UP: રાજ્યમાં રવિવારે રહેશે લોકડાઉન, માસ્ક વગર પકડાયા તો 10000 સુધીનો દંડ

કોરોનાના વધતા કેસને જોતા સમગ્ર ઉત્તર પ્રદેશમાં રવિવારે લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે.

UP: રાજ્યમાં રવિવારે રહેશે લોકડાઉન, માસ્ક વગર પકડાયા તો 10000 સુધીનો દંડ

લખનૌ: કોરોનાના વધતા કેસને જોતા સમગ્ર ઉત્તર પ્રદેશમાં રવિવારે લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. ઈમરજન્સી સેવાઓને છૂટ આપવામાં આવશે. હવે યુપીમાં તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રવિવારે બધુ જ બંધ રહેશે. આ દિવસે વ્યાપક સ્તરે સેનેટાઈઝેશન અભિયાન ચાલશે. આ સાથે જ માસ્ક ન પહેરનારાઓ પર દસ હજાર રૂપિયા સુધીનો દંડ લાગશે. 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ મંડળ આયુક્તો, જિલ્લાધિકારીઓ,સીએમઓ અને ટીમ-11ના સભ્યો સાથે સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લીધો. પ્રદેશના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રવિવારે સાપ્તાહિક બંધ રહેશે. પ્રદેશમાં તમામ લોકો માટે માસ્ક લગાવવું જરૂરી રહેશે. પહેલીવાર માસ્ક વગર પકડાશે તો 1000 રૂપિયાનો દંડ થશે અને બીજીવાર પકડાયા તો 10 ગણો દંડ થઈ શકે છે. 

વારાણસીમાં શનિવાર અને રવિવારે એમ બે દિવસનું લોકડાઉન
આ બાજુ કોવિડ-19ના વધતાકેસને પગલે વારાણસી જિલ્લા પ્રશાસને શનિવાર અને રવિવારમાં વિકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી છે. બંને દિવસે બનારસ સંપૂર્ણ રીતે બંધ રહેશે. ફક્ત દૂધ, બ્રેડ, ફળો અને શાકભાજીની દુકાનો જ સવારે 10 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી રહેશે. દારૂની દુકાનો પણ બે દિવસ બંધ રહેશે. ધાર્મિક સ્થળો ઉપર પણ પ્રતિબંધ લાગુ રહેશે. 

બીજીવાર માસ્ક વગર પકડાયા તો 10 હજારનો દંડ
યુપી સરકારના નવા ફરમાન મુજબ જો બીજીવાર માસ્ક વગર પકડાયા તો દસગણો દંડ થશે. સીએમ યોગી આદિત્યનાથે કાનપુર, પ્રયાગરાજ, વારાણસી જેવા વધુ સંક્રમણવાળા તમામ 10 જિલ્લામાં વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા અને સ્થાનિક જરૂરિયાતો મુજબ નવા કોવિડ હોસ્પિટલ બનાવવાના આદેશ આપ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news