રાક્ષસીકૃત્ય: મહિલાને ઝાડ સાથે લટકાવીને બેલ્ટ વડે મરાયો ઢોર માર
પતિને આડા સંબંધો હોવાની શંકા જતા પંચાયતે મહિલાને ઝાડ સાથે લટકાવીને મારવાનો આપ્યો આદેશ
- પંચાયતનાં આધેશ બાદ પતિએ પત્નીને ગામ વચ્ચે ઢોર માર માર્યો
- મહિલાને પાડોશી યુવક સાથે આડાસંબંધો હોવાની પતિને શંકા હતી
- વાઇરલ વીડિયોમાં સરપંચ અને પતિ સહિત 3 લોકોની ધરપકડ
Trending Photos
બુલંદશહેર : દેશની રાજધાનીથી માત્ર 60 કિલોમીટર દુર બુલંદશહેરથી એક રૂંવાડા ઉભો કરનારો વીડિયો સામે આવ્યો છે. અહીં એક મહિલાને ભરી પંચાયતમાં તેનાં પતિએ બેલ્ટથી મારી મારીને અધમરી કરી દીધી હતી. મહિલા ચીખો પાડતી રહી આસ-પાસ ઉભેલા લોકોને મદદ માટે અપીલ કરતી રહી પરંતુ તેની મદદે કોઇ આવ્યું નહોતું. બુલંદશહેરનાં લોદા ગામમાં જે સમયે આ ઘટના બની રહી હતી ત્યાં આશરે 50-60 લોકો ઉભા રહીને આ તમાશો જોઇ રહ્યા હતા. કોઇએ ન તો મહિલાનાં પતિને અટકાવવાનો પ્રયાસ કર્યો અને ન તો પોલીસને માહિતી આપવાની જરૂરત પણ સમજી.
મળતી માહિતી અનુસાર ઘટના આશરે એક અઠવાડીયા પહેલાની છે, સોશ્યલ મીડિયા પર વીડયો વાઇરલ થયા બાદ પતિ, ગ્રામ પ્રધાન શેર સિંહ અને તેનાં પુત્રની વિરુદ્ધ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટના જાણે એમ બની કે લોદાનાં ગામની પંચાયતે મહિલાને મારવાનો આદેશ આપ્યો હતો. મહિલાનાં પતિને શંકા હતી કે તેની પત્ની પાડોશી યુવક સાથે આડા સંબંધો છે. ચર્ચા એવી પણ છે કે મહિલા કોઇને જાણ કર્યા વગર પાડોશનાં યુવક સાથે કોઇ સંબંધીનાં ઘરે જતી રહી હતી. આ વાતનાં કારણે તેનો પતિ અને પરિવારનાં લોકો નારાજ હતા.
બેલ્ટ નહી ટ્યુબ વડે માર મારવામાં આવ્યા
વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે મહિલાને પશુની જેમ માર મારવામાં આવી રહ્યો છે. જો કે જે વસ્તુથી તેને મારવામાં આવી રહી છે તે બેલ્ટ નહી પરંતુ સાઇકલની ટ્યુબ હોવાનુ પણ કહેવાઇ રહ્યું છે. ઉપરાંત તે પ્રતિકાર ન કરે તે માટે તેને ઝાડ સાથે બાંધી દેવામાં આવી છે. આટલો ઢોર માર મરાયો હોવા છતા ગામનો એક પણ વ્યક્તિ તેને બચાવવા માટે આગળ આવ્યો નહોતો.
મહિલા બેભાન થાય ત્યાં સુધી તેને માર માર્યો
મહિલાને એટલો માર મારવામાં આવ્યો કે તે બેહોશ થઇ ગઇ હતી અને ઝાડ સાથે લટકી પડી હતી. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરતા મહિલાનાં પતિ, ગ્રામ પ્રધાન અને તેનાં પુત્ર ઉપરાંત 25 અજાણ્યા લોકોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે