'Baba Ka Dhaba' ના માલિકે કેમ કર્યો Suicide નો પ્રયાસ, સામે આવ્યું આ મોટું કારણ

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ ચર્ચામાં આવી ગયેલા બાબા કા ઢાબાના (Baba Ka Dhaba) માલિક કાંતા પ્રસાદે (Kanta Prasad) આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે

'Baba Ka Dhaba' ના માલિકે કેમ કર્યો Suicide નો પ્રયાસ, સામે આવ્યું આ મોટું કારણ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ ચર્ચામાં આવી ગયેલા બાબા કા ઢાબાના (Baba Ka Dhaba) માલિક કાંતા પ્રસાદે (Kanta Prasad) આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મોટા પુત્ર અજયને ગુરુવારે સાંજે 5 વાગ્યે કંતા પ્રસાદ બેભાન અવસ્થામાં મળી આવ્યા, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દારૂ પીધા બાદ ખાધી ઉંઘની ગોળીઓ
અજયે કહ્યું કે, 'કાંતા પ્રસાદ ગુરુવારે સવારે 6.30 વાગ્યે ઘરની બહાર નીકળ્યા હતા. તે સમયે તે ખૂબ જ પરેશાન હતા. એવું જાણવા મળ્યું હતું કે દારૂ પીધા બાદ બાબાએ ઉંઘની ગોળીઓ ખાધી હતી અને લોકોની માફી માંગી તેમના ઢાબા પર આવીને સૂઈ ગયા હતા. જ્યારે અમે જોયું તો તેઓ બેભાન હતા. ત્યારબાદ સાંજે 5 વાગ્યે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અત્યારે હાલત ગંભીર છે.

કાંતા પ્રસાદે આત્મહત્યા કેમ કરી?
ઝી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં અજયે કહ્યું કે, 'યુટ્યુબર ગૌરવ વાસન (Gaurav Vasan) અને બાબા વચ્ચેના વિવાદને કારણે લોકો મારા પિતાની ટીકા કરતા હતા. લોકોની ગાળો સાંભળીને તે પરેશાન થઈ ગયા, જેના કારણે તેમણે આ પગલું ભર્યું.

ઘણા દિવસોથી દરરોજ દારૂ પીતા હતા બાબા
ત્યારે બાબા અને તેની પત્નીને દરરોજ તેના ઘરે જગદંબા કેમ્પથી ઢાબા પર લાવતા અને લઈ જતા ઓટો ડ્રાઈવર સતીશથી જ્યારે અમારી વાત થઈ તો તેમણે કહ્યું કે, બાબા છેલ્લા ઘણા દિવસોથી રોજ દારૂ પી રહ્યા હતા. બુધવારના પણ બાબાએ ખુબ જ દારૂ પીધો હતો. હું જ તેમને ઢાબાએથી ઘર સુધી લઈ આવ્યો હતો. પરંતુ આજે તેમણે આ પગલું ભર્યું છે.

પોલીસને મળી હોસ્પિટલ પાસેથી માહિતી
દિલ્હી પોલીસે (Delhi Police) કહ્યું કે તેમને હોસ્પિટલમાંથી કાંતા પ્રસાદના (Kanta Prasad) આપઘાત પ્રયાસની માહિતી મળી. હાલ તે ભયની બહાર છે અને તેમની સારવાર ચાલી રહી છે. કાંતા પ્રસાદની પત્ની બદામી દેવીએ (Badami Devi) પોલીસને જણાવ્યું હતું કે તેના પતિ છેલ્લા કેટલાક દિવસોથી તણાવમાં હતા. અમે તપાસ કરી રહ્યા છીએ અને તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આત્મહત્યા કરવા પાછળનું કારણ શું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news