IAF Plane Crash: ગ્વાલિયર એરબેઝથી ઉડેલા 2 ફાઈટર વિમાનો હવામાં આગનો ગોળો બન્યા, એક મુરૈના અને બીજુ ભરતપુરમાં પડ્યું
આ ઘટનામાં એક પાયલટ શહીદ થયો છે. વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે. પીએમઓને અકસ્માતની જાણકારી આપવામાં આવી છે. બંને વિમાનોએ એમપીના ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. બાકીના બંને પાયલોટ સુરક્ષિત છે.
Trending Photos
Morena Jet Crash: ભારતીય વાયુસેના (IAF) એ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે રાજસ્થાનના ભરતપુરમાં તેમનું કોઈ હેલિકોપ્ટર ક્રેશ થયું નથી. તેમના તમામ હેલિકોપ્ટર સુરક્ષિત છે. શક્ય છે કે મધ્યપ્રદેશના મુરેનામાં પ્લેન ક્રેશ થયા બાદ આ એરક્રાફ્ટનો કાટમાળ ભરતપુરમાં પડ્યો હોય. જો કે, આ અંગે કોઈ કંન્ફોર્મ ન્યૂઝ નથી. એરફોર્સે ભરતપુરમાં પ્લેન ક્રેશ થયાની વાતને નકારી કાઢી છે. મધ્યપ્રદેશના મુરેનામાં વાયુસેનાના બે વિમાન ક્રેશ થયા છે. આ ઘટનામાં એક પાયલટ શહીદ થયો છે. વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે. પીએમઓને અકસ્માતની જાણકારી આપવામાં આવી છે. બંને વિમાનોએ એમપીના ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. બાકીના બંને પાયલોટ સુરક્ષિત છે.
#WATCH | Rajasthan, Bharatpur | Wreckage of jet seen. Earlier report as confirmed by Bharatpur District Collector Alok Ranjan said charter jet, however, defence sources confirm IAF jets have crashed in the vicinity. Therefore, more details awaited. pic.twitter.com/005oPmUp6Z
— ANI (@ANI) January 28, 2023
#Breaking: An Indian Army helicopter crashed near #Pingora area of #Uchain, #Bharatpur, #Rajasthan officially confirmed awaiting...pic.twitter.com/CAcQCj9ZYr
— Wᵒˡᵛᵉʳᶤᶰᵉ Uᵖᵈᵃᵗᵉˢ𖤐 (@W0lverineupdate) January 28, 2023
भरतपुर -पिंगोरा रेलवे स्टेशन के निकट उच्चैन थाना इलाके के गांव चक नगला बीजा के पास सेना का विमान क्रश होने की सूचना मिल रही है #bharatpurplanecrash #bharatpur #Rajasthan #RajasthanNews pic.twitter.com/djrDXw0a7i
— DINESH SHARMA (@medineshsharma) January 28, 2023
ભરતપુરમાં થયો નથી અકસ્માત
જણાવી દઈએ કે મોરેના દુર્ઘટના બાદ ભારતીય વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે. કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. એવી આશંકા છે કે મોરેનામાં થયેલા વિમાન દુર્ઘટનાનો કાટમાળ રાજસ્થાનના ભરતપુર પાસે પડ્યો છે. ક્રેશ થયેલા પ્લેનનો કાટમાળ પિંગોરા રેલવે સ્ટેશન પાસે પડ્યો હતો.
મોરેનામાં 2 ફાઈટર જેટ થયા ક્રેશ
તમને જણાવી દઇએ કે આ ઘટના મોરેનાના પહાડગઢ વિસ્તારમાં બની હતી. અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી. મોરેનાના પહાડગઢ વિસ્તારમાં ફાઈટર જેટનો કાટમાળ દૂર દૂર સુધી ફેલાઈ ગયો હતો. બંને લડાકુ વિમાનોએ ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. ગ્વાલિયરથી મોરેનાનું અંતર માત્ર 40 કિલોમીટર છે. એટલે કે, ટેકઓફ થયાના થોડી જ વારમાં બંને પ્લેન અકસ્માતનો ભોગ બન્યા છે.
એરફોર્સે અકસ્માતનું કર્યું ખંડન
જો કે આ પહેલા રાજસ્થાનના ભરતપુરથી સમાચાર આવ્યા હતા કે એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ દુર્ઘટનાનો શિકાર બન્યું છે. તેનો કાટમાળ પિંગોરા રેલવે સ્ટેશન પાસે પડ્યો છે. જોકે, ભારતીય વાયુસેનાએ હવે આ વાતને નકારી કાઢી છે અને કહ્યું છે કે તેમનું એકપણ વિમાન ભરતપુરમાં ક્રેશ થયું નથી.
મધ્ય પ્રદેશમાં સુખોઈ-30 અને મિરાજ 2000 ક્રેશ
મધ્યપ્રદેશના મુરેનામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં વાયુસેનાના બે ફાઈટર જેટ સુખોઈ-30 અને મિરાજ 2000 ક્રેશ થયા હતા. માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને વિમાનોએ મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી, જ્યાં ટ્રેનિંગ ચાલી રહી હતી.
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ યુપીના આગ્રાથી ઉડતું હેલિકોપ્ટર રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉચૈન વિસ્તારમાં ક્રેશ થયું હતું. રહેણાંક વિસ્તારમાં આ પ્લાન ક્રેશ થયા નથી. જિલ્લા કલેક્ટર આલોક રંજને જણાવ્યું કે, ભરતપુરમાં એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયું. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
આ પણ વાંચો: Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: Ghee purity: શું તમારો પરિવાર પણ બનાવટી ઘી ખાય છે? આ સરળ રીતે ઓળખો
આ પણ વાંચો: બાસમતી ચોખા ખાશે ચાડી : આ રીતે કરો ઓળખ, સરકારે નક્કી કર્યા ધારા ધોરણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે