હાથણી કૂંડમાં પાણીનું લેવલ થયું ઓછું, દિલ્હીમાં ટળ્યો પૂરનો ખતરો!
Trending Photos
યમુના નગર: હરિયાણાના હાથણી કૂંડ બેરેજમાં પાણીનું લેવલ ઓછું થઈ ગયું છે. અહીં યમુના નદી ખતરાના નિશાનથી નીચે વહી રહી છે. મંગળવારે સવારે 8 વાગે હાથણી કૂંડથી પાણી છોડાયા બાદથી જ દિલ્હીમાં યમુના નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી હતી.
અત્રે જણાવવાનું કે હાથિણી કૂંડ બેરાજથી પાણી છોડાયા બાદ દિલ્હીવાળાઓની પરેશાની વધી ગઈ હતી. યમુના નદીનું જળ સ્તર ખતરાના નિશાન 204.5 મીટરથી 205.94 મીટરથી વધીને 1.44 મીટર થઈ ગયું છે. યમુના બ્રિજથી ટ્રેનોની અવરજવર હાલ રોકી દેવાઈ છે. સોમવાર સાંજ સુધીમાં 10 હજાર લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડાયા હતાં.
પ્રશાસને કમર કસી
દિલ્હીમાં પૂરથી લોકોને વધુ નુકસાન ન થાય તે માટે પ્રશાસનિક અધિકારીઓ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવાઈ છે. એવા અહેવાલ છે કે આજે 23,816 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાશે. પૂરથી પરેશાન થનારા લોકો માટે 2120 રિલિફ કેમ્પ બનાવવામાં આવશે જેમાંથી 1100 કેમ્પ તૈયાર થઈ ગયા છે.
30 લોકેશન પર નૌકા તહેનાત
દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં પ્રશાસનિક અધિકારીઓ દ્વારા 30 લોકેશનને પોઈન્ટ કરાયા છે અને આ સાથે તે જગ્યાઓ પર 53 નૌકાઓ તહેનાત કરાઈ છે. ઈમરજન્સી નંબર પણ બહાર પાડવામાં આવ્યાં છે. દિલ્હીમાં રહેતા લોકોને પૂરથી કોઈ પણ પરેશાની થાય તો તેઓ 21210849, 22421656 પર કોલ કરી શકે છે.
જળસ્તરે તોડ્યો 6 વર્ષનો રેકોર્ડ
હાથણી કૂંડ બેરજથી પાણી છોડાયા બાદ રાજ્યના સિંચાઈ વિભાગે હાઈ ફ્લડ જાહેર કરીને દિલ્હી સિંચાઈ વિભાગને સૂચિત કરી દીધુ હતું. હાથણી કૂંડ બેરજમાં જળસ્તરે 6 વર્ષનો રેકોર્ડ રેકોર્ડ તોડ્યો છે. રવિવારે જળસ્તર 8.28 લાખ ક્યૂસેક સુધી પહોંચી ગયું હતું. તે પહેલા વર્ષ 2013માં જળ સ્તર 8 લાખ ક્યૂસેક હતું. અત્યાર સુધી હાથણી કૂંડ બેરજમાંથી યમુનામાં 8 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે.
નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટ
હાથણી કૂંડ બેરજમાંથી પાણી છોડાયા બાદથી યમુનાની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અલર્ટ કરી દેવાયા હતાં. પ્રશાસનિક અધિકારીઓ તરફથી કહેવાયું છે કે મંગળવારે યમુનાનું જળસ્તર વધી શકે છે. જેના કારણે લોકોને પરેશાની થઈ શકે છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે