'CM બનવા માંગો છો પરંતુ કોંગ્રેસમાં રહીને કેવી રીતે બનશો?' જાણો યેદિયુરપ્પાએ કોને કહ્યું?

કર્ણાટકમાં ત્રણ દિવસ જૂની એચડી કુમારસ્વામી સરકારે ભાજપના ધારાસભ્યોના બોયકોટ વચ્ચે આજે રાજ્ય વિધાનસભામાં બહુમત પરીક્ષણ કર્યું. જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનના ધારાસભ્યો અને અન્ય ધારાસભ્યોની હાજરીમાં કુમારસ્વામી સરકાર વિશ્વાસ પ્રસ્તાવને ધ્વનિ મતથી સ્વીકાર કરી લેવામાં આવ્યો.

'CM બનવા માંગો છો પરંતુ કોંગ્રેસમાં રહીને કેવી રીતે બનશો?' જાણો યેદિયુરપ્પાએ કોને કહ્યું?

બેંગ્લુરુ: કર્ણાટકમાં ત્રણ દિવસ જૂની એચડી કુમારસ્વામી સરકારે ભાજપના ધારાસભ્યોના બોયકોટ વચ્ચે આજે રાજ્ય વિધાનસભામાં બહુમત પરીક્ષણ કર્યું. જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનના ધારાસભ્યો અને અન્ય ધારાસભ્યોની હાજરીમાં કુમારસ્વામી સરકાર વિશ્વાસ પ્રસ્તાવને ધ્વનિ મતથી સ્વીકાર કરી લેવામાં આવ્યો. ભાજપના ધારાસભ્યોએ વિશ્વાસ મત પહેલા જ સદનનો બહિષ્કાર કર્યો હતો.

વિપક્ષના નેતા બીએસ યેદિયુરપ્પાએ સદનમાં કોંગ્રેસના નેતાઓ પર બરાબર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે તમે સિદ્ધારમૈયાને સાઈડલાઈન કરી નાખ્યા છે. હવે તેઓ ક્યાં છે? આ દરમિયાન ડીકે શિવકુમારે યેદિયુરપ્પાનો વિરોધ કર્યો. જેના પર યેદિયુરપ્પાએ કહ્યું કે "શાંત થઈ જાઓ. શાંત થઈ જાઓ. મને ખબર છે કે તમારે મુખ્યમંત્રીની ખુરશી જોઈએ છે". યેદિયુરપ્પાએ ડી કે શિવકુમારને કહ્યું કે "તમે આ જે ગઠબંધન બનાવ્યું છે તેના માટે આવતી કાલે પસ્તાશો. તમે એક એવો મુખ્યમંત્રી બનાવ્યો છે જે બધાને દગો દઈ ચૂક્યા છે."

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે "કોંગ્રેસ 122થી 78 પર સમેટાઈ ગઈ, જીટી દેવગૌડાએ સિદ્ધારમૈયાને ખરાબ રીતે હરાવ્યાં. આ સત્ય છે. સૌથી મોટી પાર્ટી સરકાર બનાવે છે. આ જ બધે છે. હું તેની સાથે સહમત છું કે મેં તમામ વિપક્ષી ધારાસભ્યોને ભલામણ કરી હતી અને અત્યારે પણ કરું છું." યેદિયુરપ્પાએ વધુમાં કહ્યું કે "હું શિવકુમારને વિલન કેવી રીતે કહી શકું, શિવકુમાર તમે આગામી મુખ્યમંત્રી બનવા માંગો છો? કોંગ્રેસમાં રહીને સીએમ કેવી રીતે બની શકશો?"

ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી કુમારસ્વામી પર નિશાન સાધતા કહ્યું કે "સત્તારૂઢ ગઠબંધન અપવિત્ર છે. તેમણે કહ્યું કે મારી લડાઈ કોંગ્રેસ સાથે નથી. મારી લડાઈ ભ્રષ્ટ પિતા-પુત્ર સામે છે." આક્રમક વલણ ધરાવતા યેદિયુરપ્પાએ ચેતવણી આપી કે "જો એચડી કુમારસ્વામીના નેતૃત્વવાળી કોંગ્રેસ-જેડીએસ સરકાર 24 કલાકમાં કૃષિ ઋણ માફ નહીં કરે તો તેમની પાર્ટી રાજ્યવ્યાપી આંદોલન છેડશે."

તેમણે કહ્યું કે "તમે સત્તા સંભાળ્યાના 24 કલાકની અંદર ખેડૂતોના દેવા માફ કરવાનું વચન આપ્યું હતું. ખેડૂત હવે તમારા એ રોદણા સાંભળવા તૈયાર નથી કે તમે ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા છો અને તેની પોતાની મજબુરીઓ છે. તમે આ વિશેષ સત્રમાં તેની જાહેરાત કરો. નહીં તો અમે રાજ્યભરમાં પોતાનું આંદોલન શરૂ કરવાની કાર્યયોજના તૈયાર કરીશું."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news