પૂર

કેન્દ્રીય જળ આયોગની ભરૂચમાં પૂરની ચેતવણી, જિલ્લામાં તૈનાત રહેશે બે NDRFની ટીમ

તંત્રએ ભરૂચની સ્થિતિને જોતા વધુ એક એનડીઆરએફની ટીમ રવાના કરી છે. કુલ બે એનડીઆરએફની ટીમ ભરૂચ જિલ્લામાં રહેશે. 
 

Aug 30, 2020, 03:20 PM IST

ચીનમાં પૂરથી હાહાકાર: 71 વર્ષ બાદ ભગવાન બુદ્ધની પ્રાચીન પ્રતિમા સુધી પહોંચ્યું પાણી

દક્ષિણ પશ્વિમ ચીનના યાંગટ્જી નદીના ઉંચાઇવાળા વિસ્તારોમાં અધિકારીઓએ એક લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડ્યા છે. ભીષણ પૂરથી અહીં સ્થિતિ 1200 વર્ષ જૂના વિશ્વ વિરાસત સ્થળ પર ખતરો મંડરાવવા લાગ્યો છે. 

Aug 20, 2020, 03:22 PM IST

આસામમાં પૂરથી સ્થિતિ ખરાબ, અત્યાર સુધી 110 લોકોના મૃત્યુ, 24 જિલ્લાના લાખો લોકો પ્રભાવિત

આસામમાં વધુ પાંચ લોકોના મોત સાથે જ પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા હવે 110 થઈ ગઈ છે. રવિવારે આવેલા નવા આંકડા મુજબ રાજ્યના 33 જિલ્લાઓમાંથી 24 જિલ્લાના લગભગ 25.29 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. 

Jul 20, 2020, 09:12 AM IST

આસામમાં પૂરથી ભયાનક સ્થિતિ, 54 લાખ લોકો પ્રભાવિત, કાઝીરંગા નેશનલ પાર્કમાં 96 જાનવરોના મોત

પૂર્વોત્તરનું રાજ્ય આસામ (Assam)પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે. આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 79 લોકોના જીવ ગયા છે. અનેક લોકો પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા છે. જેમને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવી રહ્યાં છે. આ પૂરથી માણસોનું જ જનજીવન નહીં પરંતુ જીવજંતુ પણ ખુબ પ્રભાવિત થયા છે. 

Jul 19, 2020, 12:02 PM IST

અસમમાં પૂરથી સ્થિતિ વિકરાળ, અત્યાર સુધી 15ના મોત, 2.53 લાખ લોકો અસરગ્રસ્ત

આ જાણકારી અધિકારીઓએ શુક્રવારે આપી. અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલએ પણ જિલ્લામાં સૂચના આપી દીધી છે કે પ્રભાવિત વિસ્તારોમાં રાહતકાર્ય તેજ કરવાના નિર્દેશ આપ્યા છે. અસમમાં વધુ એક મોત થયા બાદ મોતની સંખ્યા વધીને 15 થઇ ગઇ છે. 

Jun 27, 2020, 09:14 AM IST

રાહતના સમાચારઃ બંદરો પર પહોંચી હજારો ટન ડુંગળી, ટુંક સમયમાં બજારમાં પહોંચશે

નવી દિલ્હીઃ દેશભરમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો રૂ.100ની આસપાસ પહોંચી ગયા છે ત્યારે હવે સરકારે બીજા દેશોમાંથી ડુંગળી આયાત કરીને લોકોને રાહત આપવાનું આયોજન કર્યું છે. 200 ટન ડુંગળી ભારતના વિવિધ બંદરો પર પહોંચી ગઈ છે અને હજુ 3000 ટન ડુંગળી માર્ગમાં છે. કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું કે, 80 કન્ટેનરમાં 2500 ટન ડુંગળી અગાઉ ભારતીય બંદરો પર પહોંચી ચુકી છે. 

