2 વાઘ વચ્ચે એક વાઘણના પ્રેમ માટે ખેલાયો ખરાખરીનો જંગ, કોણ જીત્યું તેના માટે જુઓ Video

જે રીતે માણસોમાં પોતાના પ્રેમી કે પ્રેમિકાને આકર્ષવા કે પામવા માટે ભાત ભાતની રીત અજમાવતા હોય છે. બરાબર તે જ રીતે જાનવરોમાં પણ એ જ પ્રકારની પ્રકૃતિ જોવા મળતી હોય છે. હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

2 વાઘ વચ્ચે એક વાઘણના પ્રેમ માટે ખેલાયો ખરાખરીનો જંગ, કોણ જીત્યું તેના માટે જુઓ Video

નવી દિલ્હી: જે રીતે માણસોમાં પોતાના પ્રેમી કે પ્રેમિકાને આકર્ષવા કે પામવા માટે ભાત ભાતની રીત અજમાવતા હોય છે. બરાબર તે જ રીતે જાનવરોમાં પણ એ જ પ્રકારની પ્રકૃતિ જોવા મળતી હોય છે. હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વાઘણને ઈમ્પ્રેસ કરવા માટે બે વાઘ જે પ્રકારે ઝઘડી રહ્યા છે તે જોઈને તમારા રૂવાડાં ઊભા થઈ જશે. 

આપણે અનેકવાર જોયું હોય છે કે કોલેજોમાં યુવકો યુવતીને આકર્ષવાના ચક્કરમાં અનેક યુક્તિઓ અજમાવતા હોય છે. એક જ યુવતીને એક કરતા વધુ યુવકો ઈમ્પ્રેસ કરવાની મથામણ કરતા જોવા મળતા હોય છે. આવું જ કઈક જાનવરોમાં જોવા મળ્યું. બે વાઘ એક જ વાઘણને પ્રેમ કરી બેઠા અને પછી તે વાઘણને પામવા માટે ખરાખરીના જંગ પર ઉતરી આવ્યા. 

વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે જંગલમાં એક વાઘણને ઈમ્પ્રેસ કરવા માટે બે વાઘ લડી પડે છે. લાંબા સમય સુધી ફાઈટ ચાલે છે. વાઘણ દૂર ઊભી રહીને આ જોતી રહે છે. ખુબ લાંબી મથામણ બાદ અંતે એક વાઘની જીત થાય છે. એક વાઘણ માટે આ રીતે લડાઈનો વીડિયો જેણે જોયો તેના રૂવાડાં ઊભા થઈ ગયા. 

— Susanta Nanda IFS (@susantananda3) April 28, 2022

સામાન્ય રીતે આવો નજારો ભાગ્યે જોવા મળતો હોય છે. આ વીડિયોને આઈએફએસ અધિકારી સુશાંત નંદાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે જ તેમણે  કેપ્શનમાં લખ્યું કે 'બે વ્યક્તિ એક મહિલા માટે લડી પડે છે. જેવું અપેક્ષિત છે તેમ શક્તિશાળી પુરુષ જંગ જીતે છે અને રાણીને મેળવી લે છે.' 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news