Vakri Mangal Gochar 2022: આવતીકાલથી મંગળનું રાશિ પરિવર્તન, ચમકી જશે પાંચ જાતકોનું ભાગ્ય

Mars Transit In Taurus November 2022: મંગળ ગ્રહ આ સમયે વક્રીમાં છે અને 13 નવેમ્બરે વક્રી સ્થિતિમાં વૃષભ રાશિમાં ગોચર કરશે. વક્રી મંગળ શુક્રની રાશિ વૃષભમાં ગોચર 5 રાશિના જાતકોને કરિયર-વ્યાપારમાં ખુબ લાભ આપશે.

Vakri Mangal Gochar 2022: આવતીકાલથી મંગળનું રાશિ પરિવર્તન, ચમકી જશે પાંચ જાતકોનું ભાગ્ય

Mars Transit In Taurus November 2022: મંગળ ગ્રહ આ સમયે વક્રીમાં છે અને 13 નવેમ્બરે વક્રી સ્થિતિમાં વૃષભ રાશિમાં ગોચર કરશે. વક્રી મંગળ શુક્રની રાશિ વૃષભમાં ગોચર 5 રાશિના જાતકોને કરિયર-વ્યાપારમાં ખુબ લાભ આપશે. આ જાતકોને વક્રી મંગળનું રાશિ પરિવર્તન ધનલાભ કરાવશે. આવો જાણીએ 13 નવેમ્બરથી કઈ રાશિોનું ભાગ્ય ચમકવાનું છે. 

વૃષભ રાશિઃ વેપાર વધારવા માટે સારો સમય છે. ભાઈનો સહયોગ મળશે. ઘરમાં માંગલિક આયોજન થઈ શકે છે. નોકરીમાં પરિવર્તન થવા, નવી નોકરી મળવાનો યોગ છે. ભેટ મળશે. જીવનમાં સુખ વધશે. લગ્ન જીવન સારૂ રહેશે. 

તુલા રાશિઃ મંગળ ગોચર તુલા રાશિના જાતકોને વધુ લાભ આપશે. ધન લાભ થશે. નોકરીમાં પ્રમોશન મળવા અને પગાર વધવાના યોગ છે. તો કારોબારમાં નફો વધશે. વાણીના ક્ષેત્રમાં જોડાયેલા સક્રિય લોકો જેમ કે- શિક્ષક, માર્કેટિંગ પ્રોફેશનલ અને મીડિયાના લોકોને આ સમયે લાભ થશે. 

વૃશ્ચિક રાશિઃ મંગળ ગોચર સાહસ, પરાક્રમ, આત્મવિશ્વાસ વધારશે. જીવનમાં સુખ-સુવિધાઓ વધશે. કામકાજમાં ફેરફાર થઈ શકે છે. લાભ મળશે. નોકરીમાં સારો સમય રહેશે. 

કુંભ રાશિઃ મંગળ ગ્રહનો ગોચર કુંભ રાશિના જાતકોને શુભ ફળ આપશે. ધન-સંપત્તિ વધશે. નવું ઘર-જમીન ખરીદી શકો છો. જીવનમાં સુખ-સુવિધાઓ વધશે. માતાનો સહયોગ મળશે. પારિવારિક જીવનમાં ખુશી મળશે. 

મકર રાશિઃ વક્રી મંગળનું રાશિ પરિવર્તન લવ લાઇફ અને કરિયરમાં લાભ આપશે. સિંગલ જાતકોને પાર્ટનર મળી શકે છે. કરિયરમાં નવી તક મળી શકે છે. ઉચ્ચ શિક્ષણ માટે મોટી સંસ્થામાં એડમિશન મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news