DWARKA માં વધારે એક વખત પેરાશૂટમાંથી યુવાન પટકાયો, સામાન્ય ઇજા

દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચને બ્લયૂ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યા બાદ અહીં પ્રવાસીઓનો ટ્રાફીક રહે છે. બીચના વિકાસની સાથે સાથે અહીં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ વધારવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ પેરાશૂટ રાઇડીંગ સમયે એક યુવક પટકાતા તેને ઇજાપહોંચી હતી. 
DWARKA માં વધારે એક વખત પેરાશૂટમાંથી યુવાન પટકાયો, સામાન્ય ઇજા

દ્વારકા : દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચને બ્લયૂ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યા બાદ અહીં પ્રવાસીઓનો ટ્રાફીક રહે છે. બીચના વિકાસની સાથે સાથે અહીં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ વધારવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ પેરાશૂટ રાઇડીંગ સમયે એક યુવક પટકાતા તેને ઇજાપહોંચી હતી. 

સદનસીબે ટેકઓફ સમયે જ આ ઘટના બની હતી. જેથી ઉંચાઇ ઓછી હોવાના કારણે દુર્ઘટના ટાળવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પેરાશુટમાં દુર્ઘટનનાની આ બીજી ઘટના સામે આવી છે. આ ઉપરાંત દીવમાં પણ આવી ઘટના બની હતી. જેના કારણે ગુજરાતની ટુરિસ્ટ નીતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. 

આજે એક યુવક પેરાશૂટમાં રાઇટીંગ કરવા માટે દોડ્યો હતો. જો કે એક સમયે પેરાશૂટનું દોરડું બીચ પર પડેલા એક ટ્રેક્ટરમાં ફસાઇ જતા યુવક નીચે પડી ગયો હતો. જો કે સદનસીબે ઉંચાઇ ઓછી હોવાનાં કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જો કે ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન ઘટે તે માટે સતર્કતા રાખવી જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news