Nov 7, 2019, 10:57 PM IST
gamdu jage che PT3M1S

ગામડું જાગે છે: ચોમાસુ પૂર્ણ થયા છતા અહિંયા પૂર જેવી સ્થિતિ

ચોમાસુ વિદાય લેવા છતા સંતરામપુરના આ ગામમાં પુરની સ્થિતિને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Oct 5, 2019, 11:35 PM IST

બિહારમાં આજે ફરીથી ભારે વરસાદની સંભાવના, તમામ સ્કૂલો દુર્ગા પૂજા સુધી બંધ

હવામાન વિભાગે પટના સહિત મધ્ય બિહારના જિલ્લામાં ભારે વરસાદના કારણે એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે ગુરુવાર અને શુક્રવાર દક્ષિણ-પશ્ચિમ બિહારના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંપૂર્ણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Oct 3, 2019, 09:51 AM IST

પંચમહાલ: કરાડ નદીના તણાયેલા વિદ્યાર્થીને પોલીસ જવાને જીવના જોખમે બચાવ્યો

જિલ્લાના રાજગઢ વિસ્તારમાં આવેલી કરાડ નદીમાં તણાયેલા એક વિદ્યાર્થીનો પોલીસ જવાને જીવ બચાવ્યો છે. વિદ્યાર્થી સાયકલ લઇને પુલ પરથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન એકાએક પાણીના પ્રવાહમાં સાયકલ સાથે તણાયો હતો જેને પોલીસ જવાને જોતા વિદ્યાર્થીઓને બચાવ્યો હતો.

Oct 1, 2019, 09:03 PM IST
Patients Stuck in flood at Manavadar PT3M38S

પૂરમાં ફસાયેલા દર્દીઓનો આબાદ બચાવ

માણાવદર તાલુકાના મરમઠ ગામે પુરમાં દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગામમાં બે ડેન્ગ્યુના દર્દીઓને રેસ્ક્યુ કરી હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા. આ મામલામાં માણાવદર મામલતદારની રેસ્ક્યુ ટીમે જહેમત ઉઠાવી સાત લોકોએ બે કલાક સુધી ભારે જહેમત ઉઠાવી અડધો કિલોમીટર સુધી દોરડા વડે જીવના જોખમે રેસ્ક્યુ કર્યું હતું અને બંને દર્દીઓને હેમખેમ બહાર કાઢી હોસ્પિટલે પહોંચ્યા હતા.

Sep 30, 2019, 05:40 PM IST
Rescue of patiends from flood PT3M42S

જૂનાગઢમાં ભારે વરસાદ, લેટેસ્ટ પરિસ્થિતિ જાણવા કરો ક્લિક

જૂનાગઢમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ  સંજોગોમાં અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે અને લોકોના તેમજ વાહનોના ફસાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. 

Sep 30, 2019, 05:15 PM IST

બિહારમાં વરસાદનો કેર, 3 દિવસ સુધી ઘરમાં ફસાયેલા ડે.CM સુશીલ મોદીને NDRFએ રેસ્ક્યુ કર્યા

છેલ્લા 3 દિવસથી પોતાના ઘરમાં જ ફસાઈ ગયેલા બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી અને તેમના પરિવારના સભ્યોને પણ એનડીઆરએફના જવાનોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યાં. 

Sep 30, 2019, 03:34 PM IST

યુપી-બિહારમાં વરસાદ અને પૂરનો પ્રકોપ, 130થી વધુ લોકોના મોત, અનેક લોકો ઘાયલ

દેશના અનેક ખૂણામાં વરસાદ અને પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ બાદ હવે ઉત્તર પ્રદેશમાં પૂર અને વરસાદના કારણે લોકો મુસિબતમાં છે.

Sep 30, 2019, 09:29 AM IST
Mahisagar river cause problem PT1M7S

મહીસાગર નદીના પાણીથી ખેતીને થઈ શકે છે નુકસાન

મહીસાગર નદીના પાણીથી ખેતીને નુકસાન થઈ શકે છે. આ સ્થિતિમાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ પણ ઉભી થઈ શકે છે.

Sep 16, 2019, 10:00 AM IST

ગિરનાર પર ચઢેલા 50 શ્રદ્ધાળુઓ અધવચ્ચેથી વહેતા પાણીમાં ફસાયા, સ્થાનિકોએ દોરડા નાંખી બચાવ્યા

હાલ સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘો વરસી રહ્યો છે. જુનાગઢમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે ગરવા ગિરનારનો એક વીડિયો સામે આવ્યો છે. ભારે વરસાદને કારણે પહાડી પરથી ધોધમાર વરસેલા વરસાદી પાણી પડ્યુ હતું, જેમાં કેટલાક લોકો ફસાયા હતા. 

