'કંઈ ન પહેરો તો પણ સારી લાગો છો', મહિલાઓ પર બાબા રામદેવના નિવેદનથી બબાલ

યોગગુરૂ બાબા રામદેવ તરફથી મહારાષ્ટ્રના પુણેમાં એક શિબિર દરમિયાન મહિલાઓના કપડાને લઈને કરવામાં આવેલી ટિપ્પણી પર રાજકીય વિવાદ ઉભો થઈ ગયો છે. ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 
 

'કંઈ ન પહેરો તો પણ સારી લાગો છો', મહિલાઓ પર બાબા રામદેવના નિવેદનથી બબાલ

નવી દિલ્હીઃ યોગ ગુરૂ બાબા રામદેવ તરફથી મહિલાઓને લઈને કરવામાં આવેલી એક ટિપ્પણી પર વિવાદ ઉભો થઈ ગયો છે. બાબા રામદેવે મહારાષ્ટ્રના પુણેમાં એક યોગ શિબિરમાં બોલતા કહ્યું કે મહિલાઓ સાડી, સલવાર અને સૂટમાં પણ સારી લાગે છે, મારા તરફથી કંઈ ન પહેરો તો પણ સારી લાગે છે. રામદેવ જ્યારે આ વાત કહી રહ્યાં હતા ત્યારે મંચ પર તેમની બાજુમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા પણ હાજર હતા. 

રામદેવની ટિપ્પણીનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દિલ્હી મહિલા પંચના પ્રમુખ સ્વાતિ માલીવાલે ટિપ્પણીની નીંદા કરતા વીડિયો શેર કર્યો છે. સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યું- મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીના પત્નીની સામે સ્વામી રામદેવ દ્વારા મહિલાઓ પર કરવામાં આવેલી ટિપ્પણી અમર્યાદિત અને નિંદનીય છે. આ નિવેદનથી મહિલાઓને ઠેંસ પહોંચી છે, બાબા રામદેવે આ નિવેદન પર દેશની માફી માંગવી જોઈએ. બાબા રામદેવની સાથે મંચ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર સાંસદ શ્રીકાંત શિંદે પણ હાજર હતા. 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં બાબા રામદેવ કહે છે- ખુબ નસીબદાર છો તમે, ખુબ સારી લાગી રહી છે. સામેના લોકોને સાડી પહેરવાની તક મળી ગઈ, પાછળવાળાને ન મળી. ત્યારબાદ આગળ કહે છે- તમે સાડી પહેરીને સારીલાગો છો, સલવાર સૂટમાં પણ અમૃતાજીની જેમ સારી લાગે છે અને મારી જેમ કંઈ ન પહેરો તો પણ સારા લાગો છો. હવે તો લોકો શરમ માટે પહેરી લે છે. બાળકોને પહેલા કોણ કપડા પહેરાવતા હતા. અમે તો આઠ-દસ વર્ષ સુધી નગ્ન ફરી રહ્યાં હતા. આ તો હવે પાંચ લેયર બાળકોના કપડા પર આવી ગઈ છે. 

આ પણ વાંચોઃ આફતાબને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો, હવે તિહાડ જેલમાં રહેશે

રાઉતે પૂછ્યુ અમૃતા ફડણવીસે વિરોધ કેમ ન કર્યો?
વીડિયો વાયરલ થયા બાદ રાજકીય પાર્ટીઓ બાબા રામદેવ પર હુમલો કરી રહી છે. આ સાથે લોકો અમૃતા ફડણવીસને પણ સવાલ કરી રહ્યાં છે કે તેમણે મંચ પરથી આ ટિપ્પણીઓનો વિરોધ કેમ ન કર્યો. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના નેતા સંજય રાઉતે પૂછ્યું કે અમૃતા ફડણવીસે આ વાતનો વિરોધ કેમ ન કર્યો?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

Trending news