પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં બબાલ, ધારાસભ્યની હાજરીમાં જ ધક્કામૂકી, ગાળાગાળી અને લાફાકાંડ
પાટણની યુનિવર્સિટીમાં લાફાકાંડના પડઘા દૂર સુધી પડ્યા છે.. ગત 8 તારીખે રાત્રે દારૂ પાર્ટી થયા બાદથી જ કિરીટ પટેલ આ મુદ્દે તટસ્થ તપાસ કરવાની માગ કરી રહ્યા છે.. ત્યારે હાલ આના પર થઈ રહેલી રાજનીતિ પર અનેક સવાલો ઊઠી રહ્યા છે..
Trending Photos
પાટણ: ગત 8 તારીખે રાત્રે પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂ પાર્ટીની ઘટના બાદ સર્જાયેલા ઘટનાક્રમને યાદ કરો.. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ આ ઘટના પ્રકાશમાં આવી ત્યારથી જ આરોપીઓ પર કાર્યવાહી કરવાને લઈને મક્કમ હતા.. અને તેના જ ભાગ રૂપે સોમવારે ધારાસભ્ય કિરીટ પટેલ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા.. જોકે, આ દરમિયાન સર્જાયેલા ઘટનાક્રમથી શિક્ષણના ધામને વધુ એક કલંક લાગ્યો.. જી હાં, પાટણમાં ધારાસભ્યની હાજરીમાં જ ધક્કામૂકી, ગાળાગાળી અને લાફાકાંડ પણ થયો.. જુઓ આ રિપોર્ટ..
8 ડિસેમ્બરને રવિવારે રાત્રે યુનિવર્સિટીની હોસ્ટેલમાં રોકાયેલા બાસ્કેટ બોલના ખેલાડીઓએ એક રૂમમાં દારૂની મહેફિલ માણી હતી.. ખેલાડીઓની દારૂની મહેફિલ દરમિયાન રેક્ટરે અટકાવતાં દાદાગીરી કરી તેમને રૂમમાં પૂરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં અટકાવવા જતાં રેક્ટર ઉપર મર્સિડીઝ બેન્ઝ કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો..
પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની બોય્સ હોસ્ટેલમાં થયેલી દારૂની મહેફિલ મામલે પોલીસ ફરિયાદ કરવાની માગ સહિતના વિવિધ મુદ્દાઓ મામલે પાટણ જિલ્લા NSUI અને પાટણના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા આપવામાં આવેલી ચીમકીના પગલે ધારાસભ્ય સહિત NSUIના સભ્યો યુનિવર્સિટીમાં ભૂખહડતાળ પર ઊતર્યા હતા.. 'શિક્ષણ કે ધામ મેં, આલ્કોહોલ મેદાન મેં'ના નારા સાથે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઘૂસ્યા હતા, જ્યાં પોલીસે ગેટ બંધ કરી દેતાં ધારાસભ્ય અને NSUI કાર્યકર્તાનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.. મામલો વધુ ઉગ્ર થતાં ગાળાગાળીનાં દ્રશ્યો સર્જાયાં હતાં..
પાટણના MLA કિરીટ પટેલ ભૂખ હડતાળ પર, ડેપ્યુટી રજિસ્ટ્રાર અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ#patan #kiritpatel #viral #viralvideo #trending #trendingvideo #gujarat #ZEE24KALAK pic.twitter.com/Hhq0xwH7kN
— Zee 24 Kalak (@Zee24Kalak) December 16, 2024
જોકે બાદમાં કુલપતિની ચેમ્બરમાં ઘૂસી કડક ચેતવણી આપીને ધરણાં પ્રદર્શન પર બેઠા હતા.. એ બાદ કુલપતિએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને એસપીને રજૂઆત કરતાં મામલો થાળે પડ્યો હતો..
ધારાસભ્ય કિરીટ પટેલ વીસીને રજૂઆત કરતાં ઉગ્ર થયા હતા.. તેમણે વીસીને કહ્યું હતું કે તમે ફરિયાદ કેમ નથી નોંધાવતા? એક, બેવાર નહીં, ત્રણ-ત્રણવાર દારૂ ઝડપાયો હોવા છતાં તમે કેમ ચૂપ છો.. તમારી ફરિયાદ પોલીસ ન લે તો તમારે આગળ ગૃહમંત્રીને કે મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડે, એ તમે કેમ નથી કરતાં.?
ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUIનું પોલીસ સાથે ઘર્ષણ થયું અને વાત લાફા સુધી પહોંચી ગઈ હતીં.. NSUI કાર્યકર અને પોલીસ વચ્ચે લાફાકાંડ થયો હોવાના વીડિયો અત્યારે વાયરલ થયાં છે.. વાયરલ વીડિયો પ્રમાણે NSUI કાર્યકર પોલીસકર્મીને તમાચો મારતો દેખાયો છે.. પ્રતીક ભૂખ હડતાલને લઈને યુનિવર્સિટી પરિસરમાં પોલીસ કાફલો ખડકાઈ ગયો હતો.. એટલું જ નહીં પરંતુ વહીવટી વિભાગ પરિસરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે