મહાભિયોગ મુદ્દે પ્રવાસ રદ્દ કરી દિલ્હી આવ્યા વેંકૈયા, કાયદા નિષ્ણાંતો સાથે મંત્રણા

ઉપરાષ્ટ્રપતિ દ્વારા ટુંક જ સમયમાં વિપક્ષી દળોની નોટિસ અંગે કોઇ નિર્ણય લેશે તેવી શક્યતાઓ

મહાભિયોગ મુદ્દે પ્રવાસ રદ્દ કરી દિલ્હી આવ્યા વેંકૈયા, કાયદા નિષ્ણાંતો સાથે મંત્રણા
નવી દિલ્હી : ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂએ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા વિરુદ્ધ કોંગ્રેસ તથા અન્ય દળોની તરફથી દાખલ કરવામાં આવેલ નોટિસ અંગે રવિવારે સંવિધાનવિદો અને કાયદા વિશેષજ્ઞો સાથે વિચાર વિમર્શ કર્યો હતો. રાજ્યસભા સચિવાલય સુત્રો અનુસાર નાયડૂએ અરજીને સ્વિકારવી અથવા ફગાવી દેવી તે અંગે સંવિધાનનાં નિષ્ણાંત સુભાષ કશ્યપ, પુર્વ કાયદા સચિવ પીકે મલ્હોત્રા સહિત અન્ય નિષ્ણાંતો સાથે કાયદા અંગેનાં મંતવ્યો લીધા હતા. જેનાં પગલે નાયડૂ ટુંકમાં જ વિપક્ષ દ્વારા અપાયેલ નોટિસ અંગે કોઇ ચુકાદો આપશે. 
 
અધિકારીઓનાં અનુસાર નાયડૂએ આ મુદ્દાની ગંભીરતા જોતા આજનાં હૈદરાબાદ ખાતેનાં કેટલાક કાર્યક્રમ રદ્દ કરીને કાયદાનિષ્ણાંતો સાથે બેઠક કરી હતી. રાજ્યસભા સચિવાલયનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, લોકસભાનાં પુર્વ મહાસચિવ સુભાષ કશ્યમ, પુર્વ કાયદા સચિવ મલ્હોત્રા અને ધારાસભ્યો મુદ્દાનાં પુર્વ સચિવ સંજય સિંહે નાયડૂ સાથે આ મુદ્દે મંત્રણા કરી હતી અને તેમને સુચનો કર્યા હતા. 
 
અધિકારીઓએ જણાવ્યું કે, તેમણે રાજ્યસભા સચિવાલયનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ મંત્રણા કરી હતી અને તેઓ હાઇકોર્ટનાં પુર્વ ન્યાયાધીશ સુદર્શન રેડ્ડી સાથે પણ મુલાકાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે કોંગ્રેસ સહિત સાત વિપક્ષી દળોએ રાજ્યસભાનાં સભાપતિ નાયડૂને ન્યાયમૂર્તિ મિશ્રાની વિરુદ્ધ કદાચારનો આરોપ લગાવતા તેને પદ પરથી હટાવવાની પ્રક્રિયા ચાલુ કરવા માટે નોટિસ આપી હતી. નાયડૂ જો નોટિસનો સ્વીકાર કરે છે તો પ્રક્રિયાનાં નિયમો અનુસાર વિપક્ષી દળો દ્વારા લગાવાયેલા આરોપોની તપાસ કરવા માટે તેમને કાયદા નિષ્ણાંતોની ત્રણ સભ્યોની એખ સમિટીની રચનાં કરવી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news