હવે 4 વર્ષના ગ્રેજ્યુએશન બાદ તમે ડાયરેક્ટ કરી શકશો PhD, બસ પુરી કરવી પડશે આ શરત

PhD Just After Graduation: અત્યાર સુધી નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) માટે ઉમેદવારે ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી હોવી જરૂરી હતી. પરંતુ હવે વિદ્યાર્થીઓ 4 વર્ષ ગ્રેજ્યુએશન ડિગ્રી લીધા પછી સીધા જ પીએચડી કરી શકશે.

હવે 4 વર્ષના ગ્રેજ્યુએશન બાદ તમે ડાયરેક્ટ કરી શકશો PhD, બસ પુરી કરવી પડશે આ શરત

University Grants Commission: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના અધ્યક્ષ જગદીશ કુમારના જણાવ્યા અનુસાર ચાર વર્ષના ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ હવે ડાયરેક્ટ નેટમાં બેસી શકે છે અને પીએચડી કરી શકે છે. જો કે, જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) સાથે અથવા તેના વિના પીએચડી કરવા માટે ઉમેદવારોએ તેમના ચાર વર્ષના સ્નાતક અભ્યાસક્રમમાં ઓછામાં ઓછા 75 ટકા ગુણ અથવા તેની સમકક્ષ ગ્રેડ હોવો જરૂરી રહેશે.

અત્યાર સુધી નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) માટે ઉમેદવારે ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી હોવી જરૂરી હતી. પરંતુ હવે વિદ્યાર્થીઓ 75% સાથે 4 વર્ષની ગ્રેજ્યુએશન ડિગ્રી પછી સીધા જ પીએચડી કરી શકે છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના અધ્યક્ષ જગદીશ કુમારે જણાવ્યું હતું કે, "ચાર વર્ષની ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા ઉમેદવારો હવે સીધા જ પીએચડી કરી શકે છે અને NET માટે હાજર રહી શકે છે. આવા ઉમેદવારોને તે વિષયમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે, જેમાં તેઓ પીએચડી કરવા માંગે છે. પછી ભલે તેમણે કોઈ પણ વિષયમાં ચાર વર્ષનું ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી હોય.

UGC ચેરમેને જણાવ્યું હતું કે, "ચાર-વર્ષ અથવા આઠ-સેમેસ્ટરના ગ્રેજ્યુએટ ડિગ્રી કાર્યક્રમને અનુસરતા ઉમેદવારો પાસે પોઈન્ટ સ્કેલ પર ઓછામાં ઓછા 75 ટકા અથવા તેના સમકક્ષ ગ્રેડ હોવો આવશ્યક છે જ્યાં ગ્રેડિંગ સિસ્ટમ અનુસરવામાં આવે છે. 

તેમણે કહ્યું કે, SC, ST, OBC (નોન-ક્રીમી લેયર), દિવ્યાંગ, આર્થિક રીતે નબળા (EWS) અને અન્ય કેટેગરીના ઉમેદવારો માટે UGC દ્વારા સમયાંતરે નક્કી કરવામાં આવેલા પાંચ ટકા ગુણ અથવા તેના સમકક્ષ ગ્રેડમાં છૂટછાટ આપવામાં આવી શકે છે .

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news