Himachal Election 2022: હિમાચલમાં મતદાન પૂર્ણ, સાંજે 5 કલાક સુધી 65.50% મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ

હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં શનિવારે મતદાન યોજાયું હતું. સવારે 8 કલાકે શરૂ થયેલું મતદાન સાંજે 5 કલાકે પૂર્ણ થયું હતું. અહીં પ્રદેશની 68 વિધાનસભા સીટ પર એક તબક્કામાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Himachal Election 2022: હિમાચલમાં મતદાન પૂર્ણ, સાંજે 5 કલાક સુધી 65.50% મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ

શિમલાઃ હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022નું મતદાન સાંજે 5 કલાકે પૂર્ણ થઈ ગયું છે. રાજ્યમાં કુલ 65 ટકાથી વધુ મતદાન થયું છે. ગ્રામીણ ક્ષેત્રોમાં ઠંડી હોવા છતાં મતદાન કેન્દ્રોમાં મહિલાઓની સંખ્યા વધુ રહી. પહેલા એક કલાકમાં માત્ર 4 ટકા મતદાન થયું હતું. સવારે 11 કલાકે તેમાં 18 ટકાનો વધારો થયો. ત્રણ કલાક સુધી 55 ટકા મતદાન થયું હતું. ત્યારબાદ સાંજે પાંચ કલાકે કુલ મતદાન ટકાવારીએ રેકોર્ડ બનાવ્યો. મતદાન પૂર્ણ થવાની સાથે 412 ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થઈ ગયું છે. હિમાચલ વિધાનસભા ચૂંટણીનું પરિણામ ગુજરાતની સાથે 8 ડિસેમ્બરે આવશે. 

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, તેમના પત્ની અને બે પુત્રીઓએ મંડી જિલ્લાના સિરાજમાં મતદાન કેન્દ્ર પર મત આપ્યો હતો. સિવાજથી ચાર વખતના ધારાસભ્ય ફરી મેદાનમાં છે. પોતાનો મત આપ્યા બાદ ઠાકુરે મતદાતાઓને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે લોકોને લોકતંત્રના તહેવારમાં ઉત્સાહથી ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો. 

EVMs and VVPATs being sealed and secured at polling booths in Dharamshala and Shimla

Counting of votes on December 8 pic.twitter.com/PF2wWWhgtD

— ANI (@ANI) November 12, 2022

ચૂંટણી અધિકારીઓએ કહ્યું કે 90 વર્ષીય નઝરીમ મણિ અને તેમની 87 વર્ષીય પત્નીએ હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લાના કલ્પા ગામમાં મતદાન કેન્દ્ર પર મત આપ્યો હતો. મત આપ્યા બાદ મણિએ રાજ્યના મતદાતાઓને લોકતંત્રના આ પર્વમાં ઉત્સાહથી ભાગ લેવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદાતાઓનું અભિવાદન કરતા તેમને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાની અપીલ કરી હતી. 

412 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
વિધાનસભા ચૂંટણીમાં 412 ઉમેદવારોમાંથી 24 મહિલાઓ અને 388 પુરૂષ છે. હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા સીટ છે. અહીં છેલ્લા ઘણા દાયકાથી પરંપરા રહી છે કે એક પાર્ટી બીજીવાર જીતીને આવતી નથી. વર્ષ 2017ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં વાપસી કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news