આ કોઈ રાજીનામું નહીં પણ હતો 'માસ્ટરસ્ટ્રોક'! શરદ પવારે એક તીરથી 3 નિશાન સાધ્યા, NCPના 'સુપર બોસ'

રાજીનામું એ ભારતમાં રાજનીતિક નેતાઓ દ્વારા વિદ્રોહને કચડવા માટે ઉપયોગમાં લેવાતી એક ચાલ છે. પરંતુ જે રીતે શરદ પવારે આ સોગઠી ફેંકીને બાજી પલટી તેવી આજ સુધી કોઈ કરી શક્યું હોય તેવું લાગતું નથી. મંગળવારે શરદ પવારે જાહેરાત કરી કે તેઓ એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી રહ્યા છે. આ જાહેરાત પાર્ટી અને હરીફો માટે એક ઝટકો હતી.

આ કોઈ રાજીનામું નહીં પણ હતો 'માસ્ટરસ્ટ્રોક'! શરદ પવારે એક તીરથી 3 નિશાન સાધ્યા, NCPના 'સુપર બોસ'

રાજીનામું એ ભારતમાં રાજનીતિક નેતાઓ દ્વારા વિદ્રોહને કચડવા માટે ઉપયોગમાં લેવાતી એક ચાલ છે. પરંતુ જે રીતે શરદ પવારે આ સોગઠી ફેંકીને બાજી પલટી તેવી આજ સુધી કોઈ કરી શક્યું હોય તેવું લાગતું નથી. મંગળવારે શરદ પવારે જાહેરાત કરી કે તેઓ એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી રહ્યા છે. આ જાહેરાત પાર્ટી અને હરીફો માટે એક ઝટકો હતી. ત્યારબાદ જે થયું બુધવાર અને ગુરુવારે...એનસીપી ભાવનાઓના સેલાબમાં જાણે વહી ગઈ અને શરૂ થયો અન્ય રાજીનામા, આત્મદાહના પ્રયત્નો, આંસુ અને અધ્યક્ષ બની રહેવાની અપીલોનો દોર. 

રાજીનામું પાછું ખેચાયું
શુક્રવારે શરદ પવારના વારસદારનો નિર્ણય લેવા માટે પાર્ટીની કોર કમિટીની એક બેઠક થઈ. બેઠકમાં પ્રસ્તાવ પસાર કરીને પાર્ટીનું અધ્યક્ષ પદ છો઼ડવાના શરદ પવારના નિર્ણયને ફગાવવામાં આવ્યોય પવારે થોડી ભાવુકતાનો પરિચય આપતા જાહેરાત કરી કે બધી વાતો પર વિચાર કરતા કહ્યું કે બધાની વાતો પર વિચાર કરીને તેમણે અધ્યક્ષ પદ પર જળવાઈ રહેવાનો નિર્ણય લીધો છે. 

શરદ પવારે મેળવ્યા આ 3 લક્ષ્ય
ત્રણ દિવસમાં 82 વર્ષના શરદ પવારે દેખાડી દીધુ કે આખરે તેઓ રાજકારણમાં 50થી વધુ વર્ષોથી કેમ જીવિત છે. રાજીનામાના બ્રહ્માસ્ત્રથી તેમણે 3 લક્ષ્ય સાંધી લીધા- અજીત પવારે હવે વિદ્રોહ  કરવા માટે વધુ જોર લગાવવું પડશે, શરદ પવારની પુત્રી સુપ્રીયા સુલે માટે પાર્ટીની ગાદી મેળવવાનો રસ્તો સાફ છે, વિરોધીઓને પણ સંદેશો આપી દેવાયો છે કે એનસીપીનો અસલ બોસ કોણ છે. 

અજીત પવાર માટે હવે આગામી બળવાનું નેતૃત્વ કરવું ખુબ મુશ્કેલ લાગી રહ્યું છે. કારણ કે બહુ ઓછા એનસીપી વિધાયકો તેમની સાથે જવા માટે તૈયાર હશે. પાર્ટીમાં વરિષ્ઠ, લાંબા સમયથી પવારના વફાદાર, રહેતા લોકો આમ પણ સુલે સાથે વધુ સહજ છે. 

સમજી વિચારેલી સ્ક્રિપ્ટ
શરદ પવાર સરળતાથી ભાવનાઓમાં વહી જાય તેવી વ્યક્તિ નથી. તેઓ સ્પષ્ટ રીતે જાણતા હતા કે તેમણે અચાનક રાજીનામાની જાહેરાત કરી છે તો હવે આગળ સ્ક્રિપ્ટ કેવી રીતે લખવાની છે. એનસીપીના એક અંદરના સૂત્રએ કહ્યું કે એનસીપીની અંદર અશાંતિની વધતી અફવાઓ અને પાર્ટી તથા તમના પરિવાર વચ્ચે મતભેદો શાંત કરવા માટ પવારે બધુ જાહેર ડોમિનમાં નાખવાનો નિર્ણય કર્યો. અજી પવાર વિરુદ્ધ જયંત પાટિલનો ઝઘડો જગજાહેર છે. પરંતુ મોટી ચિંતા અજીત પવારની સંગઠન પર નિયંત્રણ રાખવાની મહત્વકાંક્ષા હતી. 

શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે એ વાત પર ભાર મૂક્યો કે એનસીપી નેતા નહતા ઈચ્છતા કે તેઓ જતા રહે. પરંતુ આ સાથે જ તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે રાહુલ ગાંધી અને સીતારામ યેચુરી જેવા અન્ય પક્ષોના નેતાઓએ તેમને રહેવા માટે  કહ્યું છે. આ સંદેશ પૂરતો હતોકે એનસીપીમાં તેમના જેવું કોઈ નથી. 

સુપ્રીયા સુલે માટે હવે રસ્તો સરળ
સુપ્રીયા સુલેનું નામ હવે પાર્ટી અધ્યક્ષ તરીકે આગળ કરી શકાય તેમ છે અને મુખ્યમંત્રીના દાવેદાર તરીકે પણ. તેઓ એનસીપીની સહયોગી શિવસેના (યુબીટી) અને કોંગ્રેસને પણ સ્વીકાર્ય છે. જ્યારે અજીત જેમનું 2019ના પરિણામ બાદ ભાજપ સાથે જવું એ તેમને પર ભારે પડી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news