venkaiah naidu

પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ અને PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

આજે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ છે. આ અવસરે દેશ અટલજીને યાદ  કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પૂર્વ પીએમની પુણ્યતિથિ પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી. 

Aug 16, 2021, 08:50 AM IST

વેંકૈયા નાયડૂની અપીલથી ખતમ થશે રાજ્યસભાનો હંગામો? સાત બિલ પર ચર્ચા માટે તૈયાર વિપક્ષ

સૂત્રોએ કહ્યુ કે બેઠકની અધ્યક્ષતા રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ કરી, જેમણે ફરીથી બધા પક્ષોને ગૃહને સામાન્ય રૂપથી કામકાજ કરાવવામાં સક્ષમ બનાવવાની અપીલ કરી છે. 

Aug 4, 2021, 07:13 AM IST

Twitter એ ભૂલ સ્વિકારી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનું એકાઉન્ટ ફરીથી કર્યું verified

ભાજપના નેતા સુરેશ નાખુઆએ સવાલ ઉઠાવ્યો હતો, 'ટ્વિટરે (Twitter) ઉપરાષ્ટ્રપતિ (Vice President) ના એકાઉન્ટ પરથી બ્લૂ ટિક કેમ હટાવી? આ ભારતના સંવિધાન પર હુમલો છે'.

Jun 5, 2021, 11:42 AM IST

વેંકૈયા નાયડૂ બાદ ટ્વિટરે હવે RSS ના મોટા નેતાઓના એકાઉન્ટ પરથી હટાવ્યું Blue Tick

ટ્વિટરે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના પર્સનલ એકાઉન્ટ પરથી બ્લૂ ટિક બેજ હટાવ્યા બાદ હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠનના ઘણા મોટા નેતાઓના એકાઉન્ટ પરથી પણ બ્લૂ ટિક હટાવી દીધું છે.

Jun 5, 2021, 11:01 AM IST

Twitter એ ઉપરાષ્ટ્રપતિ Venkaiah Naidu ના પર્સનલ એકાઉન્ટ પરથી હટાવ્યું Blue Tick, વધી શકે છે વિવાદ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની પોલિસી અનુસાર, ટ્વિટર ક્યારેય પણ કોઇ વ્યક્તિના બ્લૂ ટિક બેજ હટાવી શકે છે. ટ્વિટર વ્યક્તિની પોઝિશન વિશે ધ્યાન આપતું નથી.

Jun 5, 2021, 10:32 AM IST

Rajya Sabha માં હોબાળો મચાવતા હતા AAP ના સાંસદ, માર્શલ ઉઠાવીને લઈ ગયા

સસ્પેન્શન બાદ સંજય સિંહે કહ્યું કે સદનમાં અમને ત્રણેયને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ આ સસ્પેન્શનથી કોઈ ફરક પડતો નથી. અમે ખેડૂતોના હકમાં અવાજ ઉઠાવતા રહીશું.

Feb 3, 2021, 03:29 PM IST

ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ

દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ (Vice President Venkaiah Naidu) કોરોનાથી સંક્રમિત થયા છે.

Sep 29, 2020, 09:36 PM IST

ભારતનું પ્રથમ સ્વદેસી સોશિયલ મીડિયા એપ Elyments થયું લોન્ચ, આ ફિચર્સ છે ખાસ

દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ (Venkaiah Naidu)એ રવિવારે પ્રથમ સ્વદેશી સોશિયલ મીડિયા એપ એલિમેન્ટ્સ (Elyments)ને લોન્ચ કર્યું છે. યૂઝર્સ હવે આ એપને ગૂગલ પ્લે સ્ટોર (Google Play store)થી ડાઉનલોડ કરી શકસે. લોન્ચિંગ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર પણ હાજર હતા.

