PM મોદીનો વિપક્ષ પર હુમલો, અનુશાસન પર કહે છે તાનાશાહ
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ પોતાના પુસ્તકમાં વિભિન્ન કાર્યક્રમો, યાત્રાઓ અને પોતાના કામકાજનો અનુભવ વ્યક્ત કર્યો છે. જેનું વિમોચન વડાપ્રધાન મોદીએ કર્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ તરીકે રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂના પ્રથમ પુસ્તકનું વિમોચન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હાજર હતા. જેમણે શાયરાના અંદાજમાં નાયડૂ પર બોલતા કહ્યું, સિતારો કે આગે જહાં ઔર ભી હૈ, અભી ઇશ્ક કે ઇમ્તેહાં ઔર ભી હૈ. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ નાયડૂના અનુશાસનની પ્રશંસા કરતા દેશની હાલની સ્થિતિ પર ટિપ્પણી કરી હતી.
પોતાના સંબોધનમાં પીએમ મોદી વેંકૈયા નાયડૂના વ્યક્તિત્વની પ્રશંસા કરી રહ્યાં હતા. સાથે સંગઠનમાં પોતાની સાથે રહેલા અનુભવ કહી રહ્યાં હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, નાયડૂ જીના જીવનમાં અનુશાસન ખૂબ મુખ્ય રહ્યું છે. ત્યારબાદ મોદીએ કહ્યું કે, આજકાલ દેશમાં તેવી સ્થિતિ છે જો કોઈ અનુશાસિત હોય તો તેને અલોકતાંત્રિક કહી દેવામાં આવે છે કે ઓટોક્રેટ સુધી પણ કહી દેવામાં આવે છે.
તો આ કાર્યક્રમમાં હાજર પૂર્વ પીએમ મનમોહન સિંહે પોતાના સંબોધનમાં કહ્યું કે, આ પુસ્તકમાં વેંકૈયા નાયડૂ ઉપરાષ્ટ્રપતિ કાર્યકાળમાં પોતાના રાજકીય અને પ્રશાસનિક અનુભવને સામેલ કરે છે અને આ તેમના એક વર્ષના કાર્યકાળમાં કેટલિક હદ સુધી પ્રતિબિંબિત હોય છે. પરંતુ સૌથી સારૂ હજુ પણ આવવાનું છે. કોઈ કવિએ કહ્યું કે, સિતારો કે આગે જ્હાં ઔર ભી હૈ, અભિ ઇશ્ક કે ઇમ્તેહાં ઔર ભી હૈ.
સંસદના કામકાજ પર ચિંતા વ્યક્ત કરતા ઉપરાષ્ટ્રપતિ નાયડૂએ કહ્યું કે, તે સંસદમાં જે રીતે કાર્ય કરવું જોઈએ તેમ થતું નથી, આ કારણે તે થોડા નાખુશ છે. અન્ય વિષયો પર વસ્તુ આગળ વધી રહી છે. વિશ્વ બેન્ક, એશિયન ડેવલોપમેન્ટ બેન્ક, વર્લ્ડ ઈલોનોમિક ફોરમે જે રીતે રેટિંગ આપ્યું છે તે પ્રશંસાલાયક છે. તમામ ભારતીયોએ આર્થિક ક્ષેત્રમાં થઈ રહેલા કાર્ય પર ગર્વ કરવો જોઈએ.
Atal Ji wanted to give Venkaiah Naidu Ji a ministry. Venkaiah Ji said, 'I want to be the minister for rural development'. He is a farmer at heart. He is dedicated towards the welfare of farmers and agriculture: PM Narendra Modi at VP Venkaiah Naidu's book launch pic.twitter.com/4BrsNkSYqs
— ANI (@ANI) September 2, 2018
તેમણે કહ્યું કે, કૃષિને સતત સહારો આપવાની જરૂર છે. નાણાપ્રધાન અહીં હાજર છે, તેમને આ પસંદ ન આવે જે હું કહી રહ્યો છું, કારણ કે તેમણે તમામનું ધ્યાન રાખવાનું છે. પરંતુ આવનારા દિવસોમાં કૃષિ ક્ષેત્રમાં વિશેષ ઝુકાબની જરૂર નથી તો લોકો ખેતી ધોડી દેશે કારણ કે આ લાભકારી નથી.
ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ છેલ્લા એક વર્ષા કાર્યકાળના અનુભવોને ચિત્ર અને શબ્દોના માધ્યમથી સંકલિક કરી પુસ્તકનું રૂપ આપ્યું છે. જેનું નામ છે મૂવિંગ ઓન મૂવિંગ ફોરવર્ડ, અ યર ઇન ઓફિસ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે