Tripura: માણિક સાહાના હાથમાં ફરી ત્રિપુરાની કમાન, પહેલીવાર રાજ્યમાં બિન ડાબેરી સરકારની વાપસી

Tripura News: ત્રિપુરામાં માણિક સાહાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેઓ બીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. અગરતલાના વિવેકાનંદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા.

Tripura: માણિક સાહાના હાથમાં ફરી ત્રિપુરાની કમાન, પહેલીવાર રાજ્યમાં બિન ડાબેરી સરકારની વાપસી

Tripura News: ત્રિપુરામાં માણિક સાહાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેઓ બીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. અગરતલાના વિવેકાનંદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. અત્રે જણાવવાનું કે 60 સભ્યોવાળી ત્રિપુરા વિધાનસભામાં ભાજપે 32 સીટ પર જીત મેળવી છે. જ્યારે સહયોગી ઈન્ડિજેનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (આઈપીએફટી)ને એક સીટ મળી છે. 

— ANI (@ANI) March 8, 2023

પહેલીવાર રાજ્યમાં બિન ડાબેરી સરકારની વાપસી
શપથ ગ્રહણ સમારોહના એક દિવસ પહેલા ત્રિપુરા શાખાના મુખ્ય પ્રવક્તા સુબ્રત ચક્રવર્તીએ કહ્યું કે છેલ્લા 3 દાયકાઓમાં એવું પહેલીવાર બન્યું કે ત્રિપુરામાં કોઈ બિન ડાબેરી સરકારે સત્તામાં વાપસી કરી. અમને આશા છે કે બીજીવાર સત્તામાં આવેલી ભાજપ સરકાર જનતાની આકાંક્ષાઓને પૂરી કરશે. 

— ANI (@ANI) March 8, 2023

નોંધનીય છે કે 1988માં કોંગ્રેસ-ટીયૂજેએસએ ડાબેરી પક્ષોને હરાવીને ત્રિપુરામાં સરકાર બનાવી હતી. પરંતુ આ ગઠબંધન વર્ષ 1993માં ડાબેરી પક્ષો સામે હારી ગયું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news