Jul 5, 2020, 05:27 PM IST

લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષોની ચોમાસુ સત્ર પર ચર્ચા, 'ઈ-સંસદ ફોર્મ્યુલા' પર પણ થઈ વાત

કોરોના વાયરસને કારણે અત્યાર સુધી દેશ બંધ હતો. હવે કોરોના મહામારી વચ્ચે સંસદના ચોમાસુ સત્રને લઈને બેઠક યોજાઇ હતી. આ દરમિયાન ઘણા મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ હતી. 

Jun 1, 2020, 10:47 PM IST

Ramayan મુદ્દે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ કર્યું ટ્વીટ, કરી મોટી વાત

રામાનંદ સાગરની રામાયણે (Ramayan) દર્શકોને લોકડાઉનમાં ખુબ જ મનોરંજન કર્યું. 80 દશકનાં ચર્ચિત ધારાવાહીક રામાયણ મુદ્દે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ (Venkaiah Naidu) ટ્વીટ કર્યું છે. ઉપરાષ્ટ્રપતિએ નવી પેઢીને દેશની સંસ્કૃતિ અને લોક પરંપરાથી પરિચિત કરાવવા માટે દુરદર્શનનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ રામાયણ ધારાવાહિકનાં વર્લ્ડ રેકોર્ડ બનાવવા અંગે ખુશી વ્યક્ત કરી.

May 4, 2020, 09:04 PM IST

સંસદીય સમિતીઓની બેઠકમાં સાંસદોની ગેરહાજરીથી ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ ખફા કહ્યું કે...

રાજ્યસભાનાં સભાપતિ વેંકૈયા નાયડૂએ (Venkaiah Naidu) સંસદીય સમિતીઓની બેઠકમાં સભ્યોની પાંખી હાજરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. નાયડૂએ સોમવારે જણાવ્યું કે, 244માંથી 95 સાંસદોએ સંસદીય સ્થાયી સમિતીઓની એક પણ બેઠકમાં ભાગ નથી લીધો. તેમાં રાજ્યસભાનાં 23 સભ્યો છે. બજેટ સત્રનાં બીજા તબક્કા પહેલા દિવસે રાજ્યસભાની બેઠક ચાલુ થવા અંગે વિભાગ સંબંધી સ્થાયી સમિતીઓની બેઠકના લેખાજોખા આપતા નાયડૂએ કહ્યું કે, રાજ્યસભાની આઠ સ્થાયી સમિતીઓ અત્યાર સુધી થયેલી 20 બેઠકોમાં સભ્યોની 45.35 ટકા જ હાજર રહ્યા હતા.

Mar 2, 2020, 11:02 PM IST

હાથમાં દાતરડું લઇને ખેતરમાં પહોંચી ગયા આ રાજ્યના CM, લોકોએ કહ્યું- અમને અમારા ખેડૂતો પર ગર્વ છે

ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂએ રવિવારે ટ્વિટર પર તમિલનાડુના મુખ્યમંત્રી કે.પલનીસ્વામીનો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં મુખ્ય્માંત્રી પોતાના હાથમાં દાતરડું પકડીને ખેતરમાં કામ કરી રહ્યા છે. નાયડૂ પોતાના મૂળિયા ન ભુલવા માટે પલનીસ્વામીની પ્રશંસા કરી છે. 

Jan 20, 2020, 06:26 PM IST

રાષ્ટ્રપતિનું નિશાન મેળવનાર સાતમુ રાજ્ય બન્યું ગુજરાત, ઉપરાષ્ટ્રપતિએ આપ્યું સન્માન

ગુજરાત પોલીસ માટે આજે 15 દિવસનો ગર્વનો દિવસ બન્યો છે. ગુજરાત પોલીસને નિશાન એવોર્ડ મળ્યો છે. આજથી ગુજરાત પોલીસ (Gujrat Police) ને નવો કલર અને નવું નિશાન (Presidents Colours award) મળ્યો છે. આ સન્માન મેળવનારું ગુજરાત દેશનું સાતમું રાજ્ય બન્યું છે. ગુજરાત પોલીસને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ (Venkaiah Naidu) ના હસ્તે નિશાન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ખાસ કાર્યક્રમમાં કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ગુજરાત પોલીસને એક ખાસ પ્રકારનું નિશાન પ્રદાન કરવામાં આવ્યું. આ સાથે ગુજરાત પોલીસને નવો કલર અને નવું નિશાન મળ્યું છે.

