WHO આ સપ્તાહે ભારત બાયોટેકની કોરોના વેક્સિન Covaxin ને આપી શકે છે મંજૂરી

Coronavirus Vaccine News: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ સપ્તાહે ભારત બાયોટેકની એન્ટિ-કોરોના વાયરસ રસી, કોવેક્સિનને મંજૂરી આપી શકે છે.
 

WHO આ સપ્તાહે ભારત બાયોટેકની કોરોના વેક્સિન Covaxin ને આપી શકે છે મંજૂરી

નવી દિલ્હીઃ Coronavirus Vaccine News: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ સપ્તાહે ભારત બાયોટેકની કોરોના વાયરસ વેક્સિન કોવેક્સિનને મંજૂરી આપી શકે છે. સૂત્રોના હવાલાથી આ માહિતી સામે આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કોવેક્સિનને ્ત્યાર સુધી ઇમરજન્સી યૂઝ લિસ્ટિંગ મળી નથી.

તે માટે ભારત બાયોટેકે સંગઠનની પાસે જુલાઈ મહિનામાં તમામ જરૂરી દસ્તાવેજ અને ટ્રાયલ સાથે જોડાયેલા ડેટા ઉપલબ્ધ કરાવ્યા હતા. હવે સૂત્રોનું કહેવું છે કે વિશ્વ આરોગ્ય સંગઠન આ સપ્તાહે કોવેક્સિનને મંજૂરી આપી શકે છે. 

— ANI (@ANI) September 13, 2021

કોવેક્સિનના ઇમરજન્સી યૂઝ માટે તકનીકી નિષ્ણાંતો દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી હતી. ડબ્લ્યૂએચઓના દક્ષિણ-પૂર્વ એશિયાના ક્ષેત્રીય ડાયરેક્ટર ડોક્ટર પૂનમ ખેત્રપાલ સિંહે જુલાઈમાં જણાવ્યું હતું કે તકનીકી નિષ્ણાંત સમિતિ ડોઝિયરની સમીક્ષા કરી રહી છે. 

તેમણે કહ્યું હતું કે, ફાઇઝર, એસ્ટ્રાઝેનેકા, મોડર્ના, જોનસન એન્ડ જોનસન, સિનોવૈક અને સિનોફાર્માને ડબ્લ્યૂએચઓ દ્વારા ઇમરજન્સી યૂઝ લિસ્ટિંગ (EUL) આપવામાં આવ્યું છે. કોવેક્સિન માટે ભારત બાયોટેક દ્વારા ડબલ્ય્ટૂ એચઓ પાસે ઇમરજન્સી યૂઝ લિસ્ટિંગની માંગ કરવામાં આવી છે. કંપનીએ સાથે એક પૂર્વ-સબમિશન બેઠક કરવામાં આવી હતી. ત્યારબાજ જુલાઈની શરૂઆતમાં ભારત બાયોટેક દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થાને ડોઝિયર પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. હાલ ઈયૂએલ આપવા માટે તકનીકી નિષ્ણાંતો દ્વારા ડોઝિયરની સમીક્ષા કરવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news