સાકેત કોર્ટમાં ફાયરિંગ, 1 મહિલા ઘાયલ, વકીલના ડ્રેસમાં આવ્યા હુમલાખોરો
Delhi Crime News: સાકેત કોર્ટ પરિસર (Saket Court Premises) માં ફાયરિંગની ઘટના ચોંકાવનારી છે. વકીલના વેશમાં આવેલા હુમલાખોરે મહિલા પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ કોર્ટમાં સનસનાટી મચી ગઈ છે.
Trending Photos
Firing In Saket Court: દિલ્હી (Delhi)ની સાકેત કોર્ટ (Saket Court) માંથી એક દિલધડક મામલો સામે આવ્યો છે. હકીકતમાં, સાકેત કોર્ટ પરિસરમાં એક મહિલા પર ખુલ્લેઆમ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. ઘટના બાદ વકીલોએ ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ મહિલાના શરીરમાં એક ગોળી વાગી હતી. મહિલા એક કેસના સંબંધમાં સાકેત કોર્ટમાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી અને મહિલા પહેલાથી જ એકબીજાને ઓળખે છે. બંને વચ્ચે વૈવાહિક વિવાદ ચાલી રહ્યો છે. જૂની અદાવતના કારણે મહિલાને ગોળી મારી દેવામાં આવી છે.
આજે સૂર્ય ગ્રહણ પર બનશે 5 શુભ યોગ, આ રાશિવાળા પર થશે ધન-વર્ષા, મળશે પ્રગતિ
અંડરગાર્મેટમાં રોટલી સંતાડીને ખાવી પડતી હતી, પરંતુ હવે ઓફિસ બની પતિને ભણાવ્યો પાઠ
Buying Property: ઘર ખરીદવું કે ભાડે રહેવું સારું? જાણી લો તમારા ફાયદાનું ગણિત
કોમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી? જાણી લો કઈ ખરીદવાથી તમને મળશે અધધ... વળતર
વકીલોના વેશમાં આવ્યો હતો હુમલાખોર
સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે સાકેત કોર્ટ પરિસરમાં ગોળીબાર કરનાર આરોપીને પકડી લીધો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આરોપી વકીલોના સ્વાંગમાં કોર્ટ પરિસરમાં ઘૂસ્યા હતા. આ ઘટનાને કારણે રોહિણી કોર્ટમાં હત્યાકાંડને અંજામ આપ્યા બાદ કોર્ટ પરિસરની ચુસ્ત સુરક્ષાને લઈને કરાયેલા દાવાઓ હવે પડી ભાંગતા જોવા મળી રહ્યા છે.
મહિલાના પેટમાં ગોળી વાગી
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહિલાના પેટમાં ગોળી વાગી છે. જે બાદ તે દર્દના કારણે રડતી અને વિલાપ કરતી જોવા મળે છે. આ દરમિયાન વકીલો ઘાયલ મહિલાને હોસ્પિટલ લઈ જતા જોવા મળે છે. ફાયરિંગની ઘટના બાદ કોર્ટ પરિસરમાં સનસનાટી મચી ગઈ હતી.
ઓનલાઈન હોટલનું બુકિંગ કરાવો છો તો રહેજો સાવચેત, હોટલ બુક નહીં થાય અને રૂપિયા જશે
Love Story : એક લંગડી મરઘીના પ્રેમમાં પાગલ કૂકડો, એ દૂર થાય તો ધમપછાડા કરે છે મજનુ!
'Insta Jockey' તરીકે કરી હતી શરૂઆત, આજે લોકોના દિલ પર રાજ કરે છે આ છોકરી
કેજરીવાલે શું કહ્યું?
સાકેત કોર્ટ પરિસરમાં ફાયરિંગની ઘટના પર સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે તૂટી ગઈ છે. બીજાના કામમાં અડચણ ઉભી કરવા અને દરેક બાબત પર ગંદી રાજનીતિ કરવાને બદલે દરેક વ્યક્તિએ પોતાના કામ પર ધ્યાન આપવું જોઈએ. અને જો તે મેનેજ ન કરી શકે, તો તેણે રાજીનામું આપવું જોઈએ જેથી કરીને કોઈ અન્ય કરી શકે. લોકોની સુરક્ષા રામના ભરોસે છોડી શકાય નહીં.
પિસ્તોલ કોર્ટ પરિસરમાં કેવી રીતે પહોંચી?
મળતી માહિતી મુજબ, દિલ્હીની સાકેત કોર્ટ પરિસરમાં કુલ 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી એક ગોળી મહિલાના પેટમાં વાગી હતી. આ ઘટના બાદ કોર્ટની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે. હુમલાખોર પિસ્તોલ લઈને કોર્ટ પરિસરમાં કેવી રીતે પહોંચ્યો, આ સવાલ સુરક્ષાના દાવાઓને ઉજાગર કરી રહ્યો છે.
Beauty Parlour માં મહિલા પાસે મસાજ કરાવતો હતો પતિ, અચાનક પહોંચી ગઇ પત્ની, પછી જે થયુ
પુત્રી ફોન પર બોલી હેલો..સાંભળીને ધ્રૂજી ઉઠ્યા મમ્મી પપ્પા, હકિકત જાણીને દંગ રહી જશો
શું તમે ભોજપુરી ફિલ્મ Raazનું ટ્રેલર જોયું! પત્નીનું ભૂત નથી મનાવવા દેતું હનીમૂન
7th Pay Commission: કર્મચારીઓને મળશે DA ની ભેટ, આ વખતે 8000 ₹ વધીને આવશે પગાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે