Loksabha Election: 40 વર્ષ પહેલા આ 2 સીટ પર ભાજપને મળી હતી જીત, આજે ત્યાં કેવી છે સ્થિતિ, એક સીટ ગુજરાતની

Loksabha Election 2024: 1984માં ભાજપે જે બે સીટો પર જીત મેળવી હતી, તેમાં પ્રથમ સીટ હતી ગુજરાતની મહેસાણાની અને બીજી સીટ હતી સંયુક્ત આંધ્રની હનામકોંડા. 40 વર્ષ બાદ આ બંને સીટો પર શું સ્થિતિ છે, આવો તમને જણાવીએ.

Loksabha Election: 40 વર્ષ પહેલા આ 2 સીટ પર ભાજપને મળી હતી જીત, આજે ત્યાં કેવી છે સ્થિતિ, એક સીટ ગુજરાતની

નવી દિલ્હીઃ તારીખ હતી 29 ડિસેમ્બર અને વર્ષ હતું 1984. લોકસભા ચૂંટણી બાદ સવારે 8 કલાકે મત ગણતરી શરૂ થઈ તો ભાજપના કાર્યાલયમાં સન્નાટો છવાયો હતો. પ્રથમવાર ચૂંટણી મેદાનમાં ઉતરેલી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત ઘણા મોટા-મોટા નેતા ચૂંટણી હારી ગયા હતા. પરંતુ 2 સીટો પર જીતે પાર્ટીને શૂન્ટ પર સમેટવાથી રોકી દીધી હતી. ભાજપના આ પ્રદર્શનની કહાની આજે ચોરાથી લઈને સત્તાના સર્વોચ્ચ વર્તુળોમાં સંભળાવવામાં આવે છે. 1984માં ભાજપે જે બે સીટો પર જીત મેળવી હતી, તેમાં પ્રથમ સીટ હતી ગુજરાતની મહેસાણાની અને બીજી સીટ હતી સંયુક્ત આંધ્રની હમાનકોંડા. 40 વર્ષ બાદ દેશનું રાજકારણ 360 ડિગ્રી યુટર્ન લઈ ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે અને 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેણે 400 સીટો જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે.  તેવામાં અમે તે બે સીટોના રાજકીય સમીકરણ જાણવાનો પ્રયાસ કર્યો છે, જેને ભાજપે સૌથી ખરાબ સમયમાં જીતી હતી. આ સ્ટોરીમાં અમે તમને મહેસાણા અને હનામકોંડા વિશે જણાવીશું. 

1. હનામકોંડાઃ 198માં ભાજપે સંયુક્ત આંધ્ર પ્રદેશની હનામકોંડા સીટથી ચૂંટણી જીતી હતી. હનામકોંડા સીટ પર ભાજપ કે સી જાંગલા રેડ્ડીએ પીવી નરસિમ્હા રાવને 54198 મતથી ચૂંટણીમાં હરાવ્યા હતા. રાવ તે સમયે ભારતના વિદેશ મંત્રી હતા.2008ના પરિસીમનમાં હનામકોંડા સીટને ખતમ કરી દેવામાં આવી હતી. તેનો ભાગ વારંગલમાં જતો રહ્યો હતો. વારંગલ લોકસભા સીટ વર્તમાનમાં દક્ષિણના તેલંગણા રાજ્યમાં છે. વારંગલ સીટ મેળવવી ભાજપ માટે આ વખતે પણ સરળ નથી. વારંગલની સ્થાનીક રાજનીતિમાં કોંગ્રેસ અને બીઆરએસ ખુબ મજબૂત સ્થિતિમાં છે. કોંગ્રેસે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં વારંગલની 7માંથી છ સીટો પર જીત મેળવી હતી. બીજીતરફ આ લોકસભા સીટ વર્તમાનમાં બીઆરએસની પાસે છે. પાર્ટીના પી દયાકર અહીંથી સાંસદ છે. પરંતુ રાજ્યની સત્તા ગુમાવ્યા બાદ બીઆરએસ પહેલાની તુલનામાં અહીં નબળી લાગી રહી છે. બીઆરએસે અહીં કદાવર નેતા કાદ્યામ શ્રીહરિની પુત્રી કાવ્યા કાદ્યામને ટિકિટ આપી છે. કાદ્યામ શ્રીહરિ કેસીઆરની સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીએ અહીં ઉમેદવારની જાહેરાત કરી નથી. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીને અહીં સ્થાનીક મજબૂત ઉમેદવાર મળી રહ્યાં નથી. 

સ્થાનીક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભાજપે બીઆરએસના પૂર્વ ધારાસભ્ય અરૂરી રમેશને પોતાના પક્ષમાં લઈને વારંગલ સીટથી ટિકિટ આપવાની તૈયારી કરી હતી, પરંતુ કેસીઆરે રમેશને મનાવી લીધા હતા. ભાજપ હવે પૂર્વ ડીજીપી કૃષ્ણા પ્રસાદને ઉમેદવાર બનાવી શકે છે. 1987 બેચના આઈપીએસ (નિવૃત્ત) અધિકારી કૃષ્ણા પ્રસાદ 2022માં ભાજપમાં જોડાયા હતા. નરસિમ્હા રાવ દ્વારા ભાજપ આ સીટ પર જીત મેળવવામાં લાગી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે પૂર્વ પ્રધાનમંત્રી નરસિમ્હા રાવનું ભારત રત્નથી સન્માન કર્યું હતું. રાવના પૌત્ર સુભાષ નરસિમ્હા રાવ તેલંગણા ભાજપના પ્રવક્તા છે. 

