Amul સાથે બિઝનેસ કરીને દર મહિને કરો લાખોની કમાણી! આટલો ખર્ચ થશે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

તમે શરૂઆતમાં 2થી 6 લાખ રૂપિયાનું રોકાણ કરીને અમૂલની ફ્રેન્ચાઈઝી લઈ શકો છો. જો કે, આ માટે તમારે કંપની દ્વારા નિર્ધારિત કેટલીક શરતો પૂરી કરવી પડશે. ઉદાહરણ તરીકે, તમારી પાસે મુખ્ય માર્ગ પર અથવા બજારમાં દુકાન હોવી જોઈએ. આ દુકાનનું કદ તમે કઈ ફ્રેન્ચાઈઝી લેવા માગો છો તેના પર નિર્ભર રહેશે. અમૂલ 2 પ્રકારની ફ્રેન્ચાઈઝી ઓફર કરે છે, જેના વિશે અમે તમને આગળ જણાવીશું.

Amul સાથે બિઝનેસ કરીને દર મહિને કરો લાખોની કમાણી! આટલો ખર્ચ થશે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

નવી દિલ્હીઃ ઘણા લોકો નોકરીથી કંટાળીને ફ્રેન્ચાઈઝી લઈને બિઝનેસ સેટઅપ કરવા માગે છે. પરંતુ ફ્રેન્ચાઈઝીને લઈ તેમને મનમાં કેટલાક સવાલો હોય છે. ફ્રેન્ચાઈઝી લેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડશે તેવા સવાલો થાય છે. આપને જણાવી દઈએ કે સારી કંપનીની ફ્રેન્ચાઈઝી લઈને લોકો મહિને લાખો રૂપિયા કમાઈ શકે છે. અહીં અમે અમૂલની ફ્રેન્ચાઈઝી વિશે વાત કરશું. અમૂલની ફ્રેન્ચાઈઝી લઈને તમે એક મહિનામાં લાખો રૂપિયા કમાઈ શકો છો. આ ફ્રેન્ચાઈઝીની સૌથી મહત્વની બાબત એ છે કે અમૂલ અન્ય કંપનીઓની જેમ તેની ફ્રેન્ચાઈઝી પાસેથી રોયલ્ટી કે પ્રોફિટ શેરિંગ લેતી નથી. આ તમને વધુ નફો બનાવવાની તક આપે છે.

તમે શરૂઆતમાં 2થી 6 લાખ રૂપિયાનું રોકાણ કરીને અમૂલની ફ્રેન્ચાઈઝી લઈ શકો છો. જો કે, આ માટે તમારે કંપની દ્વારા નિર્ધારિત કેટલીક શરતો પૂરી કરવી પડશે. ઉદાહરણ તરીકે, તમારી પાસે મુખ્ય માર્ગ પર અથવા બજારમાં દુકાન હોવી જોઈએ. આ દુકાનનું કદ તમે કઈ ફ્રેન્ચાઈઝી લેવા માગો છો તેના પર નિર્ભર રહેશે. અમૂલ 2 પ્રકારની ફ્રેન્ચાઈઝી ઓફર કરે છે, જેના વિશે અમે તમને આગળ જણાવીશું.

2 પ્રકારની ફ્રેન્ચાઇઝી શું છે-
અમૂલ આઉટલેટ, અમૂલ રેલ્વે પાર્લર અને અમૂલ કિઓસ્ક એક પ્રકારની ફ્રેન્ચાઈઝી છે. બીજી તરફ, અમૂલ આઈસક્રીમ સ્કૂપિંગ પાર્લરનો અન્ય પ્રકારનો ફ્રેન્ચાઇઝી છે. આ બંનેને સેટ કરવાનો ખર્ચ પણ અલગ છે. આ સાથે તેમના માટે દુકાનનું કદ પણ બદલાય છે. જો તમારે અમૂલનું આઉટલેટ બનાવવું હોય તો તમારી પાસે 150 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. તે જ સમયે, આઈસ્ક્રીમ પાર્લર માટે આ ન્યૂનતમ જગ્યા 300 ચોરસ ફૂટ હોવી જોઈએ. જો આ શરત પૂરી નહીં થાય તો અમૂલ તમને ફ્રેન્ચાઇઝી નહીં આપે. અમૂલની વેબસાઈટ પર તમને આ સંબંધમાં વધુ માહિતી મળશે.

કેટલો ખર્ચ થશે-
જો તમે અમૂલ આઉટલેટ ખોલવા માગો છો, તો તમારે નોન-રિફંડેબલ સિક્યોરિટી તરીકે 25,000 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય રિનોવેશન માટે તમારી પાસેથી 1 લાખ રૂપિયા અને સાધનો માટે 75 હજાર રૂપિયા લેવામાં આવશે. એકંદરે, આઉટલેટ ખોલવા માટે તમને 2 લાખ રૂપિયાનો ખર્ચ થશે. અમૂલ આઈસ્ક્રીમ પાર્લરનો ખર્ચ વધુ હશે. તમારી પાસેથી 50,000 રૂપિયાની સિક્યોરિટી લેવામાં આવશે, રિનોવેશન માટે રૂપિયા 4 લાખ અને સાધનો માટે રૂપિયા 1.50 લાખ લેવામાં આવશે.

કેટલી કમાણી થશે-
જો તમારું આઉટલેટ માર્કેટમાં યોગ્ય જગ્યાએ છે, તો દર મહિને ઓછામાં ઓછા 5-10 લાખ રૂપિયાનું વેચાણ થઈ શકે છે. કંપની તેના ઉત્પાદનો કમિશનના આધારે આપે છે. કંપની 2.5થી 10 ટકાના કમિશન પર આઉટલેટમાં રાખવામાં આવેલી દૂધની પ્રોડક્ટ્સ ઓફર કરે છે. જ્યારે આઈસ્ક્રીમ પર 20 ટકા કમિશન આપવામાં આવે છે. આ સિવાય આઈસ્ક્રીમ પાર્લર, શેક, પિઝા, સેન્ડવીચ અને હોટ ચોકલેટમાં વેચાતી અન્ય પ્રોડક્ટ્સ પર 50 ટકા કમિશન આપવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news