનમાં જાણીતા થિયેટરમાં સાંજે 4 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. તેની જાણકારી મળતાં સંગમ થિયેટર બહાર બપોરે પવન કલ્યાણના ફેન્સની ભીડ ઉમટી પડી, અને ટ્રેલર રિલીઝ થવાની લોકો રાહ જોવા લાગ્યા. તે સમયે ફેન્સની એવી દિવાનગી જોવા મળી કે થિયેટરની બહાર રસ્તાઓ જામ થઈ ગયા. ફેન્સે ત્યાં જ પવન કલ્યાણનો ફોટો લગાવીને પૂજા-અર્ચના શરૂ કરી દીધી અને તેમના ફોટોની સામે નાળિયેર ફોડ્યું. તે બાદ જેવું જ ફિલ્મ વકીલ સાબનું ટ્રેલર લોન્ચ થયું કે ત્યાં ભાગદોડનો માહોલ સર્જાઈ ગયો. સૌ કોઈને પોતાના ચહિતા સ્ટારને મોટા પડદા પર જોવાની ઈચ્છા થઈ.

— ANI (@ANI) March 30, 2021

ફેન્સની ભીડ પહોંચીઃ
થિયેટરમાં પહોંચવા માટે ફેન્સ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. એટલું જ નહીં પણ થિયેટરમાં પહોંચવા માટે લોકોએ કાચ તોડ્યા. અમુક લોકો છતના રસ્તા પરથી થિયેટરની અંદર દાખલ થયા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો જેમાં ભીડ બેકાબૂ થઈને થિયેટરની અંદર પ્રવેશતી જોવા મળી. તે સમયે અમુક લોકો જમીન પર પડતા દેખાયા અને આ ભાગાદોડીમાં ઘણી લોકોને ઈજા પહોંચી.

બે વર્ષ બાદ પવન કલ્યાણનું કમબેકઃ
જણાવી દઈએ કે પવન કલ્યાણ લગભગ બે વર્ષ બાદ કમબેક કરી રહ્યા છે. જેના કારણે જ ફિલ્મ નિર્માતાએ ટ્રેલર લોન્ચ હોળી પર રાખ્યું હતું. પવન કલ્યાણની ફિલ્મ વકીલ સાબ બોલીવુડની ફિલ્મ પીંકની રિમેક છે. જેમાં અમિતાભ બચ્ચન અને તાપસી પન્નૂ મુખ્ય ભૂમિકામાં દેખાયા હતા. ત્યારે હવે આ ફિલ્મ માટે ફેન્સે 9 એપ્રિલ સુધી રાહ જોવી પડશે. કેમ કે 9 એપ્રિલે વકીલ સાબ થિયેટરમાં રિલીઝ થવાની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news