UP Election: અખિલેશ યાદવ ક્યાંથી લડશે વિધાનસભાની ચૂંટણી, સામે આવી ગયું સીટનું નામ

યુપી વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) માં પ્રથમ તબક્કાના મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ તમામ પક્ષો પણ તેમના કાર્ડ ખોલી રહ્યા છે. હવે સમાજવાદી પાર્ટીએ યુપીની તે સીટ અંગે સંકેત આપ્યા છે.

UP Election: અખિલેશ યાદવ ક્યાંથી લડશે વિધાનસભાની ચૂંટણી, સામે આવી ગયું સીટનું નામ

લખનઉ: યુપી વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) માં પ્રથમ તબક્કાના મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ તમામ પક્ષો પણ તેમના કાર્ડ ખોલી રહ્યા છે. હવે સમાજવાદી પાર્ટીએ યુપીની તે સીટ અંગે સંકેત આપ્યા છે, જ્યાંથી સીએમ ઉમેદવાર કહેવાતા પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav) ચૂંટણી લડી શકે છે.

મૈનપુરીની કરહાલ સીટ પરથી લડી શકે છે  ચૂંટણી
સૂત્રોના જણાવ્યા અનુસાર અખિલેશ યાદવ (Akhilesh Yadav) મૈનપુરી (Mainpuri) ની કરહાલ (Karhal) સીટ પરથી ચૂંટણી લડી શકે છે. આ બેઠક યાદવ પ્રભુત્વવાળી માનવામાં આવે છે અને અહીં સમાજવાદી પાર્ટીનું પ્રદર્શન મોટાભાગે શાનદાર રહ્યું છે.

કરહાલમાં 20 ફેબ્રુઆરીએ મતદાન થશે
ત્રીજા તબક્કામાં મૈનપુરીની કરહાલ સીટ પર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યાં 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે નોમિનેશનની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ સીટ પર અખિલેશ યાદવની ચૂંટણી લડવાની જાહેરાત 26 જાન્યુઆરી પછી કરવામાં આવશે.

જૂની પેન્શન સિસ્ટમ પુનઃસ્થાપિત કરવાનું વચન
જણાવી દઈએ કે અખિલેશ યાદવે (Akhilesh Yadav) વચન આપ્યું છે કે જો સમાજવાદી પાર્ટી (Samajwadi Party) ની સરકાર બનશે તો તેઓ સરકારી કર્મચારીઓ માટે 2005 પહેલાની જૂની પેન્શન સિસ્ટમ પુનઃસ્થાપિત કરશે. આ માટે જરૂરી ભંડોળની પણ વ્યવસ્થા કરવામાં આવશે. અખિલેશના કહેવા પ્રમાણે, આ નિર્ણયથી રાજ્યના લગભગ 12 લાખ કર્મચારીઓને ફાયદો થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news