2. મહેસાણાઃ 1984માં દક્ષિણના હનામકોંડા સિવાય ભાજપને ગુજરાતના મહેસાણા લોકસભા સીટ પર જીત મળી હતી. આ ચૂંટણીમાં ભાજપે અમૃતલાલ કાલીદાસ પટેલે કોંગ્રેસના સાગરભાઈ રાંયકાને 43 હજાર મતથી પરાજય આપ્યો હતો. પટેલ બહુમતીવાળી મહેસાણા સીટ વર્તમાનમાં ભાજપના કબજામાં છે. 2019માં ભાજપના શારદાબેન પટેલે આ સીટ પરથી જીત મેળવી હતી. મહેસાણા સીટ પર જીત માટે ભાજપે બે મોર્ચે સંઘર્ષ કરી રહ્યું છે. પ્રથમ કે આપ અને કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં ગઠબંધન કરી લીધુ છે. વિધાનસભામાં બંને અલગ-અલગ લડવાને કારણે મહેસાણાનું સમીકરણ ઉલ્ટું પડી ગયું હતું.બીજુ મહેસાણામાં ભાજપનું આંતરિક રાજકારણ છે. તાજેતરમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખુદના નામની દાવેદારી રજૂ કરી હતી, પરંતુ હાઈકમાન્ડના નિર્ણય બાદ તેમના સ્વર નરમ પડી ગયા હતા. મહેસાણામાં પટેલ સમાજનો પ્રયાસ નવા ચહેરાને ટિકિટ અપાવવાનો છે. આ કારણ છે કે ગુજરાતમાં મોટા ભાગની સીટો પર ઉમેદવાર જાહેર કરવા છતાં પાર્ટીએ મહેસાણા માટે ઉમેદવાર જાહેર કર્યાં નથી. ઉમેદવારની પસંદગીને લઈને કોંગ્રેસમાં પણ અસમંજસની સ્થિતિ છે. 1984 બાદ કોંગ્રેસને અહીં 2 વખત લોકસભા ચૂંટણીમાં જીત મળી છે. પાર્ટીને 1999 અને 2004માં આ સીટ પર જીત મળી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ વિજાપુર સીટ પર જીત મેળવી હતી.

ભાજપની બાકી રહેલી ચાર બેઠક પર જે નામ આગળ ચાલી રહ્યા છે તેમાં મહેસાણામાં તૃષા પટેલ, અમરેલીમાં ભાવના ગોંડલિયાને ભાજપ ટિકિટ આપી શકે છે. તૃષા પટેલ હાલ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ છે. કડવા પાટીદાર સમાજમાંથી આવતા તૃષા પટેલ શિક્ષિત અને યુવા ચહેરો છે. તો અમરેલીના ભાવના ગોંડલિયા સહકારી ક્ષેત્રે મોટું નામ છે. તો અમરેલી બેઠક પર ભાજપ મહિલાને ટિકિટ ન આપે તો હિરેન હીરપરા પર પસંદગીનો કળશ ઢોળી શકે છે. તો વાત સુરેન્દ્રનગરની કરીએ તો, સુરેન્દ્રનગરમાં ભાજપ કારડિયા રાજપૂત અથવા કોળી સમાજને ટિકિટ આપી શકે છે. જ્યારે જૂનાગઢમાં જો કોઈ સારો નવો ચહેરો ન મળે તો કોળી સમાજના રાજેશ ચુડાસમા રિપિટ થઈ શકે છે. જો કે કારડિયા રાજપૂત સમાજે પણ જૂનાગઢ બેઠક માટે માગ કરી છે. 

પાટીદારોની 25 ટકા વસતી
2011ની વસ્તી ગણતરી મુજબ, મહેસાણામાં 93 ટકા હિંદુ અને 5 ટકા મુસ્લિમ છે. લગભગ 2 ટકા વસ્તી અન્ય ધર્મોની છે. સર્વે એજન્સી ચાણક્ય મુજબ મહેસાણામાં ઠાકોર સમાજની વસ્તી 19 ટકાની આસપાસ છે. 4.3 ટકા વસ્તી રાવલ અને 3.9 ટકા વસ્તી ચૌધરી છે. આ બેઠક પર પટેલોની સંખ્યા સૌથી વધુ છે, જેમની વસ્તી 25 ટકાથી વધુ છે.

1984 પછી લોકસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન
ઈન્દિરા ગાંધીની હત્યા બાદ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ 5 વર્ષમાં જ પાર્ટીએ જબરદસ્ત વાપસી કરી હતી. 1989ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 85 બેઠકો જીતી હતી. 1991ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 120 બેઠકો જીતી હતી. આ પછી, પાર્ટીએ રામ મંદિર આંદોલનને વેગ આપવાનું શરૂ કર્યું, જેનો ફાયદો તેને 1996ની લોકસભા ચૂંટણીમાં મળ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news