લગ્નની પહેલી રાતે લાઈટ ગઈ તો દુલ્હેરાજા ધાબે સૂઈ ગયા, નીચે દુલ્હને કરી નાખ્યો મોટો 'કાંડ'

એક એવો બનાવ બન્યો કે વિગતો જાણીને ચોંકી જશો. દુલ્હને લગ્ન બાદ એટલો મોટો કાંડ કર્યો કે પરિવારના લોકો સ્તબ્ધ થઈ ગયા. 

લગ્નની પહેલી રાતે લાઈટ ગઈ તો દુલ્હેરાજા ધાબે સૂઈ ગયા, નીચે દુલ્હને કરી નાખ્યો મોટો 'કાંડ'

નવી દિલ્હી: હાલ લગ્નગાળો પૂર જોશમાં ચાલુ છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં એક એવો બનાવ બન્યો કે વિગતો જાણીને ચોંકી જશો. દુલ્હને લગ્ન બાદ એટલો મોટો કાંડ કર્યો કે પરિવારના લોકો સ્તબ્ધ થઈ ગયા. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ મામલો ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના કટરા પોલીસસ્ટેશન હદના પલિયા દરોબસ્ત ગામનો છે. ગામમાં રહેતા રમેશ પાલ સિંહના પુત્ર રિંકુ સિંહના લગ્ન કુશીનગર જિલ્લાના પટાવા પોલીસમથક હદમાં રહેતી કાજલ સાથે થયા હતા. 27મી મેના રોજ જાન દુલ્હનના ત્યાં પહોંચી અને 28મીએ દુલ્હનની વિદાય થઈ અને જાન પરત આવી. બધા થાકીને જ્યાં જગ્યા મળી ત્યાં સુઈ ગયા. 

આ બધા વચ્ચે અચાનક 11 વાગે લાઈટ જતી રહી. પાવર કટના કારણે ખુબ ગરમી લાગવા માંડી તો દુલ્હેરાજા રિંકુ ધાબે જતો રહ્યો. બીજી બાજુ રિંકુના પરિજનોનો એવો આરોપ છે કે અંધારાનો ફાયદો  ઉઠાવીને દુલ્હન સોના ચાંદીના દાગીના સહિત 11 હજાર કેશ, મોબાઈલ અને અન્ય સામાન લઈને રફુચક્કર થઈ ગઈ. મધરાતે 2 વાગે જ્યારે લાઈટ આવી તો રિંકુ રૂમમાં ગયો પણ પત્ની ગાયબ. ઘરનો મુખ્ય દરવાજો પણ ખુલ્લો હતો. પત્નીને ફોન કર્યો તો મોબાઈલ બંધ આવતો હતો. સાસરે ફોન કર્યો તો કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો. બે દિવસ રાહ જોઈ પણ દુલ્હન આવી નહીં. 

હવે આ મામલે જે ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે તે જાણીને નવાઈ પામશો. મીડિયા રિપોર્ટ્સ મુજબ દુલ્હેરાજાના પરિવારનું કહેવું છે કે આ મામલો પ્રેમ પ્રસંગનો છે. દાગીના સાથે ગાયબ થઈ ગયેલી દુલ્હન વિશે પોલીસને જાણ કરી છે. જો કે પોલીસનું કહેવું છે કે આ મામલે હજુ કોઈ ફરિયાદ મળી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news