શું સરકારના દબાણના કારણે ભારતમાં બંધ થઇ જશે WhatsApp ? સત્ય જાણીને ચોંકી ઉઠશો

વ્હોટ્સએપનાં કમ્યુનિકેશન હેડના અનુસાર જે પ્રકારે સરકાર આગળ વધી રહી છે તેની ગાઇડલાઇન કંપની માટે સ્વિકારવી અશક્ય છે

શું સરકારના દબાણના કારણે ભારતમાં બંધ થઇ જશે WhatsApp ? સત્ય જાણીને ચોંકી ઉઠશો

નવી દિલ્હી : સામાન્ય રીતે WhatsApp સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત ઇન્સ્ટન્ટ મેસેન્જિંગ એપ છે, જો કે ભારતમાં તે અન્ય દેશોની તુલનાએ વધારે પ્રખ્યાત છે. તેનો યુઝર બેઝ પણ ઘણો બહોળો છે. વ્હોટ્સએપને લગતા કોઇ પણ સમાચાર અહીંના મોટા વર્ગને પ્રભાવિત કરે છે. અત્યાર સુધી સમાચાર આવી રહ્યા છે કે, સરકાર સતત કેટલાક ખાસ પરિવર્તન કરવા માટે કંપની પર દબાણ કરી રહી છે. તેવી પરિસ્થિતીમાં કંપની ભારતથી પાછી હટી શકે છે. 

શું છે દાવાનું સત્ય
ફેક ન્યુઝ અને અફવા વ્હોટ્સએપ દ્વારા મોટા પ્રમાણમાં વાઇરલ કરવામાં આવે છે. જેના કારણે દેશમાં મોબલિન્ચિંગથી માંડીને તોફાનો પણ ફાટી નિકળે છે. સરકાર તેને અટકાવવા માટે કંપની પર દબાણ કરી રહી છે કે તે ફેક ન્યુઝ અને અફવા ક્યાંથી ફેલાઇ રહી છે કે તેના સોર્સ અંગે માહિતી આપે. જો કે વ્હોટ્સએપ પોતાની પોલીસીના કારણે આવું કરવાની મનાઇ કરે છે. જેના કારણે સરકાર અને વ્હોટ્સએપ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. 

વ્હોટ્સએપનાં કમ્યૂનિકેશન હેડ કાર્લ વુંગે એક સ્ટેટમેંટ વાઇરલ થઇ રહ્યો છે. જો કે તેમાં વ્હોટ્સએપ ભારતમાં બંધ થાય તેવો કોઇ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. તેમનું નિવેદન છે કે આ પરિવર્તન મજબુત પ્રાઇવસી પ્રોટેક્શનનાં કારણે સંભવ નથી. એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શનનાં કારણે તેવું શક્ય નથી. એવો અંદાજ ન લગાવી શકાય કે આગાળ શું થવાનું છે. તેમણે કહ્યું કે, એટલે સુધી કે વ્હોટ્સએપ પોતે પણ યુઝરનાં મેસેજ વાંચવા સમર્થ નથી. તેવામાં સરકાર દ્વારા અપાયેલી ગાઇડ લાઇન ખુબ જ ચિંતાજનક છે. વુંગે કહ્યું કે, એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ફીચર વગર WhatsApp સંપુર્ણ રીતે એક નવી પ્રોડક્ટ બની જશે. જે ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, આ રેગ્યુલેશન હેઠશ વ્હોટ્સએપને રી આર્કિટેક્સ કરવું પડશે, જો તેવું થશે તો હાલ જેવું વ્હોટ્સએપ છે તેવું નહી રહે. 

જો કે આખરે તો વૂંગે તેમ જ કહ્યું કે, વ્હોટ્સએપ માટે સેન્ડરને ટ્રેસ કરવો અસંભવ છે અને તે તેવું કરવા ઇચ્છતા પણ નથી.આવું કરવાથી આઇડેન્ટીટી ક્રાઇસિસ થઇ શકે છે. તેમણે જોકે કંઇ નવું નથી કહ્યું, મેસેજનું ઓરીજીન ટ્રેસ કરવા અંગે વ્હોટ્સએપ અગાઉ પણ આ પ્રકારની વાત કરી ચુક્યું છે. 

એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનના ફાયદા યુઝર્સને છે, પરંતુ તેનું નુકસાન લો એન્ફોર્સમેન્ટ એજન્સીને છે. કારણ કે તેના કારણે ખોટી માહિતી, ફેક ન્યૂઝ અને અફવા ફેલાવનારા લોકો પકડમાં નથી આવતા. આઇટી મંત્રાલય દ્વારા આ પ્રકારની કંપનીઓ માટે એક ગાઇડલાઇન પ્રપોઝ કરી છે, જેમાં આ પ્રકારનાં મેસેજ અટકાવવાની કવાયત હાથ ધરાઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news