હવે વંદે ભારતમાં સૂતા-સૂતા લો સફરની મજા! 3 મહિના પછી રેલવે ટ્રેક પર આવશે સ્લીપર ટ્રેન

Vande Bharat Express Sleeper Coaches: વંદે ભારત એક્સપ્રેસમાં અત્યાર સુધી બેસવાની સુવિધા હતી, પરંતુ હવે જલ્દી યાત્રીકો માટે લાંબા અંતરની દ્રષ્ટિએ સ્લિપર કોચ પણ ઉપલબ્ધ થશે, જેનો એક પ્રોટોટાઇપ સામે આવી ગયો છે. 

હવે વંદે ભારતમાં સૂતા-સૂતા લો સફરની મજા! 3 મહિના પછી રેલવે ટ્રેક પર આવશે સ્લીપર ટ્રેન

નવી દિલ્હીઃ ટ્રેનમાં વિમાન જેવી તમામ સુવિધાઓ. સાંભળીને ચોંકી ગયા ને... પરંતુ  આ હકીતત છે અને તેના માટે તમારે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં મુસાફરી કરવી પડશે.... રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગાલુરુમાં વંદે ભારતના સ્લીપર કોચના પ્રોટોટાઈપનું ઓપનિંગ કર્યુ... ત્યારે મુસાફરોને તેમાં કઈ-કઈ સુવિાધાઓ મળશે?... ક્યારે તે રેલવે ટ્રેક પર દોડતી જોવા મળશે?...આ સવાલના જવાબ જોઈશું આ રિપોર્ટમાં.

ટ્રેનમાં મળશે પ્લેન જેવી સુવિધાઓ
રાજધાની એક્સપ્રેસ જેટલું જ આપવું પડશે ભાડું
મુસાફરોને અત્યાધુનિક સુવિધાનો થશે અહેસાસ

જી, હા... વાત ભારતમાં બની રહેલી ટ્રેનની થઈ રહી છે.. અને તેનું નામ છે વંદે ભારત સ્લીપર ટ્રેન... આ ટ્રેનની પહેલી ઝલક સામે આવી છે... જેને જોઈને તમે પણ ઝડપથી તેમાં મુસાફરી કરવા માટે રોમાંચિત થઈ ઉઠશો... 

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે બેંગાલુરુમાં ભારત અર્થ મૂવર્સ લિમિટેડની ફેસિલિટીમાં વંદે ભારત સ્લીપર કોચના પ્રોટોટાઈપનું ઓપનિંગ કર્યુ... આગળના પરીક્ષણ માટે કોચને 10 દિવસના આકરા ટ્રાયલમાંથી પસાર થવું પડશે... 

Union Minister @AshwiniVaishnaw unveiled the prototype version of #VandeBharat sleeper coach today.#VandeBharatTrain

— Ministry of Information and Broadcasting (@MIB_India) September 1, 2024

સેફ્ટી ફીચર્સની સાથે વંદે ભારતનું સ્લીપર વર્ઝન વિશ્વ સ્તરીય સુવિધાથી સજ્જ છે... તેમાં...
USB ચાર્જિંગ પોઈન્ટની સુવિધા...
ઈન્ટીગ્રેટેડ રીડિંગ લાઈટ...
પબ્લિક એનાઉન્સમેન્ટની સુવિધા...
વિઝ્યુઅલ ઈન્ફર્મેશન સિસ્ટમ...
મોડ્યુલર પેન્ટ્રી...
દિવ્યાંગ મુસાફરો માટે વિશેષ બર્થ...
ફર્સ્ટ એસી કોચમાં હોટ વોટર શાવરની સુવિધા મુસાફરોને મળશે.... 

વંદે ભારત સ્લીપરનું પ્રોટોટાઈપ રાજધાની એક્સપ્રેસ અને અન્ય મોડલની સરખામણીમાં ઘણું શાનદાર છે... એકવાર ઓપરેશન શરૂ થઈ ગયા પછી તે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે તેવી સંભાવના છે... રેલવે મંત્રીએ જાતે નવા સ્લીપર કોચનું નિરીક્ષણ કર્યુ અને તેને ડિઝાઈન કરનારા-બનાવનારા રેલવે કર્મચારીઓ સાથે વાતચીત કરી... 

વંદે ભારત સ્લીપર કોચની અન્ય વિશેષતાઓ પર નજર કરીએ તો...
તેને 800થી 1200 કિલોમીટરની ઓવરનાઈટ જર્ની માટે ડિઝાઈન કરાઈ છે...
વંદે ભારત સ્લીપર ટ્રેનમાં 12 કોચ હશે....
જેમાં 11 એસી થ્રી-ટાયર, 4 એસી ટુ-ટાયર અને 1 એસી ફર્સ્ટ ક્લાસ કોચ હશે...
1 ટ્રેનમાં કુલ 823 બર્થ હશે....
ટ્રેનમાં તમામ દરવાજા ઓટોમેટિક રાખવામાં આવશે....
ટ્રેનમાં GFRP પેનલ અને સેન્સર બેસ્ડ ઈન્ટીરિયર હશે....
ટ્રેનમાં કમ્યુનિકેશન રૂમ અને સામાન રાખવા મોટો લગેજ રૂમ હશે...

હાલ તો માત્ર પ્રોટોટાઈપ તૈયાર છે... અને તેની વિશેષતા જાણીને તેની ચોક્કસ મુસાફરી કરવાની દેશવાસીઓને ઈચ્છા થશે... પરંતુ તેના માટે હજુ 3 મહિના જેટલી રાહ જોવી પડશે... ત્યારબાદ રેલવે ટ્રેક પર તમે વંદે ભારત સ્લીપર ટ્રેનને દોડતી જોઈ શકશો અને તેમાં મુસાફરી પણ કરી શકશો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news