UBERમાં બેઠેલી મહિલા સામે જ ડ્રાઇવરે કર્યું ગંદુ કામ: મહિલાની મદદે ન આવ્યું કોઇ
મહિલા એકલી જ ડ્રાઇવર સાથે વિવાદ કરતી જોવા મળી અને લોકો ઉભા ઉભા તમાશો જોઇ રહ્યા હતા
- અંધેરી ઇસ્ટ વિસ્તારમાં ડ્રાઇવરની અશ્લીલ હરકત
- લોકો તમાશો જોતા રહ્યા પણ મદદે કોઇ ન આવ્યું
- મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી
Trending Photos
મુંબઇ : ઉબર કેબમાં મુસાફરી કરી રહેલ એક મહિલાએ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. ઘટના શુક્રવાર સવારની છે. મહિલાએ જણાવ્યું કે, શુક્રવારે સવારે તેણે MH 03 CH 1124 નંબરની ઉબર કેબ બુક કરાવી હતી. જ્યારે પોણા અગિયાર વાગ્યે તે મુંબઇની અંધેરી ઇસ્ટ વિસ્તારમાં પહોંચી, ડ્રાઇવરે પેંટની ચેન ખોલીને અશ્લીલ હરકત ચાલુ કરી દીધી. રૂપા (નામ બદલ્યું છે)એ જણાવ્યું કે જ્યારે ટ્રાફીક સિગ્નલ પર ઉભી હતી. દરમિયાન ડ્રાઇવરે હસ્તમૈથુન કરવાનું ચાલુ કરી દીધું હતું.
રૂપાએ કહ્યું કે, હું તરત જ ગાડીની બહાર નિકળી ગઇ હતી અને ટ્રીપ પુરી કરવા માટે જણાવ્યું હતું. તે ગાળ આપતો બહાર આવ્યો અને મને પુછવા લાગ્યો કે શું થયું? મે કહ્યું તને નથી ખબર કે શું થયું ? તુ ઇચ્છે છે કે હું બુમો પાડીને ટોળું ભેગુ કરૂ અને તેમને જણાવું કે તુ શું કરી રહ્યો હતો. ત્યાર બાદ તે ગુસ્સાથી મહિલા તરફ આગળ વધ્યો અને તેને ધક્કા મારવા લાગ્યો હતો અને ભાડું માંગવા લાગ્યો હતો. મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, તે સમયે ટ્રાફીક પોલીસનો એક પણ જવાન ત્યાં હાજર નહોતો. મહિલા એકલી જ ડ્રાઇવર સામે લડી રહી હતી. જ્યારે પાસે ઉભેલા લોકો તમાશો જોઇ રહ્યા હતા.
જો કે લોકો એકત્ર થતા તે પણ ગભરાઇ ગયો હતો અને તેણે મને ભાડુ કહી દીધું. હું ભાડા કરતા વધારે નાણા ચુકવીને ત્યાંથી નિકળી ગઇ હતી. મે ગાડીનો નંબર નોંધી લીધો હતો તેથી ઉબર અને પોલીસ બંન્ને સમક્ષ ફરિયાદ દાખલ કરાવી છે. રૂપાએ ઉબરને મેઇલ કર્યો પરંતુ તે ડિલિવર થઇ શક્યો નહોતો. જો કે ચોંકાવનારી વાત છે કે મુંબઇનો ભરચક વિસ્તાર હોવા છતા પણ મહિલાને મદદે કોઇ આવ્યું નહોતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે