World Tourism Day 2022: આજે વિશ્વ પ્રવાસન દિવસ, જાણો શું છે આ વર્ષની થીમ અને ક્યો દેશ આ વર્ષે છે યજમાન

આજે વિશ્વ ટૂરિઝ્મ દિવસ છે. કોરોના પછી આવેલા ફેરફારોની સૌથી વધુ અસર પ્રવાસન પર પડી છે. આવી સ્થિતિમાં, આ વર્ષે એવી બાબતો પર ધ્યાન આપવામાં આવશે, જે પર્યટનમાં શક્ય તેટલા સરળ નવા ફેરફારો કરીને આ ઉદ્યોગને ફરીથી ગતિ આપી શકે.

World Tourism Day 2022: આજે વિશ્વ પ્રવાસન દિવસ, જાણો શું છે આ વર્ષની થીમ અને ક્યો દેશ આ વર્ષે છે યજમાન

World Tourism Day 2022: આજે વિશ્વ ટૂરિઝ્મ દિવસ છે. દુનિયાના વિવિધ ભાગોમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (UNWTO)એ આ દિવસની શરૂઆત કરી હતી. વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીમાં ઘણા દેશોના પ્રવાસન બોર્ડ સામેલ છે, જેઓ તેમના શહેરો, રાજ્યો અથવા દેશોમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આકર્ષક ઑફર્સ શરૂ કરે છે.

 

પાછલા વર્ષોમાં, કોરોનાને કારણે ટૂરિઝ્મ ક્ષેત્ર પડકારોનો સામનો કરી રહ્યું હતું. જોકે, છેલ્લા એક વર્ષમાં તેમાં આશ્ચર્યજનક વધારો જોવા મળ્યો છે. આ વર્ષનો વિશ્વ પ્રવાસન દિવસ ખાસ છે કારણ કે આખરે ઉદ્યોગ પહેલા કરતા વધુ મોટો અને સારો પાછો આવ્યો છે. આ વર્ષના પ્રવાસન દિવસની થીમ, યજમાન દેશ કોણ છે અને તમામ મહત્વપૂર્ણ માહિતી વિશે આવો જાણીએ વિગતવાર.

આ દિવસનો ઈતિહાસ શું છે-
યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (UNWTO) દ્વારા વિશ્વ પ્રવાસન દિવસની શરૂઆત સૌપ્રથમ 1980માં કરવામાં આવી હતી. તેની તારીખ 27 સપ્ટેમ્બર તરીકે પસંદ કરવામાં આવી હતી કારણ કે 1970માં આ દિવસે UNWTOને માન્યતા આપવામાં આવી હતી. UNWTOને આપવામાં આવેલી માન્યતા ખરેખર વૈશ્વિક પ્રવાસન ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ ગણાય છે.

કયો દેશ મેજબાની કરી રહ્યો છે-
વિશ્વ પ્રવાસન દિવસ 2022નો યજમાન દેશ ઈન્ડોનેશિયા છે. ઈન્ડોનેશિયા એક એવો દેશ છે જે તેના ઉત્તમ હોસ્પિટાલિટી માટે જાણીતો છે. પ્રવાસનને અહીં આવકનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. પ્રવાસન દિવસની ઉજવણીનો હેતુ પ્રવાસનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો, પરંતુ 1997માં UNWTOએ નક્કી કર્યું કે દર વર્ષે વિશ્વ પ્રવાસન દિવસનું યજમાન દેશ અલગ હશે.

આ વર્ષની થીમ શું છે-
દર વર્ષે, વિશ્વ પ્રવાસન દિવસની થીમ પર્યટન પર પુનર્વિચાર કરવાની છે. કોરોના પછી આવેલા ફેરફારોની સૌથી વધુ અસર પ્રવાસન પર પડી. આવી સ્થિતિમાં, આ વર્ષે એવી બાબતો પર ધ્યાન આપવામાં આવશે, જે પર્યટનમાં શક્ય તેટલા સરળ નવા ફેરફારો કરીને આ ઉદ્યોગને ફરીથી ગતિ આપી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news