UP Election Phase 6 Live Updates: 10 જિલ્લાની 57 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન, મંત્રી જય પ્રતાપ સિંહે કહ્યું- 'અમે 300થી વધુ બેઠકો જીતીશું'

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.

UP Election Phase 6 Live Updates: 10 જિલ્લાની 57 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન, મંત્રી જય પ્રતાપ સિંહે કહ્યું- 'અમે 300થી વધુ બેઠકો જીતીશું'

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. મતદાન પર નજર રાખવા માટે ચૂંટણી પંચે 56 સામાન્ય પ્રેક્ષક, 10 પોલીસ પ્રેક્ષક અને 18 વ્યય પ્રેક્ષક તૈનાત કર્યા છે. આ ઉપરાંત 1680 મેજિસ્ટ્રેટ, 228 ઝોનલ મેજિસ્ટ્રેટ, 173 સ્ટેટિક મેજિસ્ટ્રેટ તથા 2137 માઈક્રો ઓબ્ઝર્વર પણ તૈનાત કર્યા છે. રાજ્ય સ્તરે એક વરિષ્ઠ સામાન્ય પ્રેક્ષક, એક વરિષ્ઠ પોલીસ પ્રેક્ષક અને બે વરિષ્ઠ વ્યય પ્રક્ષક પણ તૈનાત કરવામાં આવ્યા છે. 

યુપી સરકારમાં મંત્રી જય પ્રતાપ સિંહે કર્યું મતદાન
યુપી સરકારમાં મંત્રી જય પ્રતાપ સિંહે સિદ્ધાર્થનગરમાં મતદાન કર્યું. તેમણે કહ્યું કે અમે 300 કરતા વધુ બેઠકો જીતીશું. 

जय प्रताप सिंह ने कहा, "हम 300 से ज़्यादा सीटें लाएंगे।" #UttarPradeshElection2022 pic.twitter.com/6ZmEAdSn8v

— ANI_HindiNews (@AHindinews) March 3, 2022

11 વાગ્યા સુધીમાં 21.79 ટકા મતદાન
છઠ્ઠા તબક્કાનું મતદાન ચાલુ છે. સવારે 11 વાગ્યા સુધીમાં 21.79% મતદાન થયું. 10 જિલ્લાની 57 બેઠકો પર ચાલી રહેલા વોટિંગમાં સૌથી વધુ 23.10 ટકા મતદાન આંબેડકર નગરમાં નોંધાયું. 

પીએમ મોદીએ મતદાનની કરી અપીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છઠ્ઠા તબક્કાના મતદાન માટે લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે યુપીમાં લોકતંત્રનો ઉત્સવ આજે પોતાના છઠ્ઠા તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યો છે. તમામ મતદારોને મારો વિનમ્ર આગ્રહ છે કે તેઓ પોતાના મત સાથે આ ઉત્સવમાં જરૂર સામેલ થાય. તમારો એક એક મત લોકતંત્રની તાકાત. 

— Narendra Modi (@narendramodi) March 3, 2022

સીએમ યોગીએ કર્યું મતદાન
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરની પ્રાઈમરી સ્કૂલ ગોરખનાથ કન્યાનગરમાં મતદાન કર્યું. સીએમય યોગી ગોરખપુર શહેર વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પણ છે. 

સાતના ટકોરે શરૂ થયું મતદાન
તમામ 57 બેઠકો પર સવારે સાતના ટકોરે મતદાન શરૂ થયું છે. 

— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 3, 2022

આ 10 જિલ્લામાં આજે મતદાન
છઠ્ઠા તબક્કાના મતદાનમાં ઉત્તર પ્રદેશના આંબેડકરનગર, બલરામપુર, સિદ્ધાર્થનગર, બસ્તી, સંત કબીરનગર, મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા અને બલિયા જિલ્લાના મતદારો પોતાનો મતાધિકાર ઉપયોગ કરવા જઈ રહ્યા છે. 

સીએમ યોગીની પ્રતિષ્ઠા દાવ પર
ગોરખપુર જિલ્લાની ગોરખપુર શહેર વિધાનસભા બેઠકથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ચૂંટણીના મેદાનમાં છે. ગોરખપુર શહેરથી સીએમ યોગીની પ્રતિષ્ઠા દાવ પર છે તો આ સાથે યોગી સરકારના મંત્રી ઉપેન્દ્ર તિવારી, આનંદસ્વરૂપ શુક્લા, સૂર્ય પ્રતાપ શાહી, શલભ મણિ ત્રિપાઠી, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ દયાશંકર સિંહના ભાગ્યનો ફેંસલો પણ આ તબક્કાના મતદાનમાં જ થવાનો છે. 

— ANI (@ANI) March 3, 2022

ગત વખતની સ્થિતિ
વર્ષ 2017માં થયેલા વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનમાં આ 57 બેઠકોમાંથી 46 ભાજપ અને બે સીટ તેના સહયોગી પક્ષ અપના દળ (એસ) તથા સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)એ જીતી હતી. જો કે સુભાસપા આ વખતે સમાજવાદી પર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. આવામાં ભાજપ માટે પડકાર પણ વધ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news