દલિતો માટે સવર્ણ જ લાવ્યા હતા કાયદો, હવે દલિતો સમાધાન કરે: UP ભાજપ અધ્યક્ષ

મહેન્દ્રનાથ પાંડેયે કહ્યું કે, જ્યારે સંવિધાન સભાની રચના થઇ અને 1950માં કાયદો બન્યો તો તેમાં 70 ટકા સવર્ણો હતા

દલિતો માટે સવર્ણ જ લાવ્યા હતા કાયદો, હવે દલિતો સમાધાન કરે: UP ભાજપ અધ્યક્ષ

બાલિયા : ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાન્ડેયનું ગાઝીપુરમાં કાર્યકર્તાઓએ જોરદાર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષે મીડિયા સાથે વાત કરતા એસસી-એસટી એક્ટ અંગે કહ્યું કે, જ્યારે સંવિધાન સભા 1947માં રચાયુ અને 1950માં સંવિધાન લખવામાં આવ્યું. આ દરમિયાન સંવિધાન સભામાં 70 ટકા સવર્ણો જ હતા. તે લોકોએ દેશમાં દલિતોને આગળ લાવવા માટે સંવિધાનમાં ઘણા પ્રાવધાનો કર્યા. જેથી તેમને પણ સવર્ણોની બરાબરીનું પદ મળી શકે. 

પાંડેયે કહ્યું કે, એસસી-એસટીનો જે પ્રસંગ આજે ઉઠી રહ્યો છે તેનું સમાધાન સવર્ણો પોતે પણ લેશે. આ સમસ્યા તરીકે ક્યારે પણ આડે નહી આવે. પ્રદેશ ભાજપ અધ્યક્ષોએ સવર્ણોનું ભાજપમાંથી મોહભંગ અને 2019 ચૂંટણી સાથે જોડાયેલા સવાલ અંગે કહ્યું કે, આ સરકારે કોઇ નવો જ નિર્ણય નથી લીધો. પ્રદેશનાં જે પ્રાવધાન છે તે વિષય પર નિર્ણય નથી આવ્યો, તેમણે કહ્યું કે, દલિત પછાત વર્ગને આગળ લાવવા માટેનું કામ સવર્ણોએ જ કર્યું છે. સંવિધાનમાં સવર્ણોએ જ દલિતોને અનામત અને સુરક્ષાની વાત કરી છે. સવર્ણ પોતે જ સમાધાન કરી લેશે. કોઇ તણાવ નથી સમાજહિતમાં તમામ સમાધાન થઇ જશે. 

માયાવતી પર સાધ્યું નિશાન
શુક્રવારે બસા સુપ્રીમો માયાવતીએ નિવેદન આપ્યું હતું કે ભાજપ જ આ એખ્ટ લાવ્યું છે અને પોતે જ તેનો વિરોધ કરી રહ્યું છે. આ સવાલનાં જવાબમાં ભાજપ અધ્યક્ષે કહ્યું કે, માયાવતી હંમેશા બેવડા ચરિત્રની વાત કરે છે. 1997ની કલ્યાણ સિંહ દ્વારા આ એક્ટની વિરુદ્ધ એક સર્કુલર ઇશ્યું કર્યું હતું. માયાવતીએ આ દરમિયાન સરકારે પોતાનું સમર્થન પાછુ ખેંચી લીધું હતું અને પોતાનાં સ્વાર્થની વાત આવી તો જે પ્રકારે કલ્યાણ સિંહે સર્કુલર ઇશ્યું કર્યો હતો. તે જ પ્રકારે સમયાંતરે તેમું સ્ટેન્ડ બદલાયા કરે છે. જ્યારે ભાજપ સમાજનાં દરેક તબક્કાને સાથે લઇને ચાલે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news