Akola Violence: સોશિયલ મીડિયા પોસ્ટના કારણે અકોલામાં ભડકી હિંસા, 1 વ્યક્તિનું મોત 8 ઘાયલ

Akola Violence: આ અથડામણ સોશિયલ મીડિયા પોસ્ટના કારણે થઈ હતી. હાલ સ્થિતિને કાબુમાં કરવા માટે સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. મહત્વનું છે કે અકોલામાં આ બીજી આવી ઘટના બની છે. 
 

Akola Violence: સોશિયલ મીડિયા પોસ્ટના કારણે અકોલામાં ભડકી હિંસા, 1 વ્યક્તિનું મોત 8 ઘાયલ

Akola Violence: મહારાષ્ટ્રના અકોલામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે અહીં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં એક મહિલા પોલીસ કર્મીનો પણ સમાવેશ થાય છે. અકોલામાં ટોળાએ કેટલીક ગાડીઓમાં તોડફોડ કરી છે. જાણવા મળતી માહિતી અનુસાર આ અથડામણ સોશિયલ મીડિયા પોસ્ટના કારણે થઈ હતી. હાલ સ્થિતિને કાબુમાં કરવા માટે સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. મહત્વનું છે કે અકોલામાં આ બીજી આવી ઘટના બની છે. થોડા દિવસ પહેલા પણ અકોલામાં આ રીતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી 

આ પણ વાંચો:

અકોલા હિંસા અંગે જાણવા મળતી માહિતી અનુસાર સોશિયલ મીડિયા પોસ્ટના કારણે સમગ્ર વિવાદ શરૂ થયો હતો. સોશિયલ મીડિયા પોસ્ટને લઈને બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં બાર લોકોની ધરપકડ કરી છે. સ્થિતિને કંટ્રોલમાં રાખવા માટે તંત્ર દ્વારા અહીં 144 કલમ લાગુ કરવામાં આવી છે.

આ અંગે અકોલાના કલેક્ટર ની માં અરોરા એ જણાવ્યું હતું કે હિંસક અથડામણ પછી શહેરમાં 144 કલમ લાગુ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યા અનુસાર લોકોએ કેટલીક ગાડીઓમાં તોડફોડ કરી છે. સામાન્ય વિવાદ બાદ સમગ્ર ઘટના હિંસક અથડામણમાં પરિવર્તિત થઈ હતી જ ના કારણે લોકોની ભીડ ઉમટી પડી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news