સની દેઓલ ફિલ્મી ફોજી છે જ્યારે હું રિયલ ફોજી : કેપ્ટન અમરિંદર સિંહ
બોલિવુડ અભિનેતા સની દેઓલનાં ચૂંટણી મેદાનમાં ઉતર્યા બાદ ગુરદાસપુર બેઠકની લડાઇ વધારે રોમાંચક બની છે
Trending Photos
નવી દિલ્હી : પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ગુરૂદાસપુરથી ભાજપ ઉમેદવાર અને ફિલ્મ અભિનેતા સન્ની દેઓલના મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે. સન્ની દેઓલ ભાજપની ગુરદાસપુરથી ટીકિટ ફાળવવામાં આવી છે. આ સીટ પર દેઓલ (62)ની ટક્કર કોંગ્રેસી સાંસદ અને પાર્ટી ઉમેદવાર સુનીલ જાખડ ઉપરાંત આપના ઉમેદવાર પીટર મસીહ અને પંજાબ ડેમોક્રેટિક એલાઉન્સનાં ઉમેદવાર લાલચંદ સાથે છે. કેપન્ટન અમરિંદર સિંહે કહ્યું કે, સની દેઓલ ફિલ્મી ફોજી છે જ્યારે હું વાસ્તવીક ફોજી છું. અમે તેને હરાવી દઇશું. તે અમારા ઉમેદવાર સુનીલ જાખડ અથવા કોંગ્રેસ માટે જરા પણ ખતરા રૂપ નથી.
સની દેઓલ ચૂંટણીમાં ઉતરતા રોમાંચ
બોલિવુડ અભિનેતા સની દેઓલનાં ચૂંટણી મેદાનમાં ઉતરવાનાં કારણે ગુરદાસપુરનું યુદ્ધ વધારે રોચક બની ગયું છે. ગુરદાસપુરથી દિવંગત અભિનેતા વિનોદ ખન્ના ચૂંટણી લડતા હતા. અહીંથી તેઓ 4 વખત સાંસદ રહી ચુક્યા છે. ખન્નાના નિધન બાદ એપ્રીલ 2017માં અહીં પેટાચૂંટણીમાં કોંગ્રેસનાં સુનીલ જાખડે વિજય પ્રાપ્ત કર્યો હતો. ત્યારે જાખડે ભાજપનાં સવર્ણ સાલરિયાને 1,93,219 મતથી પરાજીત કર્યા હતા. તે સમયે પણ કવિતા ટિકિટ મેળવવા માટે પ્રયત્નરત્ન હતી પરંતુ ત્યારે પણ તેનું પત્તુ કપાઇ ગયું હતું. વિનોદ ખન્ના આ સીટ પરથી 1998,1999, 2004 અને 2014માં જીત પ્રાપ્ત કરી હતી. તેમણે અહીં લોકો પ્રેપથી પુલોના સરદાર કહે છે. તેમણે દુરના અંતરિયાળ ગામોને જોડવા માટે અનોખુ કામ કર્યું હતું.
PM મોદીએ ઉમેદવારી નોંધાવતા પહેલા 2 વડીલોનાં ચરણસ્પર્શ કરી માર્યો માસ્ટર સ્ટ્રોક
સનીની ઉમેદવારીનો વિરોધ
સન્ની દેઓલને ગુરદાસપુરથી ટિકિટ મળવાનો વિરોધ પ્રસિદ્ધ અભિનેતા દિવંગત વિનોદ ખન્નાની પત્ની કવિતા ખન્નાએ કર્યો. કવિતાએ પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ અભિનેતા સન્ની દેઓલને ગુરદાસપુર લોકસભા સીટથી ટિકિટ મળવાનાં કારણે પોતાની જાતને છળાયેલા અનુભવી રહ્યા છે અને અપક્ષ ચૂંટણી લડવા સહિતના વિકલ્પો અંગે વિચારી રહ્યા છે. ટિકિટ મેળવવાની આશાએ જ કવિતા ગુરદાસપુરનાં લોકો અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે ઘણા લાંબા સમયથી બેઠકો યોજી રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે