રામ મંદિર અંગે યોગીએ બનાવી છે મોટી યોજના, દિવાળીમાં મળશે ભેટ: ભાજપ

રામ મંદિર મુદ્દે ચર્ચા કરતા મહેન્દ્ર નાથે શુક્રવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીનુ નામ લઇને કહ્યું કે, દિવાળીમાં મોટા નિર્ણય તરફ ઇશારો કર્યો હતો

રામ મંદિર અંગે યોગીએ બનાવી છે મોટી યોજના, દિવાળીમાં મળશે ભેટ: ભાજપ

લખનઉ : રામ મંદિર નિર્માણ મુદ્દે આવી રહેલા નિવેદનો વચ્ચે વિમાસણની પરિસ્થિતી પેદા થઇ છે. આરએસએસ સતત ભાજપ પર અધ્યાદેશ લાવવા માટેનું દબાણ કરી રહ્યું છે. બીજી તરફ ભાજપ સુપ્રીમનાં ચુકાદાની રાહ જોઇ રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. જો કે બીજી તરફ આ કડીમાં ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડેયનું નામ પણ જોડાઇ ચુક્યું છે. રામ મંદિર મુદ્દે ચર્ચા કરતા મહેન્દ્ર નાથે શુક્રવારે ઉત્તર પ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથનું નામ લઇને ઝડપથી લેનારા કોઇ મોટા નિર્ણય તરફ ઇશારો કર્યો. 
yogi adityanath zee news के लिए इमेज परिणाम
મહેન્દ્રનાથ પાન્ડેયે કહ્યું કે, યોગી આદિત્યનાથ પ્રદેશના મુખ્યમંત્રી હોવાની સાતે સાથે ઘણા મોટા સંત પણ છે. નિશ્ચિત રીતે તેમણે અયોધ્યા માટે યોજના બનાવી છે. દિવાળી આવવા દો અને ખુશખબરીની રાહ જુઓ. પાન્ડેયે કહ્યું કે, જો આ યોજના મુખ્યમંત્રીના હાથે સામે આવશે તો સારૂ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે જ ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને સંઘના સર કાર્યવાહક ભૈય્યાજી જોશીની વચ્ચે રામ મંદિર મુદ્દે મુલાકાત યોજાઇ હતી. 
bhaiyyaji joshi zee news के लिए इमेज परिणाम
સમગ્ર દેશમાં સંઘના કાર્યોમાં ઝડપ આવી
આ મુલાકાત બાદ સર કાર્યવાહક બૈય્ચાજી જોશીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, શાહ અને સંઘના નેતાઓ વચ્ચે કાર્યોની સમીક્ષા કરવામાં આવી. તેમણે કહ્યું કે, છેલ્લા 6 વર્ષોથી સમગ્ર દેશમાં સંઘના કાર્યોમાં વધારો થયો છે. ગત્ત વર્ષની તુલનાએ આ વર્ષે સંઘની શાખાઓમાં 2200નો વધારો થયો છે. તેમણે જણાવ્યું કે, એક વર્ષમાં દેશના અલગ અલગ હિસ્સાઓમાં સંઘના કાર્યક્રમોમાં એક લાખ સેવકોની સંખ્યામાં વધારો થયો છે. 

સુપ્રીમ કોર્ટને સમજવી જોઇએ પક્ષની ભાવનાઓ
પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા ભૈય્યાજીએ કહ્યું કે, ભગવાન રામ દરેક સ્થળ પર છે, કોઇ આ વાતને સ્વિકારે કે ન સ્વિકારે. રામ મંદિર નિર્માણ મુદ્દે વાતચીત કરતા તેમણે કહ્યું કે, રામ મંદિર નિર્માણ મુદ્દે સુપ્રીમ કોર્ટે હિન્દૂ પક્ષની ભાવનાઓને પણ સમજવી જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news