ત્રિપુરા CM બિપ્લવ દેવનો જન્મ ભારતમાં જ થયો છે, બાંગ્લાદેશમાં નહી: સ્પષ્ટતા કરાઇ

CM કાર્યાલયના અધિકારીના અનુસાર મુખ્યમંત્રી બિપ્લવ દેવનો જન્મ 25 ડિસેમ્બર, 1971ના રોજ ત્રિપુરાના ગોમતી જિલ્લાના જામજુરીમાં થયો હતો

ત્રિપુરા CM બિપ્લવ દેવનો જન્મ ભારતમાં જ થયો છે, બાંગ્લાદેશમાં નહી: સ્પષ્ટતા કરાઇ

અગરતલા : ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવનો જન્મ ભારતમાં થયો હતો, બાંગ્લાદેશમાં નહી. ગત્ત દિવસોમાં વિકિપીડિયા પેજને ઘણીવાર સંપાદિત કરીને તેમનું જન્મ સ્થાન બાંગ્લાદેશ કરી દેવાયું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ આ સ્પષ્ટીકરણ કર્યું છે. દેવનો જન્મ 25 નવેમ્બર, 1971ના રોજ ત્રિપુરાના ગોમતી જિલ્લાનાં જામમુરીમાં થો હતો. મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર સંજોય મિશ્રાએ કહ્યું કે, અમે જોયું કે 2 ઓગષ્ટથી મુખ્યમંત્રીના પ્રોફાઇલ પેજ પર કેટલીક ત્રુટીપુર્ણ તથ્યો જોડવામાં આવ્યો છે. આ એક તોફાની હરકત હતી. 

મિશ્રાએ કહ્યું કે, બે ઓગષ્ટ અને ચાર ઓગષ્ટ વચ્ચે વીકિપીડિયા પેજ પર ઘણીવાર સંપાદન કરીને દેવના જન્મ સ્થળમાં પરિવર્તન કરવામાં આવ્યું. દેવના પિતા હીરૂધન દેવનાં નાગરિકા પ્રમાણપત્ર અનુસાર 27 જુન 1967થી દેશના નાગરિક છે. મીડિયામાં અપાયેલ પ્રમાણપત્ર પરથી જાણવા મળે છે કે હીરુધન દેવ જામપુરીના નિવાસી હતા અને તે વ્યવસાતે ખેડૂત હતા. 

મિશ્રાએ કહ્યું કે, સરકાર મુખ્યધારા સાથે જ સોશ્યલ મીડિયાની આઝાદીમાં વિશ્વાસ ધરાવે છે, કારણ કે આ લોકશાહીનો ચોથો સ્તંભ છે. તેમણે કહ્યું કે, પરંતુ અમે ઇચ્છી છીએ કે આવી તોફાની ગતિવિધિઓ અટકાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્વનિયમ તંત્ર અપનાવે. અમે તે પણ જોયું છે કે સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રીની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે વાંછનીય નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news