Viral Video : શું છે રાફેલ ડીલ? પલ્લવી જોશીએ સમજાવી શિરાની જેમ ગળે ઉતરતી હકીકત
રોજબરોજના પ્રસંગ દ્વારા પલ્લવીએ જટિલ રાફેલ ડીલની વાસ્તવિકતા સમજાવી દીધી છે
Trending Photos
મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ પલ્લવી જોશી ભાગ્યે જ પડદા પર દેખાય છે પણ સોશિયલ મીડિયામાં અનેક ગંભીર મુદ્દાઓ પર પોતાનું મંતવ્ય આપે છે. હાલમાં તેનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેણે રોજબરોજના પ્રસંગ દ્વારા પલ્લવીએ જટિલ રાફેલ ડીલની વાસ્તવિકતા સમજાવી દીધી છે.
ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારનો એક સમયે હિસ્સો રહેલા યશવંત સિંહા અને અરુણ શૌરી તથા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ફ્રાન્સ સરકાર સાથે કરાયેલી રાફેલ ફાઈટર પ્લેનની ડીલ પર સવાલ ઉઠાવીને ત્રણ મહિનાની અંદર આ ડીલનું કેગ પાસે ઓડિટ કરાવવાની માગણી કરી છે. પૂર્વ નાણાં પ્રધાન યશવંત સિંહાએ શૌરી અને પ્રશાંત ભૂષણ સાથે એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું તે, કોંગ્રેસે આ ડીલની સંયુક્ત સંસદીય સમિતિ પાસે તપાસ કરાવવાની માગણી કરી છે.
કોંગ્રેસ ઘણા સમયથી રાફેલ ડીલમાં મોટું કૌભાંડ આચરાયું હોવાના ગંભીર આરોપો લગાવીને જણાવી રહી છે કે સરકાર એક રાફેલ પ્લેન માટે રૂ.1670 કરોડ ચૂકવી રહી છે, જ્યારે યુપીએ સરકારે 126 રાફેલ પ્લેનની ખરીદી અંતર્ગત એક રાફેલ પ્લેનની કિંમત રૂ.526 કરોડ નક્કી કરી હતી. કેન્દ્રિય રક્ષાપ્રધાન નિર્મલા સીતારમન અને અરુણ જેટલીએ રાફેલ ફાઈટર પ્લેન ડીલ અંગે કરવામાં આવેલા તમામ આરોપો ફગાવ્યા હતા અને જણાવ્યું હતું કે, સરકાર આ અંગે સંસદમાં પહેલાં જ જવાબ આપી ચૂકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે