આસિસ્ટન્ટ મેનેજર માટે ભરતીની જાહેરાત, 90 હજાર પગાર, જાણો A TOZ માહિતી
Government Job: ગ્રેજ્યુએટ ઉમેદવારોને નોકરી માટે ખાસ તક છે. ઈન્ટરનેશનલ ફાઈનાશિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી એટલે કે IFSCAમાં નોકરી કરવા માટે ઉમેદવારો પાસે તક છે. જેના માટે ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ ibps.in જઈને એપ્લાય કરી શકે છે.
Trending Photos
Graduate Candidates: સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીએ ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે. જેમાં ઓફિસર ગ્રેડ A 2023ની નિમણૂક IFSCA હેઠળ થનારી ભરતીથી કરવામાં આવશે. જેથી લાયક અને રસ ધરાવતા ઉમેદવારો IBPSની સત્તાવાર વેબસાઇટ ibps.in પર જઈને અરજી કરી શકે છે. આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે 3 માર્ચ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
કેટલી જગ્યા માટે ભરતીની જાહેરાત
સત્તાવાર વેબસાઈટ પરના આંકડા મુજબ IFSCAએ આસિસ્ટન્ટ મેનેજરની 20 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જેના માટે માર્ચ-એપ્રિલ 2023માં ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે. ત્યાર બાદ બીજા તબક્કાની પરીક્ષાનું એપ્રિલ-મે 2023માં આયોજન કરવામાં આવશે. આમાં પસંદગી પામનાર ઉમેદવારોને 44,500 રૂપિયાથી 89,150 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. આ સિવાય વિવિધ પ્રકારના ભથ્થાનો પણ લાભ મળશે.
આ પણ વાંચો: માત્ર 22 હજારમાં ખરીદી લો iPhone 12, મહાલૂટમાં લોકો કરી રહ્યા છે પડાપડી
આ પણ વાંચો: સપનેય વિચાર્યું નહી હોય એટલી કિંમતમાં Split AC, ઉનાળો શરૂ થાય તે પહેલાં ખરીદી લેજો
આ પણ વાંચો: Samsung એ વેલેન્ટાઈન ડે પર મૌજ કરાવી દીધી,ગર્લફ્રેન્ડને આપજો ખુશ થઈ જશે
આ પણ વાંચો: LIC ની પોલિસીથી દેશભરમાં ધૂમ, 15 દિવસમાં વેંચાઈ ગઈ 50 હજારથી વધુ પોલિસી
કોની થઈ શકે છે પસંદગી?
આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે 30 વર્ષની ઉંમર સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોને આમા છૂટછાટ આપવામાં આવેલી છે. પરંતુ જનરલ કેટેગરીમાં 30 વર્ષથી ઉપરની ઉંમર ધરાવનાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો: દહીં સાથે ભૂલથી પણ ખાધી 5 વસ્તુ તો પસ્તાવાનો પાર નહી, નુકસાનની તો વાત ન કરો
આ પણ વાંચો: Insurance Policy લીધી છે તો આ નિયમો જાણી લેજો, ક્લેમ સેટલમેન્ટમાં નહી પડે ડખા
આ પણ વાંચો: ભીંડાનું પાણી પણ સ્વાસ્થ્ય માટે છે વરદાન, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરમાં મળે છે રાહત
નોકરી માટે શું છે શૈક્ષણિક લાયકાત?
આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ઈકોનોમેટ્રિક્સ અથવા ઈન્ફર્મેશન ટેક્નોલોજીમાં માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. જ્યારે કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી અથવા કમ્પ્યુટર એપ્લિકેશન, ઈન્ફર્મેશન ટેકનોલોજીમાં માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. આ સિવાય CA, CFA, CS, ICWA અથવા કાયદામાં બેચલર ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે અરજી કરવા માટે IBPS પોર્ટલમાં ibps.in પર જાઓ
IFSCA ઓફિસર ગ્રેડ A-2023 માટે નોંધણીની લિંક પર ક્લિક કરો.
નોંધણી કરી તમારી પ્રોફાઇલ બનાવો.
અરજી ફોર્મ ભરી તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
અરજી અને ફી ભર્યા બાદ ફોર્મને સબમિટ કરો.
એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી લો.
પસંદગીની પ્રક્રિયા શું છે?
પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કામાં થાય છે. જેમાં તબક્કામાં બે પેપર લેવામાં આવશે. દરેક પેપર 100 માર્કસનું રહશે. બીજા તબક્કામાં પણ 10 માર્કના બે પેપર લેવામાં આવશે. જ્યારે ત્રીજા તબક્કામાં ઈન્ટરવ્યુ લેવામાં આવશે. જેમાં તમે યોગ્ય હશો તો પસંદગી પામશો.
આ પણ વાંચો: ભારતમાં મોટા પરિવાર માટે 7 સીટર કાર ખરીદનારાઓની આ 10 કાર છે ફેવરિટ
આ પણ વાંચો: ફ્લેટની ચાવી આપી દીધા બાદ પણ બિલ્ડરના કામ અધૂરા હોય તો? SC એ આપ્યો મોટો ચૂકાદો
આ પણ વાંચો: સુલતાનોને ખુશ કરવા પતંગિયા જેવી પરીઓ રહેતી તૈયાર, ઇચ્છે તેની રાત વિતાવે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે