પીયૂષ ગોયલની જાહેરાત, Train-18 વંદે ભારત એક્સપ્રેસ તરીકે ઓળખાશે

બધુ જો બરાબર ચાલ્યું તો 7 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રેલગાડીને નવી દિલ્હી રેલવે સ્ટેશનથી લીલીઝંડી દેખાડીને રવાના કરશે

પીયૂષ ગોયલની જાહેરાત, Train-18 વંદે ભારત એક્સપ્રેસ તરીકે ઓળખાશે

નવી દિલ્હી : દેશની પહેલી સેમી બુલેટ ટ્રેન (Train-18) મુદ્દે મોટા સમાચાર આવી રહ્યા છે. રેલમંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, આ ટ્રેનને વંદે ભારત એક્સપ્રેસનાં નામથી ઓળખવામાં આવશે. આ ડ્રાઇવરલેસ ટ્રેનનું નિર્માણ મેક ઇન ઇન્ડિયા હેઠળ સંપુર્ણ સ્વદેશી રીતે કરવામાં આવ્યું છે. દેશનાં એન્જીનિયરોએ માત્ર 18 મહિનામાં આ ટ્રેનને તેયૈર કરી. ખુબ જ ઝડપથી આ ટ્રેન દિલ્હીથી વડાપ્રધાન મોદીનાં સંસદીય ક્ષેત્ર વારાણસી વચ્ચે દોડવાની છે. 

પીયૂષ ગોયલે કહ્યું કે, આ ટ્રેન સાબિત કરશે કે મેક ઇન ઇન્ડિયા હેઠળ વર્લ્ડ ક્લાસ ટ્રેન બનાવવામાં આવી શકે છે. રેલવે આ ગાડીને 07 ફેબ્રુઆરીને ચલાવવાની તૈયારી કરી રહી છે. સુત્રો અનુસાર બધુ જ ઠીક રહ્યું તો 7 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી આ રેલગાડીને નવી દિલ્હી રેલવે સ્ટેશનથી લીલી ઝંડી દેખાડીને રવાના કરશે. ગુરૂવારે થયેલી વરિષ્ઠ રેલવે અધિકારીઓની એક બેઠકમાં 7 ફેબ્રુઆરીએ Train-18ને ચલાવવાના મુદ્દે સંપુર્ણ તૈયારીઓ કરવા માટે કહેવામાં આવ્યું છે. 

— ANI (@ANI) January 27, 2019

નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર માર્બલ લગાવવાનું કામ ચાલી રહ્યું છે. આ કામને ઝડપથી પુર્ણ કરવાનાં નિર્દેશ અપાયા છે. આ ટ્રેનને ચલાવવા માટે કમિશ્નર રેલવે સેફ્ટીએ સામાન્ય સુધારાઓ સુચવ્યા હતા. આ સુધારાઓને પુર્ણ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. Train-18માં યાત્રા કરવા માટે યાત્રીઓને વધારે પૈસા ખર્ચવા પડશે. આ ગાડીને શતાબ્દી રેલગાડીનાં બદલે ચલાવવામાં આવશે. જો કે આ ગાડીનું ભાડુ શતાબ્દી રેલગાડીઓથી વધારે હશે. આ ગાડીનું ભાડુ ગતિમાન એક્સપ્રેસની નજીકનું હોઇ શકે છે. શતાબ્દી રેલગાડીઓની તુલનામાં ગતિમાન એક્સપ્રેસનું ભાડુ વધારે છે. 

ઉદાહરણ તરીકે ગતિમાન એક્સપ્રેસ દ્વારા દિલ્હી સુધીની યાત્રા માટે ચેરકાર માટેનું ભાડુ 750 રૂપિયા અને એક્ઝીક્યૂટિવ ક્લાસમાં 1495 રૂપિયાનું ભાડુ ચુકવવું પડતું હોય છે. બીજી તરફ ભોપાલ શતાબ્દીથી જો તમે દિલ્હીથી આગરા સુધીની યાત્રા કરો છો તો તમારે ચેરકાર શ્રેણી માટે 675 રૂપિયા તથા એક્ઝીક્યૂટિવ ક્લાસ માટે 1010 રૂપિયા ભાડુ ચુકવવું પડતું હોય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news