UIDAIની કડક કાર્યવાહી: એરટેલનું eKYC લાઇસન્સ સસ્પેંડ કર્યું

કંપનીએ સિમકાર્ડનાં વેરિફિકેશન માટે આવનારા ગ્રાહકોનાં એરટેલ પેમેન્ટ બેંકનાં ખાતાઓ પણ ખોલી નાખ્યા

UIDAIની કડક કાર્યવાહી: એરટેલનું eKYC લાઇસન્સ સસ્પેંડ કર્યું

નવી દિલ્હી : આધાર ઇશ્યુ કરનાર સંસ્થા UIDAIએ ભારતી એરટેલ તથા એરટેલ પેમેન્ટ બેંક વિરુદ્દ આકરી કાર્યવાહી કરતા તેનાં ઇ કેવાઇસી લાઇસન્સ અસ્થાયી રીતે રદ્દ કરી દીધા છે. એરટેલ તથા એરટેલ પેમેન્ટ બેંક હવે ઇ કેવાઇસી દ્વારા પોતાનાં ગ્રાહકોનાં સિમ કાર્ડને આધાર દ્વારા સ્થાપિત નહી કરી શકે. આ પ્રકારે તેને પોતાની પેમેન્ટ બેંક ગ્રાહકોની ખાત્રી માટે પણ ઇ કેવાઇસી પ્રક્રિયા કરતા અટકાવી દેવામાં આવ્યા છે. ભારતીય ખાસ પ્રાધિકરણે આ કાર્યવાહી ભારતી એરટેલ પર આધાર ઇ કેવાઇસી આધારીત સિમ સ્થાપનની પ્રક્રિયાનાં દુરૂપયોગનાં આરોપોનાં કારણે કરી હતી.

આરોપ છે કે એરટેલે પોતાનાં ગ્રાહકોની સંમતી લીધા વગર જ ખાતા ખોલી દીધા, જ્યારે તેઓ પોતાનાં સિમનાં આધાર આધારિત કેવાઇસી કરાવવા માટે આવતા હતા. સાથે જ યુઆઇડીએઆઇ આ આરોપોને ગંભીર રીતે લઇને કાર્યવાહી કરી હતી. કંપનીએ આ પેમેન્ટ બેંક ખાતાઓને એલપીજી રસોઇ ગેસ પ્રાપ્ત કરવા માટે પણ પણ લિંક કરવા જઇ રહી છે. માહિતગાર સુત્રો અનુસાર UIDAIએ એક કામચલાઉ આદેશમાં કહ્યું કે, ભારતી એરટેલ લિમિટેડ તથા એરટેલ પેમેન્ટ્સ બેંકની ઇ કેવાઇસી લાઇસન્સની પ્રક્રિયાને હાલ અટકાવી દેવાઇ છે.

જેનો સીધો અર્થ છે કે એરટેલ હાલમાં પોતાનાં પોતાનાં ગ્રાહકોનાં સિમકાર્ડને તેનાં આધાર સાથે લિંક કરવા માટે યૂઆઇડીએઆઇની ઇ કેવાઇસી પ્રક્રિયાનો ઉપયોગ નહી કરી શકે. આ સાથે જે એરટેલ પેમેન્ટ્સ બેંક આધાર ઇ કેવાઇસી દ્વારા નવા ખાતાઓ પણ નહી ખોલી શકે. જો કે તેનાં માટે અન્ય જરૂરી માઆધ્યમોનો ઉપયોગ પણ કરવામાં આવી શકશે.

એરટેલનાં પ્રવક્તાએ પણ આ સમાચારની પૃષ્ટી કરી હતી. આ સસ્પેન્શન એટેલ પેમેન્ટ્સ બેંક સાથે ગ્રાહકોને જોડવાની પ્રક્રિયા મુદ્દે સંતુષ્ટ થવા સુધી કર્યું છે. પ્રવક્તાએ આશા વ્યક્ત કરી કે આ મુદ્દે ઝડપી કોઇ ઉકેલ લાવવામાં આવશે. તેમણે કહ્યું કે, કંપની આ અંગે પગલા ઉઠાવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news