Dec 15, 2019, 02:46 PM IST

દેશનાં વિકાસ માટે સરકાર ઉપરાંત જનભાગીદારી પણ એટલી જ જરૂરી: ઉપરાષ્ટ્રપતિ

દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે આણંદ-વિદ્યાનગરમાં જુદા જુદા કાર્યક્રમ અંતર્ગત 2 દિવસની ગુજરાત મુલાકાતે આવેલા છે. ઉપરાષ્ટ્રપતિ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આણંદના સાંસદ મિતેષ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિે આણંદ ખાતે આવેલા ઇરમા (ઇન્સ્ટીટ્યુંટ ઓફ રૂરલ મેનેજમેન્ટ)નાં 40માં સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિનાં હસ્તે તેમની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. આ ઉપરાંત તેમણે NDDB, IRMA, Amul, GCMMF ની વિકાસગાથા દર્શાવતા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.

Dec 14, 2019, 09:12 PM IST
Vice President Of India Venkaiah Naidu Two Day Visit To Gujarat PT52S

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે

ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ આણંદની મુલાકાતે આવ્યા છે. NDDB સંકુલમાં ઇરમાના સ્થાપના દિનની ઉજવણીમાં હાજર રહેશે. ઉપરાષ્ટ્રપતિ સાથે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત અને NDDB સંચાલકો ઉપસ્થિત રહેશે.

Dec 14, 2019, 12:30 PM IST

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પહોંચ્યા કરમસદ, સરદાર સાહેબના ઘરની લીધી મુલાકાત

ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રવિવારે કરમસદની મુલાકાતે આવ્યા હતા. ત્યાં સરદાર સાહેબના ઘરની મુલાકાત લીધી હતી. આ સમયે તેવો દ્વારા ખુબ ધીરજ પૂર્વક સરદાર સાહેબના ફોટોગ્રાફને ધ્યાનથી નિહાળ્યો હતો. અને મોટા ભાગની તસ્વીરને ઓળખતા હોય તેવી રીતે સમજતા હતા.

Jan 20, 2019, 10:21 PM IST

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે ગુજરાતના પ્રવાસે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત

ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે ગુજરાતની મુલાકાતે છે. 20મી જાન્યુઆરીના રોજ એટલે કે આજે સવારે 9.20 કલાકે હેલીકોપ્ટર દ્વારા નર્મદા જિલ્લાના કેવડીયા કોલોનીના હેલીપેડ ખાતે આવી પહોંચ્યાં.

Jan 20, 2019, 09:07 AM IST

વેંકૈયા નાયડૂના કાર્યક્રમમાં ટોપલેસ થઇ મહિલા, ટ્રમ્પ સામે હતો રોષ

મહિલા પ્રદર્શનકર્તાએ પોતાનાં શરીર પર ફેક અને પીસ શબ્દ છપાવેલા હતા

Nov 11, 2018, 08:09 PM IST

કેટલાક લોકો હિન્દુ શબ્દને 'અછૂત' બનાવવાની કોશિશ કરી રહ્યાં છે: વેંકૈયા નાયડુ

ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ કહ્યું કે કેટલાક લોકો હિન્દુ શબ્દને 'અછૂત' અને 'અસહ્ય' બનાવવાની કોશિશ કરી રહ્યાં છે.

Sep 10, 2018, 11:03 AM IST

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ રવિવારે ગુજરાતની મુલાકાતે, RCC રોડનું કરશે ખાતમુહૂર્ત

નારીથી અધેલાઇ સુધી 33 કિમીનો રસ્તો બનવાની સાથે અમદાવાદ-ભાવનગરનું અંતર 30 કિમી ઘટી જશે. 

Aug 11, 2018, 05:36 PM IST