...જ્યારે કાદર ખાનના અભિનયથી ઈમ્પ્રેસ થઈને દિલીપ કુમારે આપી હતી ‘મોટી ઓફર’
. એક ખાસ વાત એ છે કે, તે સમયની સુપરહીટ ફિલ્મ રોટીના ડાયલોગ્સ લખવા માટે રાજેશ ખન્ના અને મનમોહન દેસાઈએ તેમને 1.21 લાખ રૂપિયાની ફી આપી હતી. તે સમયે તેમની ફી વધુ ગણાતી હતી.
Trending Photos
નવી દિલ્હી : જાણીતા અભિનેતા તેમજ લેખક કાદર ખાનનું કેનેડાની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તેમના દીકરા સરફરાજ ખાને આ માહિતી આપી છે. 81 વર્ષીય આ અભિનેતાની તબિયત ખરાબ હતી. તેમને થોડા સમય પહેલા જ કેનેડાની હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. જ્યાં તેઓ BiPAP વેન્ટીલેટર પર હતા. તેમના પરિવારમાં તેમની પત્ની હજરા, દીકરો સરફરાજ, વહુ અને પૌત્ર-પૌત્રી છે. એક નજીકના સંબંધી અહેમદ ખાને જણાવ્યું કે, વહેલી સવારે ચાર વાગ્યે તેમનું નિધન થયું. તેમની અંત્યેષ્ટિ આજે ટોરન્ટોના કબ્રસ્તાનમાં કરવામાં આવશે.
કાબુલમાં થયો હતો જન્મ
કાદર ખાનનો જન્મ 1937માં અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. તેમણે બોમ્બે યુનિવર્સિટીથી સંબદ્ધ ઈસ્માઈલ યુસુફ કોલેજથી ડિગ્રી લીધી હતી, 1970ના દાયકામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પગ મૂકતા પહેલા એમ.એચ સાબુ સિદ્દીક કોલેજ ઓફ એન્જિનિયરિંગ, મુંબઈમાં સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસરના રૂપમાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા.
દર્શકોને પેટ પકડીને હસાવનાર અભિનેતા કાદર ખાન હવે નથી રહ્યા, દીકરાએ આપ્યા નિધનના સમાચાર
300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું
તેમણે અંદાજે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તેઓએ ફિલ્મમાં લેખનથી લઈને અભિનય સુધી અલગ અલગ રીતે કામ કર્યું છે. તેમણે કરિયર અલગ અલગ દમદાર પાત્રો નિભાવ્યા હતા. ભલે નેગેટિવ હોય કે, પછી કોમેડી, દર્શકોએ તેમને દરેક પાત્રમાં પસંદ કર્યાં છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેઓ અસ્વસ્થ હોવાથી તેઓ ફિલ્મી પડદાથી દૂર રહ્યા હતા.
કાદર ખાને 250થી વધુ ફિલ્મોમાં ડાયલોગ્સ લખ્યાં
કાદર ખાને પોતાની ફિલ્મી કરિયરમાં 250થી વધુ ફિલ્મોમાં ડાયલોગ્સ લખ્યાં છે. તેમણે ડેબ્યુ વર્ષ 1973માં આવેલી દાગ ફિલ્મથી કર્યું હતું. આ ફિલ્મમાં તેમની ઓપોઝીટમાં રાજેશ ખન્ના હતા. એક ખાસ વાત એ છે કે, તે સમયની સુપરહીટ ફિલ્મ રોટીના ડાયલોગ્સ લખવા માટે રાજેશ ખન્ના અને મનમોહન દેસાઈએ તેમને 1.21 લાખ રૂપિયાની ફી આપી હતી. તે સમયે તેમની ફી વધુ ગણાતી હતી.
દિલીપ કુમાર એક્ટિંગ જોતા જ ઈમ્પ્રેસ થયા હતા
કહેવામાં આવે છે કે, કાદર ખાન જ્યારે પોતાના કોલેજના વાર્ષિક દિવસ કાર્યક્રમમાં એક નાટકમાં પરફોર્મ કરી રહ્યા હતા, ત્યારે અભિનેતા દિલીપ કુમારની નજર તેમના પર પડી હતી અને તેઓ તેમની એક્ટિંગથી તેઓ એટલા ઈમ્પ્રેસ થયા કે તેમણે કાદર ખાનને પોતાની આગામી ફિલ્મ માટે સાઈન કર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે