'Rahul Gandhi થી છોકરીઓ બચીને રહે, કારણ કે...', પૂર્વ સાંસદનું વિવાદિત નિવેદન 

કેરળ (Kerala) માં ચૂંટણીની ગરમાગરમી વચ્ચે ઈડુક્કીના પૂર્વ સાંસદ જોયસ જ્યોર્જે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) માટે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે એક ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે છોકરીઓએ રાહુલ ગાંધીથી બચીને રહેવું જોઈએ. કારણ કે તેઓ હજુ પણ અપરણિત છે. 
'Rahul Gandhi થી છોકરીઓ બચીને રહે, કારણ કે...', પૂર્વ સાંસદનું વિવાદિત નિવેદન 

ત્રિવેન્દમ: કેરળ (Kerala) માં ચૂંટણીની ગરમાગરમી વચ્ચે ઈડુક્કીના પૂર્વ સાંસદ જોયસ જ્યોર્જે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) માટે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે એક ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે છોકરીઓએ રાહુલ ગાંધીથી બચીને રહેવું જોઈએ. કારણ કે તેઓ હજુ પણ અપરણિત છે. 

રાજ્ય સરકારમાં મંત્રી અને સીપીએમ નેતા એમએમ મણિ માટે ચૂંટણી પ્રચાર કરતા પૂર્વ સાંસદ જોયસ જ્યોર્જે આ નિવેદન આપ્યું. તેમણે સંબોધન દરમિયાન કહ્યું કે રાહુલ ગાંધી હજુ પણ અપરણિત છે અને તેઓ ચર્ચા કરવા માટે ફક્ત છોકરીઓની કોલેજમાં જાય છે. જ્યોર્જે કહ્યું કે રાહુલ ગાંધી મુશ્કેલીઓ પેદા કરી શકે છે અને છોકરીઓએ તેમનાથી ડરવું જોઈએ. 

મંત્રીની સામે બગડ્યા બોલ
જોયસ જ્યોર્જ જ્યારે આ નિવેદન આપી રહ્યા હતાં ત્યારે કેરળ સરકારમાં ઉર્જા મંત્રી મણિ પણ મંચ પર બેઠા હતા. એટલું જ નહીં આ નિવેદન પર તેઓ હસતા જોવા મળ્યા. હવે કોંગ્રેસ આ નિવેદન બાદ કાળઝાળ થઈ ગઈ છે અને ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની વાત કરી રહી છે. 

— Congress Kerala (@INCKerala) March 30, 2021

અત્રે જણાવવાનું કે જ્યોર્જ જોયસ 2014માં અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. પરંતુ 2019ની ચૂંટણીમાં ઈડુક્કી સીટથી કોંગ્રેસ (Congress) ના ડીન કુરીકોસે તેમને હરાવ્યા હતા. કુરીકોસે કહ્યું કે આ નિવેદન વિરુદ્ધ અમે ફરિયાદ કરીશું. 

કોંગ્રેસ કરશે ફરિયાદ
કેરળ (Kerala) કોંગ્રેસે જોયસના નિવેદનને મહિલા વિરોધી ગણાવતા ફગાવ્યું છે. આ સાથે જ કહ્યું કે આવા નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં હવે સીપીએમ ચૂંટણી હારવા જઈ રહી છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતાએ આ નિવેદન પર સીતારામ યેચુરી અને મુખ્યમંત્રી પિનરાઈ વિજયન ઉપર પણ નિશાન સાધ્યું છે. 

કેરળમાં 6 એપ્રિલના રોજ 140 બેઠકો માટે મતદાન
અત્રે જણાવવાનું કે કેરળ વિધાનસભાની 141 બેઠકો છે. જેમાંથી 140 માટે મતદાન અને એક સીટ નોમિનેટેડ હોય છે. કેરળની 140 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે અને રાજ્યની તમામ બેઠકો માટે મતદાન 6 એપ્રિલે થશે. મતગણતરી 2જી મેના રોજ હાથ ધરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news