મોટો ખુલાસો! દિલ્હી હિંસા માટે મેરઠથી મંગાવ્યા હથિયાર, પૂર્વ કોંગ્રેસ નેતાએ આપ્યા પૈસા
Trending Photos
નવી દિલ્હી: ફેબ્રુઆરી મહિનામાં દેશની રાજધાની દિલ્હીમાં થયેલી હિંસા (Delhi Riots) મામલે એક મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસ (Delhi Police)ના એક વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, રમખાણોમાં ઉપયોગમાં લેવામાં આવેલા હથિયારો ઉત્તર પ્રદેશના મેરઠ (Meerut) જિલ્લામાંથી મંગાવવામાં આવ્યા હતા.
દિલ્હી રમખાણોમાં UAPA અંતર્ગત ધરપકડ કરવામાં આવેલા ખાલિદ સેફીએ પૂછપરછ દરમિયાન કબૂલ કર્યું કે દિલ્હીમાં રમખાણો કરાવવા માટે 5 દેશી કટ્ટા મેરઠથી ખરીદવામાં આવ્યા હતા. જેને 25 હજાર રૂપિયામાં ખરીદ્યા હતા. આરોપીએ જણાવ્યું કે, હથિયાર ખરીદવા માટે આ પૈસા કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈશરત જહાંએ તેને આપ્યા હતા, ત્યારબાદ આ હથિયાર મેરઠથી ખરીદવામાં આવ્યા હતા.
તમને જણાવી દેવામાં આવે કે આરોપી ખાલિદ સેફ યૂનાઈટેડ ઓગસ્ટ હટ (UAH)થી જોડાયેલા છે. જેના સારા રાજકીય સંબંધ સારા છે. ત્યારે દિલ્હી હિંસામાં મેરઠનું નામ પહેલાથી ઉજાગર થયું હતું. દિલ્હી પોલીસે આરોપીઓની પૂછપરછ કર્યા બાદ જણાવ્યું હતું કે, એન્ટી સીએએ-એનઆરસી પ્રદર્શનોમાં મેરઠ ઘણા રમખાણોમાં સામેલ હતું. રમખાણો કરવા માટે વિશેષ રીતથી થોડા દિવસ પહેલા દિલ્હી બોલાવવામાં આવ્યા હતા.
ત્યારે દિલ્હી પોલીસે દાખલ કરેલી પૂરક ચાર્જશીટમાં ઘણા મોટા નામ સામે આવ્યા છે. આ ચાર્જશીટમાં વિપક્ષી નેતા સીતારામ યેચુરી (Sitaram Yechury), સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવ (Yogendra Yadav), અર્થશાસ્ત્રી જયતી ઘોષ (Jayati Ghosh), દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અને સામાજિક કાર્યકર અપૂર્વનંદ (Apoorvanand) અને દસ્તાવેજી ફિલ્મ નિર્માતા રાહુલ રોય (Rahul Roy)ના નામ પણ સહ કાવતરું ઘડનાર તરીકે આવ્યું છે. તેઓ બધા પર આરોપ છે કે તેઓએ સીએએનો વિરોધ કરી રહેલા વિરોધીઓને કોઈપણ હદ સુધી જવા કહ્યું છે. આ બધાએ સીએએ-એનઆરસીને સમુદાય વિરોધી ગણાવીને નારાજગી વ્યક્ત કરી હતી અને ભારત સરકારની છબીને દૂષિત કરવા માટે દેખાવો યોજ્યા હતા.
આ ચાર્જશીટ પર સત્તાવાર નિવેદન આપતી વખતે દિલ્હી પોલીસે (Delhi Police) કહ્યું કે, સીએએ વિરોધી વિરોધ પ્રદર્શનનું આયોજન અને સંબોધન કરવાના આરોપીના નિવેદનના આધારે આ નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જાહેરાત નિવેદન સત્ય સાથે રેકોર્ડ થયેલ છે. ફક્ત જાહેરનામાના આધારે વ્યક્તિને દોષી ઠેરવવામાં આવતો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે