યુવકોને ગળે લગાવીને ઇદની શુભકામના પાઠવનાર યુવતી આવી સામે, કર્યો ચોંકવનારો ખુલાસો

મુરાદાબાદમાં ઇદનાં દિવસોમાં એક યુવતીએ 100 લોકોને ગળે લગાવીને ઇદની શુભકામનાઓ પાઠવી હતી, ગલત ભાવના હોવાનો ઇન્કાર કર્યો

યુવકોને ગળે લગાવીને ઇદની શુભકામના પાઠવનાર યુવતી આવી સામે, કર્યો ચોંકવનારો ખુલાસો

મુરાદાબાદ : ઇદનાં દિવસે મુરાદાબાદનાં એક શોપિંગ મોલની બહાર મુસ્લિમ યુવકોને ગળે લગાવીને શુભકામનાઓ આપ્યા બાદ ચર્ચામાં આવી યુવતીએ શુક્રવારે આ મુદ્દે સ્પષ્ટતા આપી છે. અલીશા મલિક નામની આ યુવતીએ શુક્રવારે મીડિયાને કહ્યું કે, મારી કોઇ ખોટી ભાવના નહોતી. મે 100 લોકોને ગળે લગાવીને ઇદની શુભકામનાઓ આપી હતી. મે આ પબ્લિસિટી માટે નથી કર્યું. આ ખોટો આરોપ છે. 

આ મુદ્દે અલીશાનું કહેવું છે કે મારા પરિવાર પર એવા સંદેશાઓ આવી રહ્યા છે, જેમાં કહેવાઇ રહ્યું છે કે મે પોતાનાં પરિવારની ઇજ્જત અને ધર્મને તબાહ કરી દીધો છે. અલીશાએ કહ્યું કે, તેમને નથી ખબર કે આખરે આ વીડિયો કઇ રીતે વાઇરલ થયો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત્ત દિવસોમાં ઇદ બાદ સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઇ રહ્યો હતો. તેમાં જોઇ શકાય છે કે મુરાદાબાદનાં એક શોપિંગ મોલની બહાર એક યુવતી મુસ્લિમ યુવકોને ગળે મળીને તેમને ઇદની શુભકામનાઓ પાઠવી રહી છે. 

— ANI UP (@ANINewsUP) June 22, 2018

તેને ગલે લગાવવા માટે યુવકોની લાંબી લાઇન લાગેલી હતી. તમામ એક પછી એક પોતાનો વારો આવે તેની રાહ જોઇ રહ્યા છે. સાથે જ મારી પાસે ઉભેલી આ યુવતીની સહેલી તેને ગળે મળનારા યુવકોની સંખ્યા ગણી રહી છે. આ યુવતીનું નામ અલીશા છે. ઇદ પર લોકોને ગળે મળવા માટે તમામ તેની સાથે સેલ્ફી લેવામાં એકત્ર થયા હતા. આ દરમિયાન લોકોની ભીડ થયેલી હતી. લોકો પોતાનાં મોબાઇલ પર આ ઘટનાનો વીડિયો બનાવી રહ્યા હતા. 

આ યુવતી એક તરફથી તો યુવકોને ગળે મળી રહી હતી તો બીજી તરફ તેની યુવતી પાસે ઉભી રહીને ઇદની શુભકામનાઓ આપનારા યુવકોની ગણત્રી કરી રહી હતી. યુવતી ખુશી ખુશી યુવકોને ગળે મળી રહી હતી. જો કે વેવ સિનેમા તંત્રએઆ યુવતીઓ મુદ્દે છેડો ફાડી લીધો છે. બીજી તરફ ભાજપ એકમમ પાર્ષદે આ ઘટના માટે વેવ સિનેમા તંત્રને જવાબદાર ઠેરવ્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news