Sep 4, 2019, 12:40 PM IST
Junagadh Flood At Jatashankar PT2M48S

ગિરનારના પહાડ પર નદીઓમાં પૂર આવ્યું, પૂરમાં ફસાયેલા 50 લોકોને બચાવાયા

હાલ સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘો વરસી રહ્યો છે. જુનાગઢમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે ગરવા ગિરનારનો એક વીડિયો સામે આવ્યો છે. ભારે વરસાદને કારણે પહાડી પરથી ધોધમાર વરસેલા વરસાદી પાણી પડ્યુ હતું, જેમાં કેટલાક લોકો ફસાયા હતા. આ વીડિયો ગઈકાલનો છે. જુનાગઢમાં ધોધમાર વરસાદને પગલે ગિરનારના પહાડ ઉપર નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. પહાડી ઉપર આવેલા જટાશંકર પાસે પૂરના પાણીમાં કેટલાક લોકો ફસાયા હતા. નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા લોકોને પૂરથી બચાવાયા હતા. સ્થાનિક યુવાનો દ્વારા દોરડા વડે તમામ પર્યટકોને બચાવી લેવાયા હતા. જટાશંકર મંદિરે દર્શન કરવા આવેલા 50થી વધુ લોકો ફસાયા હતા હતા. એકબીજાને મદદ કરી તમામ લોકો હેમખેમ પૂરના પાણીમાંથી બહાર આવ્યા હતા.

Sep 4, 2019, 12:40 PM IST
Water Level of Yamuna River Increases, Possibility of Floods In Delhi PT3M35S

યમુના નદીના જળસ્તરે વટાવી ભયજનક સપાટી, દિલ્લી પર વધ્યો પૂરનો ખતરો

દિલ્લી પર ધીમે ધીમે વધી રહ્યો છે પુરનો ખતરો, હથનીકુંડમાંથી છોડાયું 8 લાખ ક્યુસેક પાણી. નીચાણવાળા વિસ્તારમાંથી 10 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.

Aug 20, 2019, 03:20 PM IST

હાથણી કૂંડમાં પાણીનું લેવલ થયું ઓછું, દિલ્હીમાં ટળ્યો પૂરનો ખતરો!

હરિયાણાના હાથણી કૂંડ બેરેજમાં પાણીનું લેવલ ઓછું થઈ ગયું છે. અહીં યમુના નદી ખતરાના નિશાનથી નીચે વહી રહી છે. મંગળવારે સવારે 8 વાગે હાથણી કૂંડથી પાણી છોડાયા બાદથી જ દિલ્હીમાં યમુના નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી હતી. 

Aug 20, 2019, 11:28 AM IST

વડોદરા : પૂરની કેશડોલ મેળવવા સવારે 6 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા છે, પણ અધિકારી ફરક્યા જ નહિ

વડોદરામાં પૂરના પાણી ઓસર્યાને 10 દિવસથી વધુ દિવસો થઈ ગયા હોવા છતાં હજી સુધી તંત્રએ લોકોને કેશડોલ કે ઘરવખરીની સહાય ચૂકવી નથી. જેના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરાના સલાટવાડા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં કેશડોલ અને ઘરવખરીની સહાય લેવા માટે મોટી સંખ્યામાં લોકો લાંબી લાંબી કતારોમાં ઉભા છે. સવારના 6 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા છે, તેમ છતાં એકપણ અધિકારીઓ ફરક્યા નહિ. 

Aug 19, 2019, 11:44 AM IST

દેશના અડધા રાજ્યોમાં પૂરને કારણે સુરતનો કાપડ ઉદ્યોગ મંદીમાં ડૂબ્યો, રોજની માંડ 100 ટ્રક પણ નીકળતી નથી

દેશમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પાંચ રાજ્યો અસરગ્રસ્ત થયા છે અને આ તમામ રાજ્યોમાં તહેવારની સીઝન હોવાના કારણે તેની સીધી અસર સુરતના કાપડ માર્કેટ પર પડી છે. દેશમાં કોઈપણ તહેવાર હોય, સુરતનું કાપડ માર્કેટ દેશના ખૂણે-ખૂણામાં કપડુ પહોંચાડે છે. પરંતુ પૂર અસરગ્રસ્ત રાજ્યોમાં આ વખતે સમયસર કાપડ ન પહોંચતા આશરે ૩૦૦ કરોડના વેપારને અસર પડી છે. માત્ર ૨૫ ટકા જ કાપડ આ રાજ્યોમાં પહોંચી શક્યુ છે.

Aug 19, 2019, 11:17